Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તેથી આમાં પણ અવ્યાતિ દોષ છે. પ્રવચનકાર:-- તમે બરાબર કહ્યું. હવે કોઈ અન્ય શ્રોતા જવાબ આપે. - “ જે અમૂર્તિક હોય તેને જીવ કહે છે,” શું આ બરાબર છે ? શ્રોતા:-- હા, કેમ કે બધા જ જીવ અમૂર્તિક છે, તેથી એમાં અવ્યાતિ દોષ નથી. પ્રવચનકાર:-- આ લક્ષણ પણ સાચું નથી. જો કે તેમાં અવ્યામિ દોષ નથી, પણ અતિવ્યાતિ દોષ છે, કેમ કે જીવો સિવાયનાં આકાશ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને કાલ દ્રવ્ય પણ અમૂર્તિક છે. આ લક્ષણમાં “જીવ” લક્ષ્ય છે અને જીવ સિવાયના અન્ય દ્રવ્યો એટલે કે અજીવ દ્રવ્યો ” અલક્ષ્ય છે. જો કે બધા જીવો અમૂર્તિક છે, પણ જીવ સિવાયનાં આકાશાદિ દ્રવ્યો પણ અમૂર્તિક તો છે, મૂર્તિક તો એકમાત્ર પુગલ દ્રવ્ય જ છે. તેથી આ લક્ષણ લક્ષ્યમાં અને સાથે અલક્ષ્યમાં પણ વ્યાપ્ત હોવાથી અવ્યામિ દોષયુક્ત છે. જો “જે અમૂર્તિક તે જીવ” એમ માનવામાં આવે તો આકાશાદિ બીજાં ચાર દ્રવ્યોને પણ જીવ માનવાં પડે. શંકાકાર:- જો આત્માનું લક્ષણ વર્ણ-ગંધરસ-સ્પર્શવાન માનવામાં આવે તો ? પ્રવચનકાર:-- આ વાત તમે ખૂબ મજાની કહી ! શું ઊંઘતા હતાં, ભાઈ ? આ તો અસંભવ વાત છે. આત્મામાં વર્ણાદિકનું હોવું સંભવિત જ નથી, તેથી આમાં તો અસંભવ નામનો દોષ આવે છે. આવા જ દોષને અસંભવ દોષ કહેવામાં આવે છે. શંકાકાર- આ લક્ષણો તો આપે દોષયુક્ત બતાવ્યાં, તો હવે આપ બતાવીને કે જીવનું સાચું લક્ષણ શું હોય? પ્રવચનકાર - જીવનું સાચું લક્ષણ ચેતના અર્થાત્ ઉપયોગ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે- “ઉપયોગ નક્ષણ”. આમાં નથી આવ્યામિ દોષ, કેમ કે ચેતના (ઉપયોગ) બધા જ જીવોમાં હોય છે; અને નથી અતિવ્યાતિ દોષ, કેમ કે ઉપયોગ જીવ સિવાય કોઈપણ દ્રવ્યમાં હોતો નથી. વળી અસંભવ દોષ તો ૨૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83