________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે, પરંતુ તેની એવી ઉદાસીનતા તો દ્વેષરૂપ જ છે. વસ્તુના યથાર્થ સ્વભાવને ઓળખીને તેને ભલી જાણી રાગ ન કરવો તથા બૂરી જાણી દ્વેષ ન કરવો - એ જ સાચી ઉદાસીનતા છે.
(ચ ) ક્ષુધાદિક લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો તેને તે પરિષહજય માને છે, અંતરમાં ક્લેશરૂપ પરિણામો થાય છે તે તરફ ધ્યાન દેતો નથી. ઈષ્ટઅનિષ્ટ સામગ્રી મળતાં સુખી-દુ:ખી ન થવું તથા જ્ઞાતા-દ્રષ્ટા રહી પ્રવર્તવું એ જ સાચો પરિષહજય છે.
(છ ) વળી હિંસાદિના ત્યાગને ચારિત્ર માને છે. ત્યાં મહાવ્રતાદિરૂપ ભોપયોગને ઉપાદેય માને છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં આસ્ત્રવ-અધિકારમાં અણુવ્રતમહાવ્રતને આસ્ત્રવરૂપ કહ્યાં છે. તો એ ઉપાદેય કેવી રીતે હોઈ શકે? વળી બંધનાં કારણ હોવાથી મહાવ્રતાદિને ચારિત્રપણું સંભવતું નથી. સર્વ કષાય રહિત જે ઉદાસીનભાવ છે એનું જ નામ ચારિત્ર છે. મુનિરાજ મંદ કષાયરૂપ મહાવ્રતાદિનું પાલન તો કરે છે. પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.
નિર્જરા
૧. વીતરાગભાવરૂપ તપને તો તે જાણતો નથી, બાહ્યક્રિયામાં જ લીન રહે અને તેને જ તપ માની તે વડે નિર્જરા માને છે.
૨. તેને એ ખબર નથી કે જેટલો શુદ્ધ ભાવ છે તે તો નિર્જરાનું કારણ છે અને જેટલો શુભ ભાવ રહે તે બંધનું કારણ છે. નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, અને તે જ નિર્જરાનું કારણ છે.
મોક્ષ
૧. તે મોક્ષ અને સ્વર્ગના સુખની એક જાતિ માને છે, જ્યારે સ્વર્ગસુખ ઈન્દ્રિયજનિત છે અને મોક્ષસુખ અતીન્દ્રિય છે.
૨. તે સ્વર્ગ અને મોક્ષનું કારણ પણ એક માને છે, જ્યારે સ્વર્ગનું કારણ શુભ ભાવ છે અને મોક્ષનું કારણ શુદ્ધ ભાવ છે.
૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com