________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચ ભાવો પ્રવચનકાર:- આ “તત્ત્વાર્થસૂત્ર” બીજાં નામ “મોક્ષશાસ્ત્ર” નામનું મહાશાસ્ત્ર છે.
એનો બીજો અધ્યાય ચાલે છે. અહીં જીવના અસાધારણ ભાવોનું પ્રકરણ ચાલી રહ્યું છે. આત્માનું હિત ઈચ્છનારાઓએ આત્મ-ભાવોની ઓળખ બરાબર કરવી જોઈએ, કેમ કે આત્માને ઓળખ્યા વિના અનાત્માને પણ ઓળખી શકાય નહીં. અને જે આત્મા-અનાત્મા બંનેને જાણતો નથી તેનું હિત થવું કેવી રીતે સંભવિત છે?
જીવના અસાધારણ ભાવો કેટલા અને કયા કયા છે, એ પ્રશ્નનું સમાધાન કરતાં આચાર્ય ઉમાસ્વામી લખે છે
“औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकપરિણાનિ ચાલે
ઔપથમિક, ક્ષાયિક, મિશ્ર (ક્ષાયોપથમિક), ઔદયિક અને પારિણામિક એ જીવના પાંચ અસાધારણ ભાવ અથવા નિજતત્ત્વ છે. જીવ સિવાય કોઈ અન્ય દ્રવ્યમાં તે હોતા નથી.
આ ભાવોનું વિશેષ વિશ્લેષણ આચાર્ય અમૃતચંદ્ર “પંચાસ્તિકાય સંગ્રહ” ની પ૬ મી ગાથાની ટીકામાં આ પ્રમાણે કર્યું છે
કર્મોનો ફળદાનસામર્થ્યરૂપ ઉદ્ભવ તે “ઉદય” છે, અનુભવ તે “ઉપશમ ” છે, ઉદ્દભવ તથા અનુભવ તે “ક્ષયોપશમ” છે, અત્યંત વિશ્લેષ (વિયોગ) તે “ક્ષય” છે. દ્રવ્યનો આત્મલાભ (અસ્તિત્વ) જેનો હેતુ છે તે “પરિણામ' છે.” ત્યાં ઉદયથી યુક્ત તે “ઔદયિક' છે, ઉપશમથી યુક્ત તે “ઔપશમિક' છે, ક્ષયોપશમથી યુક્ત તે “ક્ષાયોપથમિક' છે,
૧. તત્ત્વાર્થસૂત્ર, અ. ૨ સૂત્ર ૧.
४७
Please inform us of any errors on rajesh@AtmaDharma.com