________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવી વિષમ પરિસ્થિતિમાં પણ તેમની ધીરજ ભાંગી નહીં, કારણ કે તેઓશ્રી આત્માનુભવી પુરુષ હતા.
કવિવર પંડિત બનારસીદાસ એક એવી આધ્યાત્મિક કાન્તિના જન્મદાતા હતા. જે તેરાપંથના નામથી ઓળખવામાં આવે છે અને જેણે જિનમાર્ગ ઉપર છવાયેલ ભટ્ટારકવાદને મૂળથી ઉખાડી ફેકી દીધો હતો તથા જે આગળ જતાં આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીનો સંસ્પર્શ પામીને આખાય ઉત્તર ભારતમાં ફેલાઈ ગઈ હતી.
કાવ્યપ્રતિભા તો તેમને જન્મથી જ વરેલી હતી. ૧૪ વર્ષની ઉમરે તેઓ ઉચ્ચ કોટિની કવિતા કરવા લાગ્યા હતા, પરંતુ શરૂવાતના જીવનમાં શૃંગારમય કવિતાઓ રચવામાં મગ્ન રહ્યા. તેમની સૌ પ્રથમ કૃતિ “નવ રસ” ૧૪ વર્ષની ઉમરે તૈયાર થઈ ગઈ હતી. તેમાં મહદ્ અંશે શૃંગાર રસનું જ વર્ણન હતું. તે શૃંગાર રસની એક શ્રેષ્ઠ રચના હતી અને વિવેક જાગૃત થતાં કવિએ તેને ગોમતી નદીમાં પધરાવી દીધી હતી.
તે પછી તેમનું જીવન અધ્યાત્મમય થઈ ગયું. તે પછીની રચેલી ચાર કૃતિઓ- નાટક સમયસાર, બનારસી વિલાસ, નામમાલા અને અર્ધકથાનકઉપલબ્ધ છે.
“અર્ધકથાનક” એ હિન્દી ભાષામાં સર્વ પ્રથમ આત્મકથા છે અને તે સ્વયં એક પ્રૌઢતમ રચના છે. એમાં કવિનું ૫૫ વર્ષનું જીવન જાણે દર્પણના રૂપમાં આલેખાયેલું છે. વિવિધતાઓથી ભરેલા તેમના જીવનનો વિશેષ પરિચય મેળવવા આ રચના અવશ્ય વાંચવી જોઈએ.
“બનારસી વિલાસ” એ કવિની અનેક કૃતિઓનો સંગ્રહ-ગ્રંથ છે, અને “ નામમાલા” એ કોષ-કાવ્ય છે.
“નાટક સમયસાર” એ અમૃતચંદ્રાચાર્યના કળશાનો એક પ્રકારે પદ્યાનુવાદ છે, પરંતુ કવિની મૌલિક સૂઝ-સમજને લીધે તેના અધ્યયનમાં સ્વતંત્ર કૃતિના જેવો જ આનંદ આવે છે. આ ગ્રંથરાજ અધ્યાત્મરસથી છલોછલ ભરપૂર છે. આ પાઠ આ જ નાટક સમયસારના ચૌદ ગુણસ્થાન અધિકારનો આધાર લઈને લખવામાં આવ્યો છે. વિશેષ અધ્યયન માટે મૂળ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ.
કવિશ્રી પોતાની આત્મ-સાધના અને કાવ્ય- સાધના- બન્નેમાં અજોડ છે.
૨૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com