________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સુખમય જ છે, સુખ જ છે. જે સ્વયં સુખસ્વરૂપ છે તેને શું પામવું? સુખ પામવાની નહીં, ભોગવવાની વસ્તુ છે, અનુભવ કરવાની ચીજ છે. સુખ માટે તડપવું શું? સુખમાં તડપન નથી, તડપનમાં સુખનો અભાવ છે. તડપન પોતે જ દુઃખ છે, તડપનનો અભાવ જ સુખ છે. એ જ પ્રમાણે સુખની ઈચ્છા શું કરવી? ઈચ્છા સ્વયં દુઃખરૂપ છે, ઈચ્છાનો અભાવ જ સુખ છે.
66
“હું કોણ છું?”, “ આત્મા શું છે? તે કેમ પ્રાપ્ત થાય ?” “સુખ શું છે?”, સુખ ક્યાં છે? તે કેમ પ્રાપ્ત થાય?” આ બધા પ્રશ્નોનો એક જ ઉત્તર છે, એક જ સમાધાન છે અને તે છે આત્માનુભૂતિ. તે આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રથમ ઉપાય તત્ત્વવિચાર છે, પણ ધ્યાન રાખો કે તે આત્માનુભૂતિ પોતાની પ્રાથમિક ભૂમિકા જે તત્ત્વવિચાર તેનો પણ અભાવ કરીને ઉત્પન્ન થાય છે. તે આત્માનુભૂતિ કેમ ઉત્પન્ન થાય-એ એક જુદો વિષય છે, તેથી તે સંબંધી જુદું જ વિવેચન કરવું અપેક્ષિત છે.
પ્રશ્ન :
૧. સુખ કોને કહે છે અને તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે?
k
૨. “શું સુખ-દુઃખ કલ્પનામાં છે, વાસ્તવિક નથી ?” આ કથન ૫૨ તર્કસંગત વિચારો પ્રગટ કરો.
૩. “ સુખ શું છે? ” આ વિષય ઉપર એક નિબંધ પોતાની ભાષામાં લખો.
૪૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com