________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદ્રોણને જ્યારે ખબર પડી કે અર્જુન વગેરે પાંડવો હજુ જીવિત છે તો તેમને ખૂબ ખુશી થઈ અને તેમણે બધાને આ સમાચાર કહ્યા. એક વાર ફરીથી ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહે કૌરવો અને પાંડવોમાં મેળ-મેળાપ કરાવી દીધો.
આ પ્રમાણે ફરી પાછો કૌરવો અને પાંડવોનો મેળાપ થયો તથા તેઓ બીજીવાર અડધું અડધું રાજ્ય લઈને હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. સુરેશઃ- ગુરુદેવ! આપે તો પાંડવોની જુગાર રમવાની વાત કહી હતી એ તો આ
કથામાં ક્યાંય આવ્યું જ નહીં. અધ્યાપકઃ- હા, સાંભળો! એક દિવસ દુર્યોધન અને યુધિષ્ઠિર શરત લગાવીને
જુગાર રમી રહ્યા હતા. એમણે આ જાગારમાં જ ૧૨ વર્ષના રાજ્યને પણ દાવમાં લગાવી દીધું. દુર્યોધન કપટ વડે દાવ જીતી ગયો અને યુધિષ્ઠિર વગેરે પાંડવોને ૧૨ વર્ષ માટે રાજ્ય છોડીને અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું.
એટલે તો કહ્યું છે કે “શરત લગાવીને કોઈ કામ કરવું અથવા જાગાર રમવો એ બધાં અનર્થોનું મૂળ છે.” આત્માનું હિત ઈચ્છનાર પુરુષે તેનાથી હંમેશા જ દૂર રહેવું જોઈએ, જુઓ ! મહાબળધારી અને તે જ ભવમાં મોક્ષ જવાવાળા યુધિષ્ઠિરાદિને પણ એના સેવનના ફળરૂપે ઘણી વિપદાઓનો
સામનો કરવો પડયો. રમેશ:- તો પછી એ બાર વર્ષ સુધી કયાં રહ્યા ? અધ્યાપકઃ- કોઈ એક સ્થાન પર થોડા જ રહ્યા, વેશ બદલીને જગા-જગાએ ફરતા
રહ્યા. સુરેશઃ- અમે સાંભળ્યું છે કે ભીમ ખૂબ બળવાન હતો. તેણે મહાબલી કીચકને
ખૂબ માર માર્યો હતો. અધ્યાપક:- હા, આ ઘટના પણ એમના બારવર્ષીય ગુપ્તવાસના સમયમાં જ બની
હતી. જ્યારે તેઓ વિચરતા-વિચરતા વિરાટનગર પહોંચ્યા તો ગુસવેશે જ રાજા વિરાટને ત્યાં જુદી-જુદી કામગીરીઓ પર કામ કરવા લાગ્યા.
૭ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com