Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 44
________________ સમયે ચારિત્રમોહનીયની ક્ષપણા ચાલુ થઈ જ જાય. આજે સમકિતીને અલ્પબંધ થાય છે, એ વાત શું બંધને ચલાવવા માટે કરી છે? સ. અનુબંધ નથી પડતા તે જણાવવા માટે કહી છે. જેને બંધ ખટકે તેને અનુબંધ ન પડે. જેને બંધ ખટકે નહિ, બંધ ચલાવી લેવાની વૃત્તિ હોય તેને અનુબંધ પડવાનો જ. રોગની ઉપેક્ષા કરીએ તો રોગ સાનુબંધ થવાનો. રોગની ઉપેક્ષા ન કરીએ તો અનુબંધ પડે નહિ. બંધમાં સાવચેત રહે તો અનુબંધ ન પડે. બંધમાં ગાફેલ બને તો અનુબંધ પડ્યા વિના ન રહે. ચારિત્રમોહનીય ખપાવવા માટે સમ્યત્વ છે અને એ સમ્યકત્વ પામ્યા પછી ચારિત્રમોહનીય બંધાયા કરે, વધ્યા કરે- એ રીતે જીવે તે કેમ ચાલે? બંધ જો ખટકે નહિ ને ચલાવ્યા કરીએ તો આજે નહિ તો કાલે અનુબંધ પડવાનો જ. એક વાર આચાર્યભગવો કહેલું કે શ્રાવક રોજ સાત લાખ બોલે તોપણ સવારના સાત લાખ કરતાં સાંજના સાત લાખ ચઢિયાતા હોય. આવું દેશોનપૂર્વકોટિ વર્ષ સુધી બને. કારણ કે પરિણામ સતત ચઢિયાતા હોય. મળ્યું તો ભોગવી લેવું તે ચોથાનું લક્ષણ નથી. ભોગવ્યા વિના ચાલે એવું નથી માટે ભોગવવું પડે એ ચોથાની અવસ્થા છે. પાપ છોડવું ન પડે અને ગુણઠાણું આગળ વધ્યા કરે- માટે ચોથું ગમે ને? ગુણોનો ઉપયોગ દોષો ચલાવી લેવા માટે આપણે કરીએ છીએ, દોષોને નાબૂદ કરવા માટે નહિ, ખરું ને? અહીં સુખ મળતું હોય તો ભવાન્તરમાં નરકમાં જવાની પણ તૈયારી છે ને? એક ભાઈ મળ્યા હતા, લાલબાગમાં ટ્રસ્ટી હતા. વહીવટ અંગે આચાર્યભગવને કાંઈક કહ્યું હશે ત્યારે તે બોલ્યા હતા કે સાહેબને કહી દો કે આટલો ડર ન બતાવો. સાતમી તો શું આઠમીમાં પણ જવાની તૈયારી છે. ત્યારે આચાર્યભગવો એને કહેવડાવેલું કે અડધો કલાક સંડાસમાં બેસી રહો પછી આઠમી નરકમાં જવાની ૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80