________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
अन्यच्चअयं जिगीषुर्भूपालः, स राजा नाटकप्रियः ।
સ્તે મૂપ નિષેવન્ત, મહામોહમતિઃ સદ્દા પર શ્લોકાર્ચ -
અને બીજું, આ રાજા=મહામોહ રાજા, જીતવાની ઈચ્છાવાળો છે= લોકોનું સામ્રાજ્ય જીતવાની ઈચ્છાવાળો છે. તે રાજા કર્મપરિણામ રાજા, નાટકપ્રિય છે, આથી=મહામોહ રાજા જીતવાની ઈચ્છાવાળો છે આથી, આ રાજાઓ=રાગકેસરી આદિ રાજાઓ, સદા મહામોહને સેવે છે. ll૨૫ll શ્લોક :
किंतु लोके महाराजो, यतोऽस्यापि महत्तमः ।
स कर्मपरिणामाख्यो, भ्रातेति परिकीर्तितः ।।२६।। શ્લોકાર્થ :
પરંતુ લોકમાં જે કારણથી આનો પણ=મહામોહનો પણ, તે કર્મપરિણામ નામનો મોટો ભ્રાતા છે એ પ્રમાણે કહેવાયું છે. ll૨૬ll બ્લોક :
तस्मादेते महीपालास्तस्यापि पुरतः सदा ।
गत्वा गत्वा प्रकुर्वन्ति, नाटकं हर्षवृद्धये ।।२७।। શ્લોકાર્ચ :
તે કારણથી આ રાજાઓ જે રાજાઓ મહામોહને સેવે છે તે રાજાઓ, તેની આગળ પણ= કર્મપરિણામ રાજાની આગળ પણ, સદા જઈ જઈને હર્ષની વૃદ્ધિ માટે નાટક કરે છે. ll૨૭ll. શ્લોક :
भवन्ति गायनाः केचित्केचिदातोद्यवादकाः ।
वादित्ररूपतामेव, भजन्ते भक्तितोऽपरे ।।२८।। શ્લોકાર્ચ -
કેટલાક ગાનારાઓ થાય છે, કેટલાક વાજિંત્રો વગાડનારા થાય છે, બીજા વાજિંત્રરૂપતાને જ ભક્તિથી ભજે છેઃકર્મપરિણામ રાજાની ભક્તિથી નાટક કરે છે. ll૨૮II