________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુરેશઃ- ના સાહેબ ! અમે તો શરત લગાવી હતી. જુગાર કયા રમ્યા છીએ ? અધ્યાપક:- હાર-જીત પર નજર રાખીને રૂપિયા, પૈસા અથવા કોઈ પ્રકારના ધન
વડે રમત રમવી અથવા શરત લગાવીને કોઈ કામ કરવું અથવા દાવ લગાવવો તે જ જુગાર તો છે. તે ખૂબ જ ખરાબ વ્યસન છે; એના ચક્કરમાં ફસાયેલા લોકોનું આત્મહિત તો બહુ દૂર રહ્યું પરંતુ લૌકિક જીવન પણ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. મહાપ્રતાપી પાંડવોને પણ તેના સેવનથી ઘણી જ મુશીબતો ઉઠાવવી પડી હતી. તેથી આજથી પ્રતિજ્ઞા કરો કે હવે
કયારેય જુગાર નહીં ખેલીએ, શરત લગાવી કોઈ કામ નહીં કરીએ. રમેશ – તે પાંડવો કોણ હતા? અધ્યાપક:- ઘણાં વર્ષો પહેલાં આ ભારતવર્ષમાં કુરજાંગલ દેશના હસ્તિનાપુર
નગરમાં કુરુવંશી રાજા ધૃતરાજ રાજ્ય કરતા હતા. તેમને ત્રણ રાણીઓ હતી-અંબિકા, અંબાલિકા અને અંબા. ત્રણે રાણીઓથી ક્રમશ: ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નામના ત્રણ પુત્રો થયા. રાજા ધૃતરાજના ભાઈ રુકમણના પુત્રનું નામ ભીખ હતું.
ધૃતરાષ્ટ્રને ગાંધારી નામની રાણીથી દુર્યોધન વગેરે સો પુત્રો ઉત્પન્ન થયા, જેમને કૌરવોના નામથી ઓળખવામાં આવે છે. પાંડુને કુન્તી અને માદ્રી નામની બે રાણીઓ હતી. કુંતીથી કર્ણ નામનો પુત્ર તો પાંડુના ગુપ્ત (ગાંધર્વ) લગ્નથી થયો, જેને અપયશના ભયથી અલગ કરી દેવામાં આવ્યો હતો અને તે અન્યત્ર પાલન-પોષણ મેળવી મોટો થયો તથા યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન ત્રણ પુત્રો પછીથી થયા. માદ્રીથી નકુલ અને સહદેવ બે પુત્રો થયા. પાંડુના પાંચ પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ
પાંચ પાંડવોના નામથી ઓળખાય છે. સુરેશઃ- અમે તો સાંભળ્યું છે કે કૌરવો અને પાંડવો વચ્ચે બહુ મોટું યુદ્ધ થયું
હતું? અધ્યાપક:- કૌરવો અને પાંડવોમાં રાજ્ય માટે પરસ્પર તંગદીલી વધી ગઈ હતી,
૬૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com