Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 6
________________ વૈરાગ્યસંભવાધિકાર (અધ્યાત્મસાર). - પાલડી, અમદાવાદ વિ.સં. ૨૦૬૩, પો.સુ. ૧૦ भवस्वरूपविज्ञानाद्, द्वेषान्नैर्गुण्यदृष्टिजात् । तदिच्छोच्छेदरूपं द्राग, वैराग्यमुपजायते ॥ १ ॥ અનંતોપકારી શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓનો ઈરાદો એક જ હોય છે કે આપણે ધર્મને પામી જઈએ. ધર્મ કરવા કરતાં ધર્મ પામીએ એ જ એકમાત્ર પ્રયત્ન આ મહાપુરુષોનો હોય છે. આજે આપણે ધર્મ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ ધર્મનું ફળ પામવા માટે કોઈ પ્રયત્ન નથી- એમ કહીએ તો ચાલે. ધર્મ કરવા છતાં પણ જો આપણને વૈરાગ્ય કે ચારિત્રની પ્રાપ્તિ ન થાય તો ધર્મ ફળ્યો નથી એનું દુઃખ થાય કે ધર્મારાધના સારી ચાલે છે એનો સંતોષ હોય? આજે તમે કે અમે, ધર્મ ગમે છે માટે ધર્મ કરીએ છીએ પણ આ સંસારથી તારનારો છે માટે ધર્મ કરીએ છીએ એવું નથી ને? શાસ્ત્રકારો કહે છે કે ધર્મ દુઃખ ટાળવા માટે નથી, સંસાર ટાળવા માટે છે. આજે અમારે ત્યાં પણ ગુરુ ગમી જાય માટે દીક્ષા લઈ લે, પણ આ સંસારથી તરવું છે માટે દીક્ષા લેવા માટે લગભગ તૈયાર ન થાય. સંસારના સુખની અભિલાષ જાય ત્યારે જ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ગમે છે માટે ધર્મની શરૂઆત કરી છે, “પામવું છે માટે ધર્મની શરૂઆત નથી કરી માટે ધર્મ કરવા છતાં તેનું ફળ પામી શકાતું નથી. આજે સંસાર અસાર લાગી જાય- એ વાત સાચી પણ સંસાર છોડવો છે- એ વાત સાચી નથી ને? ધર્મ દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે નથી, સુખ કાઢવા માટે અને દુઃખ ભોગવી લેવા માટે ધર્મ કરવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80