Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita
View full book text
________________
(નોંધ : ઉપરની (.............) ત્રણે ખાલી જગ્યામાં જે પચ્ચકખાણ પાળવાના હોય તે પચ્ચકખાણનું નામ (ચૌવિહાર, પોરસી, એકાસણાં, ઉપવાસ વગેરે પચ્ચકખાણમાંથી બોલવું.
૮. પૌષધ પાળવાની વિધિ નવકારથી તસઉત્તરી સુધીના પાઠ બોલી ઇરિયાવહીના પાઠનો કાઉસગ્ગ કરવો. બાદ લોગસ્સનો પાઠ કહેવો. પછી નીચે પ્રમાણે બોલવું. દ્રવ્ય થકી સાવજ જોગ સેવવાનાં પચ્ચકખાણ કર્યા હતાં તે, પૂરાં થતાં પાળું છું. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી સવાર સુધી, ભાવ થકી છ કોટીએ પોષો કર્યો હતો તે પૂરો થતાં પાળું છું. એવા અગિયારમાં પૌષધ વ્રતના પંચ અશ્વારા જાણિયવ્યા; ન સમાયરિવ્વા તંજહા તે આલોઉં. અપડિલેહિયં દુપડિલેહિયં સેજ્જા સંથારએ, અપમજીયે, દુપમજીયં સેજ્જા સંથારએ, અપડિલેહિય, દુપડિલેહિ-ઉચ્ચાર પાસવણ ભૂમિકા, અપ્પમજીયે દુપ્પમજીય ઉચ્ચાર પાસવણ ભૂમિકા પોસહસ્સ સમ્મ અપાશુપાલણિયા તસ્સ મિચ્છામિ દુક્કડં. પોષા સંબંધી અઢાર દોષ માંહલા કોઈ પણ દોષ સેવ્યા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. ત્યારબાદસામાયિક પાળવાની વિધિના ફકરા બોલી ત્રણ નામોથુણ કહેવા.
સામાયિક અગર પોષામાં ઝાડે પેશાબ જવું હોય તો નીચેની વિધિ કરવી, પ્રથમ પરઠવા જતાં બારણા તરફ પગ મૂકતી વખતે “આવસહિ”૩ વાર કહેવું. પરટક્વાની જગ્યા બરાબર તપાસી પરઠવ્યા પહેલાં હે શક્રેન્દ્ર- મહરાજ ! “તમારી આજ્ઞા” ૧. એમ કહેવું પછી “વોસિરામિ, વોસિરામિ” ૨. એ શબ્દ- ત્રણ વાર કહેતાં પરઠવવું. પરઠવીને વળતી વખતે બારણામાં પ્રવેશ કરતી વખતે, ૩. “નિસિહિ” એમ ત્રણ વાર બોલવું. પછી આસન ઉપર બેસી ઇરિયાવહી કહેવી.
નવકારથી તસ્સઉત્તરિના પાઠ સુધી બોલી ઇરિયાવહીના પાઠનો કાઉસગ્ગ પાળીને લોગસ્સનો પાઠ કરવા
તપાધિરાજ વર્ષીતપ
(૫૬) |

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72