Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હોઈ જ શક્તો નથી કેમ કે બધા જીવોને ઉપયોગ (ચેતના) સ્પષ્ટ જોવામાં આવે છે. આ જ પ્રમાણે પ્રત્યેક લક્ષણ ઉપર ઘટાવી લેવું જોઈએ અને નવીન લક્ષણનિશ્ચિત કરતી વેળા આ વાતોનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. શ્રોતા:-- એક-બે બીજાં ઉદાહરણો આપીને સમજાવો ને ? પ્રવચનકાર:-- ના, સમય પૂરો થઈ ગયો છે. મેં એક ઉદાહરણ અંત-રંગ એટલે કે આત્માનું અને એક ઉદાહરણ બાહ્ય એટલે કે ગાય, પશુ વગેરેનું આપીને સમજાવ્યું છે. હવે તમારે પોતે અન્ય ઉપર ઘટિત કરી લેવું. જો સમજમાં ન આવે તો પરસ્પર ચર્ચા કરવી. તેમ છતાં જો સમજમાં ન આવે તો કાલે ફરીથી વિસ્તારથી અનેક ઉદાહરણો આપી હું સમજાવીશ. પ્રશ્ન: ધ્યાન રાખો કે સમજવાથી સમજ આવે છે, સમજાવવાથી નહીં, તેથી સમજવા માટે સ્વયં પ્રયત્નશીલ અને ચિંતનશીલ બનવું જોઈએ. ૧. લક્ષણ કોને કહે છે ? ૨. લક્ષણાભાસોમાં કેટલા પ્રકારના દોષ હોય છે ? નામ સાથે લખો. ૩. નીચેનામાં પરસ્પર તફાવત બતાવોઃ (ક) આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ. (ખ ) અવ્યાપ્તિ દોષ અને અતિઘ્યાતિ દોષ. ૪. નીચે જણાવેલાં વિધાનોની કસોટી કરોઃ (ક) (ખ ) જે અમૂર્તિક હોય તેને જીવ કહે છે. ગાયને પશુ કહે છે. પશુને ગાય કહે છે. (ગ ) (૫ ) જે ખાટું હોય તેને લીબું કહે છે. (ચ ) જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય તેને પુદ્દગલ કહે છે. ૫. અભિનવ ધર્મભૂષણ યતિનાં વ્યક્તિત્વ અને કર્તુત્વ સંબંધી પરિચય આપો. ૨૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83