Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 60
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચાર અભાવ भावैकान्ते पदार्थानामभावानामपहवात् । સર્વાત્મનાદ્યન્તમસ્વરુપમતાવ / ૬ कार्यद्रव्यमनादि स्यात्, प्रागभावस्यनिन्हवे । प्रध्वंसस्य च धर्मस्य , प्रच्यवेऽनन्ततां व्रजेत् ।। १०।। सर्वात्मकं तदेकं स्यादन्यापोहव्यतिक्रमे । अन्यत्र समवाये न व्यपदिश्येत सर्वथा ।। ११।। - આસમીમાંસા : આચાર્ય સમન્તભદ્ર આચાર્ય સમન્તભદ્ર- વસ્તુસ્વરૂપ અનેકાન્તાત્મક છે. જે પ્રમાણે સ્વની અપેક્ષાએ ભાવ (સદ્દભાવ) પદાર્થનું સ્વરૂપ છે, તે જ પ્રમાણે પરની અપેક્ષાએ અભાવ પણ પદાર્થનો ધર્મ છે.' જિજ્ઞાસુ - અભાવ કોને કહે છે? તે કેટલા પ્રકારના હોય છે? આચાર્ય સમન્તભદ્ર - એક પદાર્થનું બીજા પદાર્થમાં અસ્તિત્વ ન હોવું તેને અભાવ કહે છે. અભાવ ચાર પ્રકારના હોય છે – (૧) પ્રાગભાવ (૨) પ્રäસાભાવ (૩) અન્યોન્યાભાવ (૪) અત્યંતભાવ. જિજ્ઞાસુ- કૃપા કરીને ચારે ય પ્રકારના અભાવ સંક્ષેપમાં સમજાવી દો. આચાર્ય સમન્તભદ્ર - પૂર્વ પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ તે પ્રાગભાવ છે. અથવા કાર્ય (પર્યાય) થવા પહેલાં કાર્ય (પર્યાય) નું નહીં થવું તે જ પ્રાગભાવ છે. એ જ પ્રમાણે વર્તમાન પર્યાયનો આગામી પર્યાયમાં અભાવ તે પ્રધ્વસાભાવ છે. જેમકે દહીંની પૂર્વ પર્યાય દૂધ હતી. તેમાં દહીંનો અભાવ હતો, તેથી તે અભાવને પ્રાગભાવ કહેવાય અને છાસ દહીંની આગામી પર્યાય છે, તેમાં પણ વર્તમાન પર્યાય દહીંનો અભાવ છે, તેથી તે १ “भवत्यभावोऽपि च वस्तुधर्मो, भावान्तरं भाववदर्हतस्ते।” - યુકત્યનુશાસનઃ આચાર્ય સમન્તભદ્ર, કારિકા પ૯. ૨ “વાર્યસ્યાત્મનામાત્રા TSમવનું પ્રમાવ:”—અષ્ટસહસ્ત્રીઃ વિધાનન્દિ, પૃષ્ટ ૯૭. ૫૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83