________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉદુમ્બર ળો ખાવાનો રાગ ઉત્પન્ન ન થવો અર્થાત્ આ વસ્તુઓનો ત્યાગ ક૨વો- એ આઠ મૂલગુણોનું ધારવું છે. જુગા૨ ૨મવો, માંસ ખાવું, દારૂ પીવો, વેશ્યાગમન કરવું, શિકાર કરવો, ચોરી કરવી અને ૫૨સ્ત્રીસેવન કરવું- એ સાત વ્યસન છે. એનો ત્યાગ કરવો એ જ સાત વ્યસનોનો ત્યાગ છે. નિરતિચાર સમ્યગ્દર્શનનું હોવું એ જ દર્શનગુણની નિર્મળતા છે. સમ્યગ્દર્શનપૂર્વક ભૂમિકાને યોગ્ય શુદ્ધ પરિણતિ એ નિશ્ચય દર્શન પ્રતિમા છે, તથા તેની સાથે સહજ (હઠ વિના) રહેતો જે કષાયમંદતારૂપ ભાવ અને બાહ્યાચાર તે વ્યવહાર દર્શન પ્રતિમા છે.
આચાર્ય સમન્તભદ્રના અભિપ્રાય મુજબ દર્શન પ્રતિમામાં પાંચ અણુવ્રત પણ આવી જાય છે. આ વાતને પંડિત જયચંદજી છાવડાએ આ પ્રમાણે સ્પષ્ટ કરી છે.-
“ કોઈ ગ્રંથમાં એમ કહ્યું છે કે પાંચ અણુવ્રત પાળવાં અને મઘ, માંસ, મધુએનો ત્યાગ કરવો, એમ આઠ મૂલગુણ છે. તો આમાં કાંઈ વિરોધ નથી, વિવક્ષાભેદ છે. પાંચ ઉદુમ્બર ફળ અને ત્રણ મકાનો ત્યાગ કહેવાથી જે જે વસ્તુઓમાં સાક્ષાત્ ત્રસ જીવો જોવામાં આવે તે બધી જ વસ્તુઓનું ભક્ષણ નહીં કરવું, દેવાદિક નિમિત્તે તથા ઔષધાદિક નિમિત્તે વગેરે કારણથી જોવામાં આવે તે ત્રસ જીવોનો ઘાત નહીં કરવો, એમ આશય છે. તેથી આમાં તો અહિંસાણુવ્રત આવી ગયું. અને સાત વ્યસનોનાં ત્યાગમાં જુઠ, ચોરી અને પરસ્ત્રીનો ત્યાગ આવી ગયો. વળી અન્ય વ્યસનોના ત્યાગમાં અન્યાય, પરધન અને પરસ્ત્રીનું ગ્રહણ નહીં, તેથી એમાં અતિ લોભનો ત્યાગ થતાં પરિગ્રહનું પરિમાણ થવું આવી ગયું. આ પ્રમાણે પાંચ અણુવ્રત નો સમાવેશ થાય છે. તેના અતિચાર ટળે નહીં તેથી અણુવ્રતી નામ પામે નહીં. આ પ્રમાણે દર્શન પ્રતિમાનો ધારક પણ અણુવ્રતી છે, તેથી દેશવ્રતી શ્રાવકના સંયમાચરણ ચારિત્રમાં તેને પણ ગણ્યાં છે.
113
૧. વડળ, પીપળફળ, ઊમર, પાકરફળ, કમર (ગૂલ૨).
૨. રત્નકરણ્ડ શ્રાવકાચાર : આ. સમન્તભદ્ર, શ્લોક ૬૬.
૩. અષ્ટપાહુડ ટીકા : પં. જયચંદજી, ચારિત્રપાહુડ, ગાથા ૨૩.
૩૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com