________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમજવાથી એમ જ્ઞાન થઈ જાય છે કે વર્તમાનમાં ગમે તેવી દીન-હીન દશા હોય પણ ભવિષ્યમાં ઉત્તમમાં ઉત્તમ દશા પ્રગટ થઈ શકે છે, કેમ કે વર્તમાન પર્યાયનો આગામી પર્યાયોમાં અભાવ છે, તેથી વર્તમાન પામરતા દેખીને ભવિષ્ય સંબંધી નિરાશ ન થતાં સ્વસન્મુખ થવાનો પુરુષાર્થ પ્રગટ કરવાનો ઉત્સાહ જાગૃત થાય છે.
k
જિજ્ઞાસુઃ- અન્યોન્યાભાવ અને અત્યંતાભાવ સમજવાથી શું લાભ છે? આચાર્ય સમન્તભદ્રઃ- એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-હર્તા નથી કેમ કે તેમનામાં પરસ્પર અત્યંતાભાવ છે. એમ સમજવાથી “ બીજો મારું બૂરું કરી દેશે ” એવો અનંત ભય નીકળી જાય છે અને “બીજા મારું ભલું કરી દેશે ” એવી પરાધીનતાની વૃત્તિ નીકળી જાય છે. એ જ પ્રમાણે અન્યોન્યાભાવ જાણવાથી પણ સ્વાધીનતાનો ભાવ જાગૃત થાય છે, કેમ કે જ્યારે એક પુદ્દગલની પર્યાય બીજા પુદ્દગલની પર્યાયથી પૂર્ણ ભિન્ન અને સ્વતંત્ર છે તો પછી આ આત્માથી તો ભિન્ન છે જ.
આ પ્રમાણે ચારેય અભાવોને સમજવાથી સ્વાધીનતાનો ભાવ જાગૃત થાય છે, પરની આશા સબંધી ઈચ્છા નષ્ટ થઈ જાય છે, ભયનો ભાવ નીકળી જાય છે, ભૂતકાળ અને વર્તમાનનાં નબળાઈ અને વિકાર દેખીને ઉત્પન્ન થવાવાળી દીનતા સમાપ્ત થઈ જાય છે અને સ્વસન્મુખ થવાનો પુરુષાર્થ જાગૃત થાય છે.
આશા છે કે આ જાણવાથી શું લાભ છે તે તમારી સમજમાં આવી ગયું
હશે.
જિજ્ઞાસુઃ- આવી ગયું! ઘણી સારી રીતે સમજમાં આવી ગયું!!
આચાર્ય સમન્તભદ્રઃ- આવી ગયું, તો બતાવો કે “શ૨ી૨ જાડું-તાજું હોય તો અવાજ પણ બુલંદ હોય છે” એમ માનનાર શું ભૂલ કરે છે? જિજ્ઞાસુઃ- તે અન્યોન્યાભાવનું સ્વરૂપ જાણતો નથી, કેમ કે શરીરનું જાડું-તા થવું-એ આહાર વર્ગણારૂપ પુદ્દગલનું કાર્ય છે અને અવાજનું બુલંદ થવું-એ
દર Please inform us of any errors on rajesh@AtmaDharma.com