Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માત્ર અંતર્મુહૂર્ત એકાંતમાં બેસીને પાઠ બોલી જવો વગેરેથી સામાયિક થતી નથી. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાયકસ્વભાવની રુચિ અને લીનતાપૂર્વક સામ્યભાવ નો અભ્યાસ કરવો એ જ સાચી સામાયિક છે. ૪. પ્રોષધોપવાસ પ્રતિમા પ્રથમહિં સામાયિક દશા, ચાર પહર લોં હોય | અથવા આઠ પહર રહે, પ્રોષધ પ્રતિમા સોયાા' જ્યારે સામાયિકની દશા ઓછામાં ઓછા ચાર પહોર સુધી એટલે કે બાર કલાક સુધી તથા વિશેષ કરીને આઠ પહોર એટલે કે ચોવીસ કલાક સુધી રહે, તેને પ્રોષધ પ્રતિમા કહે છે. પ્રોપધ પ્રતિમાધારી શ્રાવક જ્ઞાયકભાવમાં શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક પહેલા કરતા લીનતા વધી જવાથી ઓછામાં ઓછા માસમાં ચાર વખત દરેક આઠમ અને ચૌદશને દિવસે આહાર આદિ સર્વ સાવધયોગનો ત્યાગ કરે છે, તેને સંસાર, શરીર અને ભોગો પ્રતિ આસક્તિ ઘટી જાય છે, તેથી આહાર વગેરેનો ત્યાગ કરીને ઉપવાસની પ્રતિજ્ઞા લે છે. આ પ્રોષધપ્રતિમાધારી શ્રાવક છે. માસમાં ચાર વખત ઉપવાસ કરી લેવા માત્રથી જ ચોથી પ્રતિમધારી શ્રાવક બની જતો નથી તથા કેવળ ભોજન ન કરવું તેનું નામ ઉપવાસ નથી. कषायविषयाहारत्यागो यत्र विधीयते ।। उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः।। જ્યાં કષાય, વિષય, આહાર ત્રણેનો ત્યાગ હોય તે ઉપવાસ છે, બાકી બધું લાંધણ છે. * ૫. સચિરત્યાગ પ્રતિમા જો સચિત્ત ભોજન તજૈ, પીજૈ પ્રાસુક નીરા સો સચિત્ત ત્યાગી પુરુષ, પંચ પ્રતિજ્ઞાગીરા પાંચમી પ્રતિમાધારી સાધકની આત્મલીનતા ચોથી પ્રતિમાથી પણ વધારે હોય ૧. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર છંદ ૬૩. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક : પંડિત ટોડરમલ, પૃષ્ઠ ૨૩૪ (ગુ.) ૩. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર; છંદ ૬૪. ૩૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83