Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 68
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાંચ પાંડવો સુરેશઃ- આજે હું તને નહીં છોડું. જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી છોડવાનો નથી. રમેશઃ- કેમ નહીં છોડે? સુરેશઃ- જો પૈસા નહોતા તો શરત શા માટે લગાવી ? રમેશઃ- મેં તો ખાલી એમ જ કહી દીધું. સુરેશઃ- હું કાંઈ ન જાણું, પૈસા કાઢ. ૨મેશઃ- પૈસા તો છે જ નહીં. કયાંથી કાટૂં ? સુરેશઃ- ( ખમીશ પકડીને) તો પછી શરત શું કરવા લગાવી? અધ્યાપકઃ કેમ ભાઈ રમેશ-સુરેશ! કેમ લડી રહ્યા છો? સારા છોકરાઓ આ પ્રમાણે લડતા નથી. આપણે આપણાં બધાં કામ શાંતિથી પતાવવાં જોઈએ, લડી-ઝગડીને નહીં. રમેશઃ- જુઓ સાહેબ ! આ મને નાહક જ હેરાન કરી રહ્યો છે. સુરેશઃ- સાહેબ! એ મારા પૈસા કેમ આપતો નથી ? અધ્યાપકઃ- કેમ ૨મેશ ! તમે એના પૈસા કેમ આપતા નથી? સારાં બાળકો કોઈની પાસેથી ઉધાર લઈને તેને આ પ્રમાણે હેરાન ન કરે. તમારે તો માગ્યા વિના એના પૈસા પાછા આપી દેવા જોઈએ. આ પ્રસંગ જ ન આવવો જોઈએ. ૨મેશઃ- ગુરુજી! મેં એની પાસેથી પૈસા લીધા જ છે કયાં ? અધ્યાપકઃ- લીધા નથી, તો પછી એ માગે છે કેમ ? સુરેશઃ- એણે પૈસા તો લીધા નથી પરંતુ શરત તો લગાવી હતી અને હારી પણ ગયો. હવે પૈસા કેમ ન આપે? અધ્યાપકઃ- હા ! તમે જુગા૨ ૨મો છો? સારા છોકરાએ જુગાર કદીય ન ૨મે. ૬૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83