________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરંતુ ભીષ્મ, વિદુર અને ગુરુ દ્રોણાચાર્યો વચ્ચે પડીને સમજૂતી કરાવી હતી. અડધું રાજ્ય કૌરવોને અને અડધું રાજ્ય પાંડવોને અપાવ્યું, પરંતુ એમનું
માનસિક દ્વન્દ્ર પૂરું થયું ન હતું. રમેશ:- ગુરુ દ્રોણાચાર્ય કોણ હતા? અધ્યાપકઃ- શું તમે ગુરુ દ્રોણાચાર્યના સંબંધમાં પણ કાંઈ જાણતા નથી? તેઓ
ભાર્ગવવંશી ધનુર્વિદ્યામાં પ્રવીણ આચાર્ય હતા. તેમણે જ કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવી હતી. એમનો પુત્ર અશ્વત્થામા હતો, જે એમના
જેવો જ ધનુર્વિદ્યામાં પ્રવીણ હતો. સુરેશ - જ્યારે સમજુતી થઈ ગઈ હતી તો પછી લડાઈ કેમ થઈ ? અધ્યાપકઃ- તમને કહ્યું હતું ને કે એમનાં મન સ્વચ્છ થયાં ન હતાં. એક વખતે
જ્યારે પાંડવો પોતાના મહેલમાં સુઈ રહ્યા હતા ત્યારે કૌરવોએ એમના
ઘરમાં આગ લગાવી દેવડાવી. રમેશ – શું આગ લગાવી દેવડાવી? એ તો એમણે ઘણું ખરાબ કામ કર્યું. તો શું
પાંડવો એમાં ખાખ થઈ મરી ગયા? અધ્યાપકઃ- ના ભાઈ, ના. સાંભળો. એમણે ખરાબ કામ તો કર્યું જ. આ પ્રકારની
હિંસાત્મક પ્રવૃત્તિઓથી જ તો દેશ અને સમાજ નાશ પામે છે. પાંડવો તો ભોંયરામાં થઈ બહાર નીકળી ગયા, પરંતુ લોકોએ એમ જાણ્યું કે પાંડવો બળી ખાખ થઈ ગયા. આ હત્યાકાંડથી લોકમાં કૌરવોની ખૂબ નિન્દા થઈ,
પરંતુ તેઓ ખુશ હતા. દુર્જનોની પ્રવૃત્તિ જ હિંસામાં આનંદ માનવાની હોય છે. રમેશ પછી પાંડવો કયાં ચાલ્યા ગયા? અધ્યાપકઃ- કેટલોક સમય તો તેઓ ગુપ્તવાસમાં રહ્યા અને ફરતા ફરતા રાજા
દ્રુપદની રાજધાની માકર્દી પહોંચ્યા. ત્યાં રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનો
સ્વયંવર થઈ રહ્યો હતો. તેમાં ધનુષ્ય ચઢાવનારને જ દ્રૌપદી વરશે એવી ઘોષણા કરવામાં આવી હતી. ઉક્ત સ્વયંવરમાં દુર્યોધનાદિ કૌરવો પણ આવ્યા હતા, પરંતુ તે દેવીપુનીત ધનુષ્યને કોઈ પણ ચઢાવી શક્યું નહીં. છેવટે અર્જુને એને સહજ રમતામાત્રમાં ચઢાવી દીધું અને દ્રૌપદીએ અર્જુનના
૬૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com