Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 47
________________ ભોગવતા હતા ત્યારે પણ આપને તેમાં રતિ તો નામમાત્રની હતી અને વિરક્તતા તો ત્યારે પણ અનાબાધ હતી. શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે શ્રી તીર્થંકરપરમાત્માની સ્તવના કરતી વખતે આ પ્રમાણે કહ્યું છે કે જ્યારે ચારિત્ર લીધું ત્યારે તો આપનો વૈરાગ્ય ઝળહળતો હતો જ, પરંતુ જ્યારે ચારિત્રમોહનીયકર્મના ઉદયે અવિરતિનો ભોગવટો કરતા હતા ત્યારે પણ આપનો વૈરાગ્ય નિરાબાધપણે રહેલો. દેવલોકનાં સુખો વચ્ચે પણ સમકિતીના વૈરાગ્યને આંચ આવતી નથી. હવે શિષ્ય શંકા કરે છે કે જો વૈરાગ્ય ત્યારે હતો તો તિ કેવી રીતે હોય? રતિ અને વૈરાગ્યને વિરોધ છે. આ શંકાનું નિરાકરણ આગળની ગાથાથી કરે છે. સામાન્યથી કહીએ તો વૈરાગ્યની શરૂઆત ચોથે ગુણઠાણેથી થતી હોય છે. આ ગુણઠાણે વૈરાગ્ય ટકાવવાનું કામ કપરું છે. વૈરાગ્ય પામતી વખતે જો વિષયની પ્રવૃત્તિ ટાળવાની હોય તો પછી વિષયની પ્રવૃત્તિ વખતે વૈરાગ્ય ટકાવવો કઈ રીતે, આવી શંકા થાય ને? આપણે અનાદિકાળથી વિષયની પ્રવૃત્તિ નથી કરી. વચ્ચે વચ્ચે એ પ્રવૃત્તિનો ભંગ પડ્યો છે, પરંતુ ત્યારે પણ વિષયની આસક્તિ તો પડેલી જ હતી. પ્રવૃત્તિ અનાદિની ન હતી, આક્તિ અનાદિથી પડી છે. પ્રવૃત્તિ ન કરે ત્યારે ચ આસક્તિ તો પડી હોય, એવું જ બને ને? મનુષ્ય લોકનાં સુખ છોડ્યા પણ દેવલોકનાં સુખોની ભાવના ન ગઈ ને? આ સંસારમાં ગમે તેટલા પુણ્યનો ઉદય હોય તો ય તે આપણા શુદ્ધ સ્વરૂપને ઢાંકી દેનાર છે- એ માનો ને? આજે આપણને શુદ્ધ દળિયાં ગમે, શુભ દળિયાં ગમે પણ શુદ્ધ સ્વરૂપ ન ગમે ને? શાસ્ત્રકારો કહે છે કે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં સુખ મળે, જ્યારે પુણ્યાનુબંધી પાપના ઉદ્દયમાં મોક્ષ મળે. સાધુભગવન્તો ભોગવે અશાતા પણ બાંધે શાતા. આપણે તો એ કહેવું છે કે પાપકર્મ જેમ આપણા સ્વરૂપને ઢાંકી રાખે છે તેમ પુણ્ય પણ ઢાંકે. કંતાનની ગુણથી જ ટંકાય કે રેશમી પડદાથી પણ દંડાય. Jain Education International ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80