Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 29
________________ ગમતી ન હોય, જે આપણું માનતા ન હોય તેના માટે આપણી જિંદગી નથી બગાડવી. આજે તમે સુખનાં સાધનો ઘરમાં વસાવ્યાં તેથી તમે પણ બગડ્યા અને તમારાં સંતાનોને પણ તમે બગાડ્યાં. છોકરાઓના નામે ટી.વી. વસાવે અને બાપ જોવા બેસી જાય ને? તમારે જાતે સુધરવું નથી ને છોકરાઓને સુધારવા છે ને? બાપને બજારમાં ફરવું છે અને છોકરાને ધર્મ કરાવવો છે તો ક્યાંથી કરશે? જે પોતે માબાપનું ન માને તે બીજાને માબાપનું માનવાનું શીખવે એની અસર થાય? જે પોતે પોતાના ગુરુનું ન માને, ગુરુ સાથે ન રહે અને લોકોને પિતૃવંદના - માતૃવંદના કરાવે, ગુરુપારતંત્ર્યના પાઠ શીખવે – એનો અર્થ શો? સ. એમાં અમારા જેવાનું તો હિત જ થાય ને? શાસ્ત્રમાં કહ્યું છે કે અભવ્યોથી અનન્તા આત્માઓ તરે છે પણ ત્યારે કે જ્યારે અભયને ઓળખતા નથી. જો અભવ્ય અભવ્ય તરીકે ઓળખાઈ જાય તો તેમનો ઉપકાર યાક કરતા બેસી રહેવાનું કે તે જ ક્ષણે છોડીને જતા રહેવાનું? પાંચ સો શિષ્યો અભવ્ય ઓળખાયા પછી ગુરુને છોડીને જતા રહ્યા ને? સ. ગુણો ઘણા હોય તો થોડા દોષો નભી જાય ને? કુમારપાળ મહારાજામાં બે ગુણ હતા કે પાછી પાની કરવી નહીં અને છાતી (પરસ્ત્રીને) આપવી નહિ તો બીજા દોષો નભી ગયા ને? કુમારપાળ મહારાજાના બે ગુણો યાદ રાખ્યા પણ એક ગુણ યાદ ન રહ્યો, તેમની પાસે ગુરુપારતંત્ર્ય ગુણ એવો હતો કે એના પ્રતાપે તેઓ ગણધરનામકર્મ ઉપાર્જી ગયા. એક ગુરુની પરતંત્રતા હોય તો તેના બધા દોષો નભી જાય. પણ જેઓ ગુરુથી નિરપેક્ષ સ્વતંત્ર હોય તેના ઘણા પણ ગુણોની કાંઈ જ કિંમત નથી - એમ શાસ્ત્ર કહે છે. વિષયોના ભોગવટાથી કોઈ દિવસ વૈરાગ્ય પ્રાપ્ત ન થાય. વિષયનો ભોગવટો આક્તિમાં થાય છે. અને આસક્તિની હાજરીમાં કોઈ દિવસ Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80