________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૮
પાંચ પાંડવો
આચાર્ય જિનસેન
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) પુરાણ ગ્રંથોમાં પદ્મપુરાણ પછી જૈન સમાજમાં જેનો સૌથી વધારે સ્વાધ્યાય થાય છે તે પ્રાચીન પુરાણ છે-હરિવંશપુરાણ. એમાં છાસઠ સર્ગ અને બાર હજાર
શ્લોક છે. એમાં બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથનું ચરિત્ર વિશદરૂપે વર્ણવેલું છે. તદુપરાંત કૃષ્ણ-બલભદ્ધ, કૌરવ-પાંડવો વગેરે અનેક ઈતિહાસ-પ્રસિદ્ધ મહાપુરુષોનું ચરિત્ર પણ અત્યંત ખૂબીપૂર્વક આલેખવામાં આવ્યું છે.
એના રચયિતા આચાર્ય જિનસેન છે. આચાર્ય જિનસેન મહાપુરાણના કર્તા ભગવત્ જિનસેનાચાર્યથી ભિન્ન છે. તેઓ પુન્નાટ સંઘના આચાર્ય હતા. પુન્નાટ કર્ણાટકનું પ્રાચીન નામ છે. આ સંઘ કર્ણાટક અને કાઠિયાવાડની નિકટ ૨૦૦ વર્ષ સુધી રહ્યો છે. આ સંઘ પર ગુજરાતના રાજવંશોની વિશેષ શ્રદ્ધા અને ભક્તિ રહ્યાં છે.
તેમનાં ગુરુનું નામ કીર્તિષણ હતું અને વર્ધમાન નગરના નન્નરાજ વસતિ નામના મંદિરમાં રહીને તેમણે વિક્રમ સં. ૮૪૦ માં આ ગ્રંથ પૂરો ર્યો હતો. આ ગ્રંથ સિવાય તેમનો બીજો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી અને બીજે કયાંય અન્ય ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ મળતો નથી. તેમની અક્ષય કીર્તિ માટે આ એક મહાગ્રંથ પૂરતો છે.
હરિવંશપુરાણના ભાષા ટીકાકાર જયપુરના પ્રસિદ્ધ વિદ્વાન પં. દોલતરામજી કાસલીવાલ છે.
આ પાઠ તેમના ઉપરોક્ત સુપ્રસિદ્ધ ગ્રંથ હરિવંશપુરાણનો આધાર લઈને લખવામાં આવ્યો છે. પાંડવોના સંબંધમાં વિસ્તારથી માહિતી મેળવવા માટે હરિવંશપુરાણ અને પાંડવપુરાણનું અધ્યયન કરવું જોઈએ.
૬૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com