________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાપનો ખેલ છે, એમાં આત્માનું હિત નથી. આ આત્મા વ્યર્થ જ પુણ્યના ઉદયમાં હર્ષ અને પાપના ઉદયમાં વિષાદ માને છે. મનુષ્યભવની સાર્થકતા તો સમસ્ત જગતથી મમત્વ હઠાવી આત્મકેન્દ્રિત થવામાં જ છે.
ભગવાનની દિવ્ય-વાણી સાંભળીને પાંચેય પાંડવોએ તે જ સમયે ભગવાન પાસે ભવભ્રમણનો નાશ કરનારી દિગંબરી દીક્ષા ધારણ કરી તથા તેમની માતા કુંતી, દ્રૌપદી, સુભદ્રા વગેરે અનેક રાણીઓએ આર્શિકા
રાજમતી (રાજુલ)ની પાસે આર્જિકાના વ્રતનો સ્વીકાર કર્યો. સુરેશઃ- પછી? અધ્યાપકઃ- પછી શું? પાંચેય પાંડવ-મુનિરાજ આત્મ-સાધનામાં તત્પર બની ઘોર
તપશ્ચરણ કરવા લાગ્યા. એક દિવસે તેઓ શત્રુંજય પર્વત પર ધ્યાન-મગ્ર હતા. તે વખતે ત્યાં દુર્યોધનનો વંશજ યવરોધન આવ્યો અને પાંડવોને ધ્યાનાવસ્થ મુદ્રામાં જોઈ, તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તે વિચારવા લાગ્યો કે આ તે જ દુષ્ટ પાંડવો છે, જેમણે મારા પૂર્વજ દુર્યોધન વગેરે કૌરવોની દુર્દશા કરી હતી. હમણાં તેઓ નિઃસહાય છે, હથિયાર-વિહીન છે, આ સમયે એમનો બદલો લેવો જોઈએ અને એમને એમના કર્યાની મજા ચખાડવી જોઈએ. એમ વિચારીને તે દુષ્ટ લોઢાનાં ઘરેણાં બનાવીને તેને આગમાં તપાવી લાલચોળ કર્યા અને પાંચેય પાંડવોને ધ્યાનાવસ્થામાં પહેરાવીને
કહેવા લાગ્યો, દુષ્ટો ! તમારા કરેલા કામની મજા ચાખો. રમેશ:- અરે! શું કહ્યું! એ દુષ્ટ પાંડવોને સળગાવી દીધા? અધ્યાપકઃ તે મહામુનિ પાંડવોને તો શું સળગાવે, તે પોતે જ વૈષની આગમાં બળી
રહ્યો હતો. તેણે પહેરાવેલાં ગરમ લોઢાનાં આભૂષણોથી પાંડવોની કાયા અવશ્ય બળી રહી હતી, પરંતુ તેઓ પોતે તો જ્ઞાનાનંદ-સ્વભાવી આત્મામાં લીન હતા અને આત્મ-લીનતાની અપુર્વ શીતળતામાં અનંત શાંત હતા તથા ધ્યાનની જ્વાળાથી શુભાશુભ ભાવોને ભસ્મ કરી રહ્યા હતા.
૭૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com