________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લક્ષણ અને લક્ષણાભાસ પ્રવચનકાર:- કોઈપણ વસ્તુને જાણવા માટે એનું લક્ષણ (પરિભાષા) જાણવું ઘણું
આવશ્યક છે, કેમ કે લક્ષણને જાણ્યા વિના વસ્તુને ઓળખવી અને સત્યઅસત્યનો નિર્ણય કરવો સંભવિત નથી. વસ્તુના સ્વરૂપનો સાચો નિર્ણય કર્યા વિના તેનું વિવેચન અસંભવિત છે, કદાચિત્ કરવામાં આવે તો જે કાંઈ કહેવામાં આવે તે અયથાર્થ હોય. તેથી દરેક વસ્તુને ઉડાણથી જાણતા
પહેલા તેનું લક્ષણ જાણવું જરૂરી છે. જિજ્ઞાસુ - લક્ષણ જાણવું આવશ્યક છે એ તો ઠીક છે, પરંતુ લક્ષણ કોને કહે છે?
પહેલાં એ તો બતાવો. પ્રવચનકારા- તમારો પ્રશ્ન બરાબર છે. કોઈપણ વસ્તુનું લક્ષણ જાણતા પહેલાં
લક્ષણની પરિભાષા જાણવી પણ આવશ્યક છે, કેમ કે જો આપણે લક્ષણની પરિભાષા જ ન જાણતા હોઈએ તો પછી વિવક્ષિત વસ્તુનું જે લક્ષણ નિશ્ચિત કર્યું હોય તે સાચું જ છે એવો નિર્ણય કેવી રીતે કરી શકાય?
“અનેક મળેલી વસ્તુઓ (પદાર્થો) માંથી કોઈ એક વસ્તુ (પદાર્થ) ને ભિન્ન પાડનાર જે હેતુવિશેષ છે તેને લક્ષણ કહે છે.” તેવું જ અકલંકદેવે રાજવાર્તિકમાં કહ્યું છે :
પરસ્પર મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જે વડે અલગ કરવામાં આવે તેને લક્ષણ કહે છે.” જિજ્ઞાસુ - અને લક્ષ્ય ? પ્રવચનકારઃ- જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે વસ્તુને લક્ષ્ય કહે છે.
? “વ્યતિકીર્થવસ્તુળ્યાવૃત્તિ હેતુનૈક્ષણમા”
-ન્યાયદીપિકા : વીર સેવા મંદિર, સરસાવા, પૃષ્ઠ ૫. २ “परस्परव्यतिकरे सति येनाऽन्यत्वं लक्ष्यते तल्लक्षणम्।"
૨૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com