Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્ષાયિક ભાવના કેવલજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એ પ્રમાણે નવ ભેદ છે.
મિશ્ર ( ક્ષાયોપશમિક) ભાવના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન-એ ચાર જ્ઞાન; કુમતિ, કુશ્રુત, કુઅવધિ-એ ત્રણ અજ્ઞાન; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન-એ ત્રણ દર્શન; ક્ષાયોપશમિક દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય-એ પાંચ લબ્ધિઓ; ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ચારિત્ર અને સંયમાસંયમ–એ પ્રમાણે કુલ ૧૮ ભેદ છે.
ઔદિયક ભાવના ૨૧ ભેદ છે-નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ-એ ચાર ગતિ; ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કષાય; સ્ત્રીવેદ, પુંવેદ, નપુંસક વેદએ ત્રણ વેદ; કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુક્લ-એ છ લેશ્યાઓ; મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ.
૩
પારિણામિક ભાવના ત્રણ ભેદ છે-જીવત્વ, ભવ્યત્વ અને અભયત્વ.
આ પ્રમાણે બધા મળીને જીવના અસાધારણ ભાવોના ૫૩ ભેદો છે. જિજ્ઞાસુઃ- એમને જાણવાથી શું લાભ છે? એમનાથી શું સિદ્ધ થાય છે? પ્રવચનકાર:- ૧. પારિણામિક ભાવથી એ સિદ્ધ થાય છે કે જીવ અનાદિ-અનંત, એક, શુદ્ધ, ચૈતન્યસ્વભાવી છે.
૧. જ્ઞાનવર્શનવાનામમોનોવમોવીર્યાળિવા તત્ત્વાર્થસૂત્ર, અ. ૨, સૂત્ર ૪. २. ज्ञानाज्ञानदर्शनलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च । તત્ત્વાર્થસૂત્ર, અ. ૨, સૂત્ર ૫.
3. गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धलेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषट् મેવા:। તત્ત્વાર્થસૂત્ર, અ. ૨, સૂત્ર ૬.
૪. નીવમવ્યામવ્યત્વનિ હૈં। તત્ત્વાર્થસૂત્ર, અ. ૨, સૂત્ર ૭.
૪
૫૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83