________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક તો ઈચ્છાઓની પૂર્તિ થવી એમાં સુખ છે જ નહીં, એ તો શિર પરનો બોજો ખભા પર મૂકીને સુખ માનવા જેવું છે બીજાં તેમની પૂર્તિ થવી સંભવિત પણ નથી, કેમકે અનંત જીવોની અનંત ઈચ્છાઓ છે અને ભોગ-સામગ્રી તો મર્યાદિત છે. રોજ ને રોજ બદલતી નવી નવી ઈચ્છાઓની પૂર્તિ કદીય સંભવિત નથી. તેથી મનોકામના પૂર્ણ થશે, તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે સુખી થઈ જશો એવી કલ્પનાઓ માત્ર મૃગમરીચિકા (મૃગજળ) જ સિદ્ધ થાય છે. બધી ઈચ્છાઓ કદીય પૂરી થવાની નથી અને આ જીવ ઈચ્છાઓની પૂર્તિ વડે કદીય સુખી થનાર નથી. જો કોઈ એમ કહે કે જેટલી ઈચ્છાઓ પૂરી થશે તેટલું તો સુખ થશે જ, ભલે પૂર્ણ સુખ ન થાય; તો આ વાત પણ બરાબર નથી, કેમકે સાચું સુખ તો ઈચ્છાઓના અભાવમાં છે, ઈચ્છાઓની પૂર્તિમાં નહીં. જો એમ કહેવામાં આવે કે ઈચ્છા પૂર્ણ થતાં સમાપ્ત થઈ જાય છે તેથી એને સુખ કહેવું જોઈએ, તો આમ કહેવું પણ ભૂલભરેલું છે કેમકે ઈચ્છાઓનો અભાવ એનો અર્થ ઈચ્છાઓની પૂર્તિ થવી નહીં પણ ઈચ્છાઓનું ઉત્પન્ન જ ન થવું-એમ છે.
અતીન્દ્રિય આનંદ ઈંદ્રિયાતીત હોવાથી તે ઇંદ્રિયો દ્વારા ભોગવી શકાતો નથી, જે ઈન્દ્રિયો દ્વારા ભોગવવામાં આવે છે તે વિષય સુખ છે, તે વસ્તુતઃ દુઃખનો જ એક પ્રકાર છે. તે તો માત્ર નામનું જ સુખ છે.
સાચું સુખ તો આત્મા દ્વારા અનુભવની વસ્તુ છે, કહેવાની નહીં, દેખાડવાની પણ નહીં. સમસ્ત પર પદાર્થો ઉપરથી દષ્ટિ હઠાવી લઈ અંતર્મુખ બનીને પોતાના જ્ઞાનાનન્દ સ્વભાવી આત્મામાં તન્મય થવાથી જ તે પ્રાપ્ત કરી શકાય છે. આત્મા સુખમય છે, તેથી આત્માનુભૂતિ જ સુખાનુભૂતિ છે. જે પ્રમાણે અનુભૂતિ વિના આત્મા પ્રાપ્ત કરી શકાતો નથી, તે જ પ્રમાણે આત્માનુભૂતિ વિના સાચું સુખ પણ પ્રાપ્ત કરી શકાતું નથી.
ઉડાણથી વિચાર કરીએ તો એ પ્રતીત થાય છે કે આત્માને સુખ પ્રાપ્ત કરવાનું છે નહીં, કેમકે તે પોતે સુખ વડે જ રચાયેલો છે,
૪૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com