Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 8
________________ ક્રોધાદિ ચતુષ્ક આત્યંતર કષાયો પર વિજય મેળવી કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી ચાર તીર્થ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ને બનાવી, વીતરાગ ધર્મનો મહિમા વધાર્યો. આવીરીતે ભગવાન ઋષભદેવા આ અવસર્પિણી કાળના પ્રથમરાજા, પ્રથમ સાધુ અને પ્રથમ તીર્થકર બની એક આદર્શ બન્યા. જેનું અનુકરણ આજસુધી આપણે કરીએ છીએ તથા ઘાતિ કર્મના ક્ષયમાટે તપ કરવો જરૂરી માની, આચાર્યોએ એ વર્ષીતપ પરંપરા ચાલુ રખાવતા લોકોમાં તપનો મહિમા વધ્યો છે. તે વિધાન આકર્ષક ને સમજણપૂર્વક લેખકે કરેલ છે. લેખક પોતે ચાટર્ડ એકાઉન્ટન્ટ(C.A.) તથા તેમના ધર્મપત્ની મધુબેન, M.A.Phd. છે. આ પહેલા તેમના કેટલાંક પુસ્તકો પ્રગટ થયેલાં છે તથા ધર્મના રંગે રંગાયેલ હોવાથી આટલું સારૂ લખાણ કરી શક્યા છે. ભણેલ ગણેલ વર્ગ આ પ્રમાણે માતા પિતાએ સીચેલા ધર્મ સંસ્કારોને સાચવી પોતાના જીવનમાં ઉતારે તો શાસનની અનેરી પ્રતિભા વધે છે. તપની આલોચના એટલે કરેલા પાપકર્મનું ચિંતન કરી ગુરુપાસે પ્રકાશિત કરવા અને ગુરુ તે કર્મથી મુક્ત થવા જે પ્રાયશ્ચિત આપે તે સહર્ષ સ્વીકારવા કટિબદ્ધ થવું તેનું પણ પુસ્તકમાં આછું ધ્યાન આપેલ છે. ધન્ય છે આવા વિદ્વાન દંપતિને કે જેણે વીતરાગ માર્ગની સમ્યમ્ જ્ઞાનક્રિયાને જીવનમાં ઉતારવા સત સાહિત્યનું પ્રેરક સર્જન પ્રકાશન કર્યું. વૃજલાલ કપુરચંદ ગાંધીના જયવીર મંત્રી -ટ્રષ્ટી અ.ભા સ્થા. જૈન કોન્ફરન્સ (સંપાદક – જૈન પ્રકાશ) જેમની વાણી મંત્રરૂપ છે, જેમના વિચારોમાં વિજ્ઞાન ભર્યું છે અને જેમના ઉપદેશમાં અમીરસની એકસરખી ધારા વહે છે. તે પરમ ઉપકારી જિનેશ્વર દેવોને અમારી કોટી કોટી વંદના હો ! તપાધિરાજ વર્ષીતપ (VI).

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72