Book Title: Tattvagyan Pathmala 1 Author(s): Hukamchand Bharilla Publisher: Todarmal Granthamala Jaipur View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિવેદન આ પુસ્તક શ્રી ટોડરમલ સ્મારક ભવન દ્વારા પ્રકાશિત અને વીતરાગ-વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા બોર્ડના પાઠયક્રમમાં નકકી થયેલ બાલબોધ પાઠમાલા ભાગ ૧,૨,૩ ની પછીનું સાતમું પુસ્તક છે. તેથી આ પુસ્તકનું નિર્માણ ઉપરોક્ત છે પુસ્તકોના પૂર્વજ્ઞાનને આધાર માનીને થયું છે, સાથે ઉપરોકત પરીક્ષા બોર્ડની વિશારદ પરીક્ષાના અભ્યાસક્રમને પણ લક્ષમાં રાખવામાં આવેલ છે. બાલબોધ પાઠમાળાઓ અને વીતરાગ-વિજ્ઞાન પાઠમાળાઓના, ત્રણથી ચાર વર્ષના થોડા સમયમાં કેટલાય સંસ્કરણોનું બહાર પડવું અને બે લાખથી પણ વધારે પુસ્તકોનું વેચાણ થવું- એ તે પાઠમાળાઓની લોકપ્રિયતાનું પ્રમાણ છે અને તેનાથી અમને આ કાર્યમાં પ્રોત્સાહન મળ્યું છે. તેથી તે પુસ્તકોની જેમ આ પુસ્તકને પણ સર્વાંગસુંદર અને ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એના પાઠોની પસંદગીમાં ચારેય અનુયોગોને સમાન રીતે પ્રતિનિધિત્વ તો આપવામાં આવ્યું છે. સાથે સાથે સાચાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભકિત અને બહુમાન ઉત્પન્ન કરવાના હેતુથી પૂજન અને સ્તુતિ સંબંધી પાઠો પણ રાખવામાં આવેલા છે. સર્વશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ સોનગઢ, પં. રતનચંદજી શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ.એ. વિદિશા; પં. “યુગલ', એમ. એ. કોટા; શ્રી નેમીચંદજી પાટની આગરાસર્વ એ આ પુસ્તક માટે પાઠો લખવાની અત્યંત કૃપા કરી છે. અને સંસ્થાના સુયોગ્ય સંયુકત મંત્રી ડો. હુકમચંદજી ભારિલ્લ, શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ., પી.એચ.ડી. એ પુસ્તકનું સુનિયોજિત સંપાદન અને બાકીના પાઠોનું લેખન કર્યું છે. ઉપરોકત બધાય મહાનુભાવોનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. જો જિજ્ઞાસુ પાઠકોને આનાથી થોડો પણ લાભ મળશે તો અમો અમારા પ્રયાસને સફળ લેખીશું. નિવેદકો :નેમીચંદજી પાટની પૂરણચંદ ગોદીકા અધ્યક્ષ. મંત્રી. Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 83