Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 31
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક અને તેની અગિયાર પ્રતિમાઓ. આચાર્ય ઉમાસ્વામી નું સૂત્ર છે કે- “સભ્યતનજ્ઞાનવારિત્રાળિમોક્ષમા.”—સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ ત્રણેય ની એકતા જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત જીવની શ્રદ્ધા( પ્રતીતિ ) તો સમ્યક્ થઈ ગઈ, તદનુસાર જ્ઞાન પણ સમ્યક થઈ ગયું તથા સ્વરૂપમાં આંશિક સ્થિરતા પ્રગટ થઈ જવાથી મોક્ષમાર્ગનો પ્રારંભ પણ થઈ ગયો; પરંતુ માત્ર એટલી જ સ્વરૂપસ્થિરતા ચારિત્ર નામને પ્રાપ્ત થતી નથી. આ કારણથી તે જીવને ચોથા ગુણસ્થાનવર્તી અવ્રતી શ્રાવક કહેવામાં આવે છે. - ઉપરોક્ત ચોથા ગુણસ્થાનવર્તી શ્રાવક વિશેષ પુરુષાર્થપૂર્વક સ્વરૂપસ્થિરતા (લીનતા) વધારી ને પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ સ્વરૂપસ્થિરતા જ દેશચારિત્ર છે અને તે જ પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક છે. આ પ્રમાણે જે સ્વરૂપસ્થિરતા (વીતરાગતા) ની વૃદ્ધિ થાય છે અને રાગાંશ ઘટે છે તેને નિશ્ચય પ્રતિમા (નિશ્ચય દેશચારિત્ર) કહે છે. આ યથોચિત સ્વરૂપસ્થિરતારૂપ નિશ્ચય પ્રતિમાની સાથે જે કષાયની મંદતારૂપ ભાવ રહે છે તે વ્યવહાર પ્રતિમા અથવા વ્યવહાર દેશચારિત્ર છે. તેની સાથે જ તેને અનુકૂળ જે બાહ્ય પ્રવૃત્તિ હોય છે તે યથાર્થપણે તો વ્યવહારપ્રતિમા પણ નથી પરંતુ ઉપરોક્ત કષાયમંદતાની સાથે તેને અનુકૂળ જ બાહ્ય પ્રવૃત્તિ હોય છે, તેથી તેને પણ વ્યવહારથી પ્રતિમા કહેવામાં આવે છે. નિજ ત્રિકાલ જ્ઞાયકસ્વભાવનો અનુભવ અને તેમાં લીનતા વિના એકલી કષાયોની મંદતા અને તેને અનુકૂળ બાહ્ય કિયા- એ પ્રતિમા નથી. તેથી જેને પાંચમું ગુણસ્થાન ન હોય તેને સાચી પ્રતિમા હોતી નથી. સમ્યગ્દર્શનપૂર્વક આત્માના જ્ઞાયકસ્વરૂપમાં પાંચમા ગુણસ્થાનને યોગ્ય જે સ્થિરતા થાય તે જ સાચું દેશચારિત્ર છે અને તે જ નિશ્ચયથી પ્રતિમા છે અને તે આત્માનુભવ વિના સંભવિત નથી. અવિરત સમ્યગ્દષ્ટિ (ચોથા ગુણસ્થાનવર્તી) શ્રાવકનું સ્વરૂપ પં. બનારસીદાસે આ પ્રમાણે લખ્યું છે – સત્ય પ્રતીતિ અવસ્થા જાકી, દિન-દિન રીત હૈ સમતા કી છિન-છિન કરે સત્યકો સાકી, સમકિત નામ કહાવે તાકીના ૧. નાટક સમયસાર : બનારસીદાસ, ચતુર્દશ ગુણસ્થાન અધિકાર, છંદ ૨૭. ૨૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83