________________
૧૮
શ્રી ચૈત્યવંદન ભાષ્ય. પ્રભુની "રાષચ અવરથા ભાવવી, કારણકે પ્રભુ નીરાગપણે રાજ્યપદ પણ સ્વીકારે છે, અને પુષ્પમાળા તે રાજભૂષણ છે, પુષ્પમાળા શબ્દથી આભરણે પણ રાજભૂષણ તરીકે જાણવા તથા પ્રતિમાજીનું શીર્ષ (મસ્તક) અને મુખ (=દાઢી મૂછને ભાગ) કેશ રહિત હોય છે, તે ધ્યાનમાં લઈ પ્રભુની અમUT અવસ્થા (મુનિપણાની ભાવના) ભાવવી; કારણ કે પ્રભુ જ્યારે દીક્ષા અંગીકાર કરે છે, ત્યારે પંચમુષ્ટિ લોન્ચ કરી કેશ હિત મસ્તક કરે છે; ત્યારબાદ સંપૂર્ણ ભવ પર્યત લોચ કરતી વખતે જેવા અલ્પ રહ્યા હોય તેવા કેશ આદિ (કેશ-દાદીમૂછ-નખ) હંમેશાં અવસ્થિત રહે છે, પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું તેજ અહિં કેશનો (કેશવૃદ્ધિનો અભાવ ગણાય છે. એ પ્રમાણે ૩ પ્રકારની રથ અવસ્થા ભાવવી.
તથા એજ પાષાણના પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કેરેલાં પત્ર પાંદડાંને આકાર તે ૧ અશોકવૃક્ષ, પરિકર ઉપર કેરેલા માલાધર દે વડે ૨ પુષ્પવૃષ્ટિ, પ્રતિમાજીના બે પડખે પરિકરમાં કેરેલા વીણા અને વાંસળી વગાડતા દેવના આકારો વડે ૩ દિવ્યવની પ્રતિમાજીને મસ્તકના પાછળના ભાગમાં રહેલો અને પ્રભુના તેજનો રાશિ સૂચવનાર કિરણેવાળ કાંતિમાન આકાર તે ૪ ભામંડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેવને આકાર તે ૫ દુંદુભિ, બે ચામર વીંજતા બે દેવ આકાર તે ૬ ચામર, ૭ સિંહાસન અને ૮ ત્રણ છત્ર (કે જે પ્રભુના મસ્તક ઉપર પહેલું મોટું છત્ર, પુનઃ તે ઉપર કંઈક ન્હાનું છત્ર, પુન: તે ઉપર વિશેષ ન્હાનું છત્ર તે છત્રાતિછત્ર) એ ૮ પ્રાતિહાર્ય ગણાય છે; પ્રભુના વિહાર વખતે પણ હંમેશાં એ ૮ પ્રાતિહાર્ય તો અવશ્ય સાથેજ રહે છે, તે કારણથી એ કપ્રાતિહાર્યને ધ્યાનમાં લઈ પ્રભુની છેવટી અવસ્થા એટલે તીર્થંકર પદવીની અવસ્થા ભાવવી.
૧ પુષ્પપૂજા તથા અલંકાર ચઢાવતી વખતે રાજ્યવસ્થા ભાવવી એમ બાલાવબોધમાં કહ્યું છે તે પણ યોગ્ય સમજાય છે.
* પાષાણનો પરિકર ન હોય તેવા સ્થાને એકાદ પ્રાતિહાર્ય દેખવા માત્રથી અને સર્વથા ન હોય તો ભાવના માત્રથી પણ કેવલી અવસ્થા ભાવી શકાય છે.