________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫. ઔપથમિક ભાવ વિના કોઈ ધર્મની શરૂઆત વાળો જીવ નથી. જિજ્ઞાસુ- કયો ભાવ કેટલો કાળ રહે છે? પ્રવચનકાર:– સાંભળો ! હું દરેકનો કાળ બતાવું છું
૧. ઔપથમિક ભાવ સાદિ-સાંત હોય છે, કેમ કે એનો કાળ જ અન્તર્મુહૂર્ત માત્ર છે.
૨. ક્ષાયિક ભાવ સાદિ-અનન્ત છે અને સંસારમાં રહેવાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરથી કાંઈક અધિક કાળ કહ્યો છે.
૩. ક્ષાયોપથમિક ભાવઅનાદિ-સાંતઃ– જ્ઞાન, દર્શન, વીર્યની અપેક્ષાએ. સાદિ-સાત - ધર્મની પ્રગટ પર્યાય અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૬૬ સાગરથી કાંઈક
અધિક કાળ. ૪. ઔદયિક ભાવઅનાદિ–સાંત:- ભવ્ય જીવોની અપેક્ષાએ. અનાદિ-અનંત - અભવ્ય જીવો તથા દૂરાસ્તૂરભવ્ય જીવોની અપેક્ષાએ.
૫. પારિણામિક ભાવ--- અનાદિ-અનંત. જિજ્ઞાસુ - આ તો સમજમાં આવી ગયું. હવે કૃપા કરીને એ બતાવો કે આ
ભાવોમાંથી ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગ કરવા યોગ્ય
૧. પરિણામિક ભાવ સિવાયના બધા જ ભાવો પર્યાયરૂપે હોવાથી સાદિ–સાંત જ
હોય છે, પરંતુ પર્યાયોના પ્રવાહરૂપ કમની એકરૂપતાને લક્ષમાં રાખીને અહીં
ક્ષાયિક ભાવને સાદિ-અનંત કહ્યો છે. ૨. જો કે ઔદયિક ભાવ પ્રવાહરૂપથી અનાદિનો છે અને ધર્મી જીવને તેનો અંત
પણ આવી જાય છે એ અપેક્ષાએ અનાદિ–સાંત કહ્યો છે, તેમ છતાં તેનો પ્રવાહુ કોઈ જીવને એકરૂપ રહેતો નથી તે કારણ ઔદયિક ભાવને સાદિ–સાંત
પણ કહેવામાં આવે છે. ૩. અભવ્ય જેવા ભવ્યોને દૂરાન્યૂરભવ્ય કહે છે.
૫૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com