Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 33
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પણ વિદ્યમાન રહે છે અને તદનુકૂળ બાહ્ય ક્રિયાઓ પણ હોય છે તેને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. આ પ્રમાણે સાધક જીવ પોતાની ભૂમિકા સમજીને પોતાની અંદર ઉત્પન્ન થતા રાગ અથવા વિકલ્પોને ઓળખીને ચરણાનુયોગના કથનને અનુસરી (અવિરોધપણે) પોતાની સ્વરૂપસ્થિરતાનું માપ કાઢે છે. અમુક ભૂમિકામાં ( પ્રતિમામાં ) જે વિકલ્પોનો (રાગ ભાવોનો) સભાવ સંભવે છે તે પ્રકારના રાગનો સદભાવ દેખીને વિચલિત (આશંકિત) થતો નથી, પરંતુ તેનો અભાવ કરવા માટે સ્વરૂપસ્થિરતા વધારવાનો પુરુષાર્થ કરતો રહે છે. સાથે જ ચરણાનુયોગમાં દર્શાવ્યા મુજબ તે ભૂમિકામાં દોષ ઉત્પન્ન કરવાવાળો જે રાગાંશ અંતરમાં ઉત્પન્ન થાય છે તેને પણ જાણી લે છે કે અંતરંગ સ્થિરતામાં શિથિલતા આવી જવાથી આ પ્રકારનો રાગ ઉત્પન્ન થયો છે. આ શિથિલતાજન્ય વિકલ્પ જ તે વ્રતોના અતિચાર છે. તે પોતામાં સ્વરૂપસ્થિરતા વધારીને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. કોઈ મિથ્યાદષ્ટિ જીવને સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા ન હોય અને માત્ર કષાયની મંદતા તથા તેને અનુકૂળ એવી બાહ્ય ક્રિયાઓ (હઠપૂર્વક) હોય એ તો સંભવિત છે; પરંતુ એ સંભવિત નથી કે સાધક જીવને સ્વરૂપાનંદની અનૂભુતિ તે-તે પ્રતિમાને યોગ્ય થઈ હોય અને તેને તે-તે પ્રતિમામાં નિષિદ્ધ વિકલ્પો અંતરમાં ઊઠતા રહે તથા નિષેધ કરેલી બાહ્ય ક્રિયાઓ બનતી રહે. નિશ્ચય અને વ્યવહારની આ જ સંધિ છે. હવે દરેક પ્રતિમાનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવે છે. ૧. દર્શન પ્રતિમા આઠ મૂલગુણ સંગ્રહે, કુવ્યસન કિયા ન હોય! દર્શનગુણ નિર્મલ કરે, દર્શન પ્રતિમા સોયા અંતર્મુખ શુદ્ધપરિણતિપૂર્વક કષાયમંદતા વડે આઠ મૂળગુણોનું ધારવું અને સાત વ્યસનોના ત્યાગરૂપ ભાવોનું સહજ (હઠ વિના) પ્રગટ થવું- એ જ દર્શન પ્રતિમા છે. મધ, માંસ, મધુ અને પાંચ ૧. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર, છંદ ૫૯ ૩૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83