________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ પ્રતિમાધારી શ્રાવકની પરિણતિમાં વીતરાગતા ખૂબ જ વધી ગયેલી હોય છે અને નિર્વિકલ્પ દશા પણ જલ્દી જલ્દી આવે છે અને વધારે કાળ સુધી ટકે છે. તેની આ અંતરંગ શુદ્ધ પરિણતિ તે નિશ્ચય ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા છે તથા તેની સાથે રહેતો કષાયમંદતારૂપ બર્હિમુખ શુભભાવ અને તદનુસા૨ બાહ્ય ક્રિયા તે વ્યવહાર ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા છે.
આવી દશાને પહોંચનાર શ્રાવકની સંસા૨, દેહ વગેરે પ્રતિ ઉદાસીનતા વધી જાય છે. આ પ્રતિમાધારી શ્રાવક મૂનિની જેમ નવકોટિ પૂર્વક ઉદ્દિષ્ટ આહારનો ત્યાગી તથા ઘર, કુટુંબ વગેરેથી અલગ થઈને સ્વચ્છંદ વિહારી બને છે.
ઐલક દશામાં માત્ર લંગોટી અને પીંછીં-કમંડળ સિવાય સમસ્ત બાહ્ય પરિગ્રહોનો ત્યાગ થઈ જાય છે. ક્ષુલ્લક દશામાં ઐલક દશા જેટલો અનાસક્તિ ભાવ બનતો નથી, તેથી તેની આહાર-વિહારની ક્રિયાઓ ઐલકના જેવી હોવા છતાં લંગોટી ઉપરાંત ઓઢવા માટે ખંડ-વસ્ત્ર( ચાદર ) તથા પીંછીં ને બદલે વસ્ત્ર રાખવાનો, કેશલોચને બદલે હજામત કરાવવાનો તથા પાત્રમાં ભોજન કરવાનો રાગ રહી જાય છે.
આ પ્રતિમાધારી શ્રાવક નિયમથી ઘરથી વિરક્ત જ થઈ જાય છે.
જે પ્રમાણે મુનિને અન્તર્મુહૂર્તની અંદર અંદર નિર્વિકલ્પ આનંદનો અનુભવ તથા નિરંતર વીતરાગતા વર્તે છે તે ભાવલિંગ છે અને તેની સાથે રહેતા ૨૮ મુલગુણ વગેરેના શુભ વિકલ્પ તે દ્રવ્યલિંગ છે અને તેને અનુકૂળ ક્રિયાને પણ દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને, જેમાં કોઈ-કોઈવાર સ્વરૂપાનંદનો નિર્વિકલ્પ અનુભવ થતો હોય છે તેવી નિરંતર વર્તતી યથોચિત વીતરાગતા તે ભાવ
૧. મુનિ, ઐલક અને ક્ષુલ્લકના નિમિત્તે બનાવેલી વસ્તુઓ ઉદ્દિષ્ટની શ્રેણીમાં આવે છે. આમ તો ઉદ્દિષ્ટનો શબ્દાર્થ ઉદ્દેશ્ય થાય છે.
૨. સાતમી પ્રતિમાથી દસમી પ્રતિમાધારી શ્રાવક ગૃહવિરત અને ગૃહનિરત-બંને પ્રકારના હોય છે.
૩૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com