________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૪
પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકની અગિયાર પ્રતિમાઓ
કવિવર પં. બનારસીદાસ
(વ્યક્તિત્વ અને કર્તુત્વ ) અધ્યાત્મ અને કાવ્ય બન્ને ક્ષેત્રોમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠા પ્રાસ પંડિત બનારસીદાસ સત્તરમી શતાબ્દીના રસસિદ્ધ કવિ અને આત્માનુભવી વિદ્વાન હતા.
તેમનો જન્મ શ્રીમાલ વંશમાં જૌનપુર નિવાસી લાલા ખરગસેનને ત્યાં સં. ૧૬૪૩ માં માહ સુદી અગિયારસને રવિવારના દિવસે થયો હતો. તે વખતે તેમનું નામ વિક્રમજીત રાખવામાં આવ્યું હતું. પરંતુ બનારસની જાત્રા વખતે પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસીના નામ પરથી તેમનું નામ બનારસીદાસ રાખવામાં આવ્યું. બનારસીદાસને એક ભાઈ ન હતા પરંતુ બેનો બે હતી.”
તેમણે પોતાના જીવનમાં ઘણી જ ચઢતી-પડતી જોઈ હતી. આર્થિક મુસીબતોનો સામનો પણ તેમને ઘણીવાર કરવો પડ્યો હતો, તથા તેમનું કૌટુંબિક જીવન પણ કાંઈ સારું રહ્યું ન હતું. તેમના ત્રણ વાર લગ્ન થયાં, ૯ સંતાનો થયાં - ૭ પુત્ર અને ૨ પુત્રીઓ. પરંતુ એક પણ સંતાન જીવિત ન રહ્યું. તેમણે “અર્ધકથાનક” માં પોતે લખ્યું છે
કહી પચાવન બરસ લે, બનારસિ કી બાત, તીનિ બિવાહ ભારજા, સુતા દોઈ સુત સાત, ન બાલક હુએ મુએ, રહે નારિ-નર દોઈ,
જ્યો તરુવર પતઝાર હૈ, રહે હૂંઠ સે હોઈ. ૧. અર્ધકથાનક : હિન્દી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ, પૃષ્ઠ ૧૧. ૨. એ જ, પૃષ્ઠ ૩ર. ૩. એ જ, પૃષ્ઠ ૭૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com