________________
દ્વાર ૧ ૯ (૫ મું અવસ્થાત્રિકનું સ્વરૂપ) ૧૯ તથા બે જમણી જંઘાઓમાં ડાબો પગ સ્થાપક અને બે ડાબી જંઘામાં જમણે પગ સ્થાપવા તે પર્યકાસન કહેવાય. એ આસને રહીને અથવા કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને તીર્થંકર મોક્ષે ગયા છે, માટે તેવા બંને પ્રકારના આસનવાળી પ્રભુની પ્રતિમા પણ હોય છે, તેથી તે પ્રતિમાજીનું પર્યાસન અને કાઉસ્સગ આસન ધ્યાનમાં લઈ પ્રભુની સિદ્ધત્ત્વ અવસ્થા એટલે પતત (અપી) અવસ્થા ભાવવી.
પ્રશ્ન પૂર્વે કહેલા આકારે વડે પ્રભુની તે તે અવસ્થા થાનમાં આવી શકે, પરંતુ તે અવસ્થા સંબંધિ ભાવના શું ભાવવી?
ઉત્તર–શ્રીપ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે –“હતિ અ% સ્ત્રીઓ આદિ મહા વૈભવવાળું અને સુખવાળું એવું પણ સામ્રાજ્ય છોડીને જે પ્રભુએ નિઃસંગપણું (શ્રમણપણું) અંગીકાર કર્યું એવા અચિન્ય મહિમાવાળા જગપ્રભુનું દર્શન મહાપુણ્યશાળી છે જ પામી શકે છે. તેમ જ શ્રમણપણામાં જે પ્રભુ શત્રુ મિત્રમાં સમાન બુદ્ધિવાળા, ચાર જ્ઞાનવાળા, તૃણ મણિ તથા સુવર્ણ અને પત્થરમાં સમાન દ્રષ્ટિવાળા, નિયાણા રહિત વિચિત્ર તપશ્ચર્યા કરતા છતા નિઃસંગપણે વિહાર કરતા હતા તે ત્રણ જાતના નાથનું દર્શન ઉત્તમ પુણ્યશાળી જેને જ થાય છે” ઈત્યાદિ ભાવાર્થ પ્રમાણે પ્રભુની છદ્મસ્થ અવસ્થા ભાવવી. તેમજ કેવલિપણાના ગુણ વિચારવાથી કેવલિ અવસ્થાની ભાવના, અને સિદ્ધના ગુણ વિચારવાથી સિદ્ધત્વ ભાવના ગણાય છે.
એ પ્રમાણે ૩ અવસ્થાઓની ભાવના પ્રવસારે. વિગેરે શાસ્ત્રાનુસારે દર્શાવી છે.
૧-૨ એ બે અવસ્થાઓ સંબંધિ પણ ર-ર ગાથા પ્રવ સારો માં દર્શાવી છે, પરંતુ અહિં વિસ્તાર થઈ જવાના કારણથી તેનો ભાવાર્થ લખ્યો નથી. વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવો. - ૩ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત બાલાવબોધમાં પ્રભુની જળાભિષેક સમયે બાલ્યાવસ્થા, અને પૂજા આભરણાદિ વખતે રાજ્યાવસ્થા ભાવવાની કહી છે, તે પણ ઉચિત સમજાય છે.