________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
વિમર્શ કહે છે – હે ભદ્ર! પરસ્પર ભેદ નથી કર્મપરિણામ રાજા અને મહામોહનો પરસ્પર ભેદ નથી. આ પરમાર્થથી તે કર્મપરિણામ રાજા, જ્યેષ્ઠ સહોદર છે=મહામોહનો મોટો ભાઈ છે. ll૨૦I શ્લોક :
अयं पुनः कनिष्ठोऽस्यां, महाटव्यां व्यवस्थितः ।
यतोऽयं चरटप्रायो महामोहनराधिपः ।।२१।। શ્લોકાર્થ :
વળી આ કનિષ્ઠ=નાનો ભાઈ મહામોહ આ મહાઅટવીમાં રહેલો છે-ચિત્તરૂપી મહાટવીમાં રહેલો છે, જે કારણથી આ મહામોહ રાજા ચોરટા જેવો છે. ll૧il. શ્લોક :
ये दृष्टाः केचिदस्याऽग्रे, भवताऽत्र महीभुजः ।
समस्ता अपि विज्ञेयास्ते तस्यापि पदातयः ।।२२।। શ્લોકાર્ચ -
જે કોઈ દુષ્ટ રાજાઓ મહામોહની આગળ તારા વડે જોવાયા, તેઓeતે રાજાઓ, બધા પણ તેના પણ કર્મપરિણામ રાજાના પણ, પદાતિઓ છે. ||રરા શ્લોક :
વનંस कर्मपरिणामाख्यः, सुन्दराणीतराणि च ।
कार्याणि कुरुते लोके, प्रकृत्या सर्वदेहिनाम् ।।२३।। શ્લોકાર્થ :
કેવલ તે કર્મપરિણામ રાજા લોકમાં સર્વ દેહીઓનાં સુંદર અને અસુંદર કાર્યો પ્રકૃતિથી કરે છે. ર૩. શ્લોક :
अयं तु सर्वलोकानां, महामोहनरेश्वरः ।
करोत्यसुन्दराण्येव कार्याणि ननु सर्वदा ।।२४।। શ્લોકાર્ધ :વળી આ મહામોહ રાજા સર્વલોકોનાં કાર્યો ખરેખર સર્વદા અસુંદર જ કરે છે. રા.