Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 43
________________ આનંદ છે કે વૈરાગ્ય સાથે પ્રવૃત્તિ કરવાની રજા મળે છે, એનો આનંદ છે? ચોથું ગુણઠાણું કેમ ગમે છે? છઠ્ઠું લાવે છે માટે કે સુખ ભોગવવા છતાં અલ્પબંધ થાય છે માટે? આજે તો સાધુપણામાં આવેલા પણ અવિરતિની પ્રવૃત્તિ કરે અને પાછા કહે કે ડંખ ઘણો છે, ઉપાદેય નથી માનતા. આપણે કહેવું પડે કે ઉપાદેય ન માનવું એ તો ચોથાનાં લક્ષણ છે અને એ પણ બચાવ કરવાની વૃત્તિ હશે તો પહેલા ગુણઠાણામાં પરિણામ પામશે. ઉપાદેય ન માનવું એ ચોથાનો અધ્યવસાય છે અને પ્રવૃત્તિ નથી કરવી એ છઠ્ઠાનો અધ્યવસાય છે. સમ્યગ્દર્શન પામ્યા પછી ચારિત્ર મળે છે એ યાદ આવે કે પાપ નડતું નથી એ યાદ આવે? આજે સમ્યક્ત્વ ઉચ્ચરાવતી વખતે મિથ્યાત્વ ગયાનો આનંદ હોય કે પાપની સજા નહિ મળે એનો? વિષયની પ્રવૃત્તિ ચાલુ કરવા માટે કે ચાલુ રાખવા માટે આ સમ્યક્ત્વની વાત છે. આજે સર્પાકતી સાત વ્યસન સેવે એ યાદ રહે પણ સમકિતી ચારિત્ર લે એ યાદ ન રહે. સમકિતીને ચારિત્રમોહનીય નડતું નથી એમ આપણે માનીએ. જ્યારે શાસ્ત્ર કહે છે કે સકિતીને ચારિત્રમોહનીય જ સૌથી વધારે નડે. સમકિત પામ્યા પછી ચારિત્રમોહનીયની ક્ષપણા કરવા માટે પુરુષાર્થ ન કરે તો અંતર્મુહૂર્તમાં સમ્યક્ત્વ ચાલ્યું જાય. આજે તો કહે કે એક વાર સમ્યગ્દર્શન પામી ગયા પછી અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં તો મોક્ષ નિશ્ચિત. અહીં એક ક્ષણવાર પણ દુઃખ ભોગવવું પાલવતું નથી અને અર્ધપુદ્ગલ પરાવર્ત્તકાળ ભટકવાનો કોઈ રંજ નથી! આ તો મજેથી કહે કે સમ્યક્ત્વ જાય તોય પાછું આવવા માટે જાય. મહાવીરપરમાત્મા માત્ર એક કોટાકોટી સાગરોપમ જેટલો કાળ સંસારમાં રહ્યા તોપણ આપણે કહીએ કે ઘણું રખડ્યા, અનંતો કાળ રહ્યા, એમ કહીએ ને? અને આપણે અર્ધપુદ્ગલપરાવર્ત કાળ જેટલું રહેવું પડે, એમાં કાંઈ લાગતું નથી? આ કાળ શું દેવલોક ને મનુષ્યના ભવો કરીને જ પૂરો થવાનો છે? સમ્યક્ત્વ પામ્યા પછી સમયે Jain Education International ૩૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80