________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહીં છે. આમ તો સાધારણ શ્રાવકને પણ રાત્રિભોજનનો ત્યાગ તો હોય છે. પણ આ પ્રતિમામાં કૃત, કારિત, અનુમોદનાપૂર્વક સર્વ પ્રકારના આહારોનો (રાત્રિમાં ) ત્યાગ થઈ જાય છે.
૭. બ્રહ્મચર્ય પ્રતિમા જો નવ વાડિ સહિત વિધિ સાધે, નિશદિન બ્રહ્મચર્ય આરાધે..
સો સયમ પ્રતિમા ધર જ્ઞાતા, શીલ શિરોમણિ જગત વિખ્યાતા ના * સાતમી પ્રતિમાધારી શ્રાવકને સ્વરૂપાનંદમાં વિશેષ લીનતા (શુદ્ધ પરિણતિ) વધી ગઈ હોવાથી આસક્તિભાવ પણ વિશેષ ઘટી જાય છે, તેથી હંમેશા દિન-રાત પૂર્ણ રૂપથી નવ વાડ સહિત બ્રહ્મચર્ય વ્રત પાળે છે તથા ઉપરોક્ત પ્રકારના (કુશીલના) ભાવો ન થાય તેની પ્રતિજ્ઞા લે છે. તેથી તેની પ્રવૃત્તિ પણ તેને અનૂકુળ જ હોય છે. આવા શ્રાવકને શીલ-શિરોમણિ કહેવામાં આવે છે.
૮. આરંભત્યાગ પ્રતિમા જો વિવેક વિધિ આદરે, કરે ન પાપારંભ
સો અષ્ટમ પ્રતિમા બની, કુગતિ વિજય રણથંભા આઠમી પ્રતિમાધારી શ્રાવકની યથોચિત શુદ્ધિ નિશ્ચય પ્રતિમા છે. સંસાર, દેહ અને ભોગો પ્રતિ ઉદાસીનતાને લીધે રાગ અલ્પ થઈ જવાથી વિકલ્પો પણ મર્યાદિત થઈ જાય છે. તેથી થતો બાહ્ય આરંભનો ત્યાગ તે વ્યવહાર પ્રતિમા છે. આઠમી પ્રતિમાધારી શ્રાવક સ્વરૂપસ્થિરતારૂપ ધર્માચરણમાં વિશેષ સાવધાની રાખે છે. તેથી તે અસિ, મસિ, કૃષિ, વાણિજ્ય આદિ પાપારંભ સંબંધી વિકલ્પોને તજી દેતાં બધા જ પ્રકારના વેપારનો ત્યાગ કરી દે છે.
૧. રત્નકરણ્ડક શ્રાવકાચાર : આ. સમન્તભદ્ર, શ્લોક ૧૪૨. ૨. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર, છંદ ૬૬. ૩. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર, છંદ ૬૮.
૩૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com