________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૩
લક્ષણ અને 1 લક્ષણાભાસ અભિનવ ધર્મભૂષણ યતિ
વ્યક્તિત્વ અને કર્તુત્વ.
(૧૩૫૮–૧૪૧૮ ઈ.) ધર્મભૂષણ નામના કેટલાય જૈન સાહિત્યકાર થયા છે. તે બધાથી ભિન્ન દર્શાવવા માટે આમના નામ આગળ અભિનવ શબ્દ અને અંતમાં યતિ શબ્દ જોડલો મળી આવે છે. તેઓ કુન્દકુન્દ-આમનાયી હતા અને તેમના ગુરુનું નામ વર્ધમાન હતું તેમનો હયાતી કાળ ઈ. ૧૩૫૮ થી ૧૪૧૮ સુધી માનવામાં આવે છે.'
એમના પ્રભાવ અને વ્યક્તિત્વ દર્શાવતા જે ઉલ્લેખો મળી આવે છે તે પરથી માલૂમ પડે છે કે તેઓ પોતાના સમયના ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા મહાપુરુષ હતા. રાજાધિરાજ પરમેશ્વરની ઉપાધિથી અલંકૃત પ્રથમ દેવરાય તેમના ચરણોમાં શિર ઝુકાવતા હતા.
જૈનધર્મની પ્રભાવના કરવી- એ તો એમના જીવનનું ધ્યેય હતું જ, ઉપરાંત ગ્રન્થ-રચનાના કાર્યમાં પણ તેમણે પોતાની અનોખી સૂઝસમજ,તાર્કિક શક્તિ અને વિદ્વત્તાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. આજ આપણને તેમની એકમાત્ર અમર કૃતિ “ન્યાયદીપિકા” પ્રાપ્ત છે જેનું જૈન ન્યાયશાસ્ત્રમાં પોતાનું એક આગવું વિશિષ્ટ સ્થાન છે. “ન્યાયદીપિકા” સંક્ષિપ્ત છતાં અત્યંત સુવિશદ અને મહત્ત્વપૂર્ણ કૃતિ છે. એમાં પ્રમાણ અને નય સંબંધીનું સંક્ષેપમાં તર્કસંગત વર્ણન છે. જો કે ન્યાયગ્રંથોની ભાષા મહદંશે દુર્ગમ્ય અને ગંભીર હોય છે, છતાં એની ભાષા સરળ અને સુબોધ સંસ્કૃત છે.
આ પાઠ એના આધારે જ લખવામાં આવ્યો છે.
૧. ન્યાયદીપિકા પ્રસ્તાવના : વીર સેવા મંદિર, સરસાવા, પૃષ્ઠ ૯ર-૯૩ ૨. ન્યાયદીપિકા પ્રસ્તાવના : વીર સેવા મંદિર, સરસાવા, પૃષ્ઠ ૯૯-૧OO ૩. મિડિયાવલ જૈનિઝમ, પૃષ્ઠ ૨૯૯.
૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com