________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯. પરિગ્રહત્યાગ પ્રતિમા જો દશધા પરિગ્રહકો ત્યાગી, સુખ સંતોષ સહિત વૈરાગી
સમરસ સંચિત કિંચિત ગ્રાહી, સો શ્રાવક ની પ્રતિમાવાહી નવમી પ્રતિમાધારી શ્રાવકની શુદ્ધિ એથીય વિશેષ વધી જાય છે, તે નિશ્ચય પરિગ્રહત્યાગ પ્રતિમા છે. એની સાથે જ કષાય મંદ થઈ જવાથી અતિ આવશ્યક એવી સીમિત વસ્તુઓ રાખીને બાકી બધા જ (દશ) પ્રકારનો પરિગ્રહત્યાગ કરવાનો શુભભાવ અને બાહ્ય પરિગ્રહત્યાગ તેને વ્યવહાર પરિગ્રહત્યાગ પ્રતિમા કહે છે. આ પ્રતિમધારી શ્રાવકનું જીવન વૈરાગ્યમય, સંતોષી અને સામ્યભાવધારી બની જાય છે.
૧૦. અનુમતિત્યાગ પ્રતિમા પરક પાપારંભકો જો ન દેઈ ઉપદેશ
સો દશમી પ્રતિમાની, શ્રાવક વિગત ફ્લેશ આ દસમી પ્રતિમાધારી શ્રાવકની શુદ્ધિ પહેલાં કરતાં પણ વધી ગઈ હોય છે, તે શુદ્ધ પરિણતિ એ નિશ્ચય પ્રતિમા છે. તેની સહજ (હઠ વિના) ઉદાસીનતા અર્થાત્ રાગની મંદતા એટલી વધી ગઈ હોય છે કે પોતાના કુટુંબીજનો અને હિતેચ્છુઓને પણ કોઈ પ્રકારના આરંભ (વેપાર, લગ્ન, વિવાહ વગેરે) સંબંધમાં સલાહ, સૂચન કે અનુમતિ વગેરે આપતો નથી, આ વ્યવહાર પ્રતિમા છે. આ શ્રાવકને ઉત્તમ શ્રાવક કહેવામાં આવે છે.
૧૧. ઉદિત્યાગ પ્રતિમા જો સુછંદ વરતે તજ ડેરા, મઠ મંડપ મેં કરે વસેરા
ઉચિત આહાર ઉદંડ વિહારી, સો એકાદશ પ્રતિમાધારી ? અગિયારમી પ્રતિમા એ શ્રાવકનો સર્વશ્રેષ્ઠ અંતિમ દરજ્જો છે. આ શ્રાવક બે પ્રકારના હોય છે- ક્ષુલ્લક તથા ઐલક. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ દશા ઐલક હોય છે. તેના પછી મુનિદશા થાય છે. ૧. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર, છંદ ૬૯. ૨. તે જ. છંદ ૭૦. ૩. તે જ. છંદ ૭૧.
૩૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com