Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita
Catalog link: https://jainqq.org/explore/032444/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપIિ પ sagir graphics = ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ * વર્ષીતપ : વિરતિના નંદનવનમાં વિહાર , આહાર સંજ્ઞાને તોડવા માટે તપ છે.આ પાયાની સમજણના અભાવે આજે ઘણી વાર ઘણાઘણાના જીવનમાં વર્ષીતપ પૂર્ણ થયા બાદ પણ રાત્રિભોજન ત્યાગ ૧૪ નિયમોની ધારણા ,અભક્ષ્ય ત્યાગ પર્વતિથિએ વિશિષ્ટ પચ્ચખાણ આદિ જોવા મળતા નથી . આ બધા તો વર્ષીતપને શોભાવનારા અલંકારો છે.એક વર્ષનો આવો તપ વર્ષીતપ તો જરૂર કહેવાય, પરંતુ એ જીવનસ્પર્શીતપ ન કહેવાય . પૂજ્ય ગુરુદેવની પ્રેરણા પામીને આપણે વર્ષીતપનો પ્રારંભ કર્યો એ આજે પૂર્ણાહુતિએ પહોંચ્યો છે. વર્ષીતપની આ પૂર્ણાહુતિને આપણે પૂર્ણાહુતિ ન સમજતા જીવનસ્પર્શી એક આથીય વધુ મહાન તપની પૂર્વભૂમિકા ગણીએ. આ મહાતપનું સાચું ફળ સાચા સ્વરૂપમાં મેળવવા ભાગ્યશાળી બનીએ . વ્રત નિયમોથી જીવનને વધુ અલંકૃત બનાવવાની ભાવના સાથે આપણે વર્ષીતપની પૂર્ણાહુતિ ઉજવવા દ્વારા જીવનસ્પર્શી એક તપનો આરંભ કરવાનો પુણ્ય સંકલ્પ પરમ ઉપકારી સાધુ - સંતોની પાવન નિશ્રામાં કરીએ. Page #3 -------------------------------------------------------------------------- ________________ (તપાધિરાજ વર્ષીતપ ) - ગુણવંત બરવાળિયા परोस्परोपग्रहो जीवानाम પ્રકાશક વિરમ દેવશી રીટા ૧૦૧ , દાદર મનીષ માર્કેટ, એ વિંગ સેનાપતી બાપટ માર્ગ, દાદર (વે) મુંબઈ -૪૦૦ ૦૨૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Tapadhiraj Varshitap - Written & edited by Gunvant Barvalia (Gunjan) May 2003 તપાધિરાજ વર્ષીતપ (જૈન દર્શનમાં તપ) – ગુણવંત બરવાળિયા પ્રથમ આવૃત્તિ દ્વીતીય આવૃત્તિ : પ્રત : ૩,૫૦૦ : વસંત પંચમી ફેબ્રુ. ૧૯૯૨ અક્ષય તૃતીયા,સવંત ૨૦૫૯ પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન : વિરમ દેવશી રીટા - ૧૦૧ દાદર મનીષ માર્કેટ ,એ વિંગ , સેનાપતી બાપટ માર્ગ,દાદર (વે) મુંબઈ -૪૦૦ ૦૨૮ પ્રાપ્તિ સ્થાન : SPG જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર Adm.Off : ગુણવંત એમ. બરવાળિયા ૩૧૬/૧, સિદ્ધિવિનાયક,હિંગવાલા લેન Extn., ઘાટકોપર(ઈસ્ટ) ,મુંબઈ –૪૦૦ ૭૫, ફોન :૨૫૧૨ ૫૬૫૮, ૨૫૧૫ ૫૪૭૬ 9820215542 મુદ્રક : સસ્તું પુસ્તક ભંડાર અમદાવાદ -૩૮૦૦૦૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ (અર્પણ) અજરામર સંપ્રદાયના ગાદીપતિ પૂ .નરસિંહજી સ્વામી આદિ ઠાણા ૨૦ તથા પૂ. મણિબાઈ મહાસતીજી આદિ ઠાણા -૧૫૦ ની પાવન નિશ્રામાં મુંબઈ અંધેરી (વે) નગર તા.૪/૫/૨૦૦૩ અક્ષય તૃતીયાના પાવન દિવસે યોજાયેલ સમૂહ પારણા પ્રસંગે વર્ષીતપના ૩૩૦૦ તપસ્વીઓને અભિવંદના સહ અર્પણ. તપાધિરાજ વર્ષીતપ Page #6 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન દશવૈકાલિક સૂત્રના નવમાં અધ્યયનમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે : "नो इहलोगठ्ठयाए तवमहिठिज्जा नो परलोगठ्ठयाए तवमहिठिज्जा नो कित्तिवण्णससिकोगठ्ठयाए तवमहिठ्ठज्जा नन्नत्थ निज्जरठ्ठताए तपमहिठिज्जा । "" અર્થાત્ આ લોકના સુખ માટે તપ ન કરવું જોઈએ ,પરલોકના સુખ માટે તપ ન કરવું જોઈએ, કીર્તિ,પ્રશંસા કે શ્લાધા માટે તપ ન કરવું જોઈએ, પરંતુ એક માત્ર કર્મ નિર્જરા માટે જ તપ કરવું જોઈએ.આ વીતરાગ વાણીને ધ્યાનમાં રાખીને તપ કરવામાં આવે તો આપણને પરમ શાંતિ -સમાધિની પ્રાપ્તિ થાય છે. કર્મોનો ક્ષય થાય છે. " આવી તપસ્યા કરનાર સર્વે તપસ્વીઓના તપને હાર્દિક અનુમોદના સર્વે તપના આચરણ દ્વારા અનાદિની આહાર સંજ્ઞાને જીતીને અણાહારી પદની પ્રાપ્તિ કરે તેવા હાર્દિક શુભાશીર્વાદ . 66 તપાધિરાજ વર્ષીતપ ” નું પ્રકાશન પ્રેરક અને કલ્યાણકારી બને, સર્વે તપસ્વીઓની તપસ્યા નિર્વિઘ્નપણે પાર પડે તથા ઉત્તરોત્તર તપમાર્ગમાં સર્વે આગળ વધતા રહે તેવી અંતઃકરણ પૂર્વકની શુભ ભાવના... તપાધિરાજ વર્ષીતપ -મુનિ શ્રી પ્રકાશચંદ્રજી ( અજરામર સંપ્રદાય) (IV) Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ત્રઢષભદેવ ભગવાન જગતના આદિ રાજા હતા. તેમણે જુગલ ધર્મ નિવારી જગતને અસિ, મસિ ને કૃષિ નો વહેવાર શીખવાડ્યો. ૧. અસિ ઃ એટલે યુદ્ધ થાય તે વખતે સંરક્ષણ માટે ક્યા હથિયાર જોઈએ એવી શસ્ત્રકળા અને યુદ્ધકલા શીખવાડી. ૨. મસિ : લેખન કળા, તેમાં વાચવું, લખવું, વહેવારમાં કેવી રીતે લેવડદેવડ કરવી વિ. કળા ૩. કૃષિ કેમ ખેતર ખેડવું, ધાન્ય ઉગાડવું, પશુ-પાલન કરવું વિ. લોક વહેવારમાં સ્વમાનપૂર્વક લોકોને જીવવા સ્ત્રીઓની ૬૪ કળા ને પુરુષોની ૭૨ કળા શીખવાડી. તેવી જ રીતે પ્રથમ સાધુ બની સ્વયં દીક્ષા અંગીકાર કરી. મનુષ્ય જીવનને મેળવી ખાવું પીવુ ને હરવું ફરવું કે સંસાર ચક્ર ચલાવવું એ નથી, પણ તેથી આગળ જીવન સફળ બનાવવા આધ્યાત્મિક ગુણો જેવાકે ક્ષમા, નિર્લોભિતા, સરળતા, વિનય, લઘુતા, સત્ય, અહિંસા અચૌર્ય બ્રહ્મચર્ય ને ઉદારતા વિ. ગુણોના વિકાસ માટે સંસાર છોડવાની આવશ્યકતા બતાવી. કરેલા કર્મ ભોગવ્યા વગર જીવનો છૂટકારો થતો નથી. યાને મોક્ષ થતો નથી તે પણ જગતને બતાવ્યું. પોતે જગતના રાજા હતા ત્યારે, પશુઓ ઉભોપાક ન ખાઈ જાય તે માટે જરૂર પડયે મોઢે શીકલી બાંધવાનું આમ જનતાને કહ્યું. પરંતુ કાર્ય પત્યા પછી છોડી દેવાનું કહેતા ભૂલી જતા પશુઓ ભૂખ્યા રહેતા જે અંતરાય કર્મ બાંધ્યું. તે કર્મના ઉદયે એક વરસ સુધી અન્નજળ વગર સમતાભાવે વિચર્યા. આમ જ્યાં સુધી નિર્દોષ ગોચરી ન મળે ત્યાં સુધી ભૂખ તરસનો પરીસહ સહી લોકોને સહિષ્ણુતા કેળવવા શીખવ્યું. જ્યારે અંતરાય કર્મ તુવ્યું કે તરત જ શ્રેયાંસ કુમારને હાથે ઈક્ષરસથી (શેરડી નો રસ) નિર્દોષ ગોચરી વહોરી પારણું કર્યું. એટલે નિર્દોષ ગોચરી ન મળે ત્યાં સુધી ભૂખ તરસ સહેવા જરૂરી છે ને તે અંતરાય કર્મ તુટતા તરત જ પ્રાપ્ત થાય છે. એટલે નિર્દોષ ગોચરી કોને કહેવાય તે પણ જગતને શીખવાડ્યું. તપાધિરાજ વર્ષીતપ (V). Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિ ચતુષ્ક આત્યંતર કષાયો પર વિજય મેળવી કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી ચાર તીર્થ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ને બનાવી, વીતરાગ ધર્મનો મહિમા વધાર્યો. આવીરીતે ભગવાન ઋષભદેવા આ અવસર્પિણી કાળના પ્રથમરાજા, પ્રથમ સાધુ અને પ્રથમ તીર્થકર બની એક આદર્શ બન્યા. જેનું અનુકરણ આજસુધી આપણે કરીએ છીએ તથા ઘાતિ કર્મના ક્ષયમાટે તપ કરવો જરૂરી માની, આચાર્યોએ એ વર્ષીતપ પરંપરા ચાલુ રખાવતા લોકોમાં તપનો મહિમા વધ્યો છે. તે વિધાન આકર્ષક ને સમજણપૂર્વક લેખકે કરેલ છે. લેખક પોતે ચાટર્ડ એકાઉન્ટન્ટ(C.A.) તથા તેમના ધર્મપત્ની મધુબેન, M.A.Phd. છે. આ પહેલા તેમના કેટલાંક પુસ્તકો પ્રગટ થયેલાં છે તથા ધર્મના રંગે રંગાયેલ હોવાથી આટલું સારૂ લખાણ કરી શક્યા છે. ભણેલ ગણેલ વર્ગ આ પ્રમાણે માતા પિતાએ સીચેલા ધર્મ સંસ્કારોને સાચવી પોતાના જીવનમાં ઉતારે તો શાસનની અનેરી પ્રતિભા વધે છે. તપની આલોચના એટલે કરેલા પાપકર્મનું ચિંતન કરી ગુરુપાસે પ્રકાશિત કરવા અને ગુરુ તે કર્મથી મુક્ત થવા જે પ્રાયશ્ચિત આપે તે સહર્ષ સ્વીકારવા કટિબદ્ધ થવું તેનું પણ પુસ્તકમાં આછું ધ્યાન આપેલ છે. ધન્ય છે આવા વિદ્વાન દંપતિને કે જેણે વીતરાગ માર્ગની સમ્યમ્ જ્ઞાનક્રિયાને જીવનમાં ઉતારવા સત સાહિત્યનું પ્રેરક સર્જન પ્રકાશન કર્યું. વૃજલાલ કપુરચંદ ગાંધીના જયવીર મંત્રી -ટ્રષ્ટી અ.ભા સ્થા. જૈન કોન્ફરન્સ (સંપાદક – જૈન પ્રકાશ) જેમની વાણી મંત્રરૂપ છે, જેમના વિચારોમાં વિજ્ઞાન ભર્યું છે અને જેમના ઉપદેશમાં અમીરસની એકસરખી ધારા વહે છે. તે પરમ ઉપકારી જિનેશ્વર દેવોને અમારી કોટી કોટી વંદના હો ! તપાધિરાજ વર્ષીતપ (VI). Page #9 -------------------------------------------------------------------------- ________________ મા તાત જજનો સાથે એક વર્ષીતપ પારણા મહોત્સવના દિવસે એક સુદીર્ઘ તપશ્ચર્યાની પૂર્ણાહુતિથી હૈયુ પરિતૃપ્તિ તથા પ્રસન્નતાની અનુભૂતિ કરે એ સ્વાભાવિક છે. વ્યવહાર દષ્ટિથી મોક્ષમાર્ગની આરાધનાનું એક અનુષ્ઠાન પૂર્ણ થયું. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો મોક્ષમાર્ગના પ્રારંભનું પહેલું સોપાન પણ સર થયું નથી. ત્રિ-રત્નરૂપ મોક્ષ માર્ગનો યથાર્થ આરંભ તો સ્વ-પરની ભિન્નતાને સાધી આત્માનુભૂતિ કરવાનો છે. તે પામવાનો પ્રબળ અને પ્રચંડ પુરુષાર્થ ઉપાડવામાં આજનો મહોત્સવ નિમિત્ત રૂપ બને એવી અભિલાષા છે. આ લઘુ પુસ્તકમાં વર્ષીતપની વિધિ અને નિયમો આપેલ છે. તે (તિથિ-વિધિઓનો વિવાદ નિવારવો અને ગુરુ આજ્ઞાનું પાલન કરવું.) વાંચી કોઈ પણ તપ કરનારે કે તપ કરવાની ભાવના વાળાએ એમ ન વિચારવું કે ઉપવાસ તો આપણે કરીએ. પરંતુ આ વિધિ નિયમો આપણાથી પાળી શકાય તેવા નથી. તેથી વર્ષીતપ પણ ન થઈ શકે. પરંતુ આત્મબળ સાથે તપશ્ચર્યા શરૂ કરીને થોડો સમય કઠીન લાગે પછી ટેવ પડી જાય. વિધિ-નિયમમાં સમજણ ન પડે, પાળી શકાશે નહી તેવી શંકા રહે તો ઉપાશ્રયે જઈ પૂ. મહારાજ કે પૂ. મહાસતીજી સમક્ષ જરૂર ચર્ચા કરી લેવી. ગુરુ ભગવંતોની પ્રેરણાથી આત્મબળ જરૂર વધે છે. પંચમહાવ્રત ધારી સાધુ-સતીઓ આજીવન તપસ્વી છે, તેમનું માર્ગદર્શન બાહ્ય કે આત્યંતર તપસાધનામાં ઘણું જ ઉપકારી થઈ પડે છે. તપના સન્માનનો અભિવાદનનો વિરોધ ન હોઈ શકે પરંતુ વહેવારના અતિક્રમણ સામે અને ઉત્સવોમાં આરંભ - સમારંભના અતિરેક સામે લાલબત્તી ધરી નમ્રતાથી ઉભા રહેવું એ જાગૃત શ્રાવકનું કર્તવ્ય છે. પ્રસ્તાવના લખી આપવા બદલ કોન્ફરન્સનાં વિદ્વાન મંત્રીશ્રી વૃજલાલભાઈ ગાંધીનો આભાર માનું છું. તપાધિરાજ વર્ષીતપ | (VII) | Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુસ્તક તપનું પ્રેરક અને તપસ્વીઓને પથદર્શક બની રહે તેવી અભીપ્સા સહ ગુરુ ભગવંતો અને પરમ ઉપકારી જીનેશ્વર દેવોને વંદના કરી વિરમું છું ! પુસ્તકમાં જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. ફેબ્રુ . ૧૯૯૨ દ્વીતીય આવૃત્તિ પ્રસંગે વર્ષીતપની આરાધના દરમ્યાન ‘તપાધિરાજ વર્ષીતપ’પુસ્તકના લેખન -સંપાદન કરવાની પ્રેરણા થઈ.સન્ ૧૯૯૨ માં જૈનાચાર્ય પૂ. ડુંગરસિંહજી મહારાજની દ્વીશતાબ્દીના પરિપ્રેક્ષમાં સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુના શિષ્યરત્ન તપસમ્રાટ પૂ.રતિલાલજી મહારાજ આદી ઠાણાની પાવન નિશ્રામાં ઘાટકોપરમાં સમૂહ વર્ષીતપ પારણા મહોત્સવ પ્રસંગે પ્રથમ આવૃત્તિ પ્રગટ થયેલ. - ગુણવંત બરવાળિયા આજે પુનઃ સમુહ વર્ષીતપ પારણા મહોત્સવ પ્રસંગે‘તપાધિરાજ વર્ષીતપની' દ્વીતીય આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે ,તે આનંદનો અવસર છે. આર્શીવચન લખી આપવા બદલ પૂ.મુનિશ્રી પ્રકાશચંદ્રજી તથા વિશિષ્ટ સહયોગ બદલ પ્રકાશક શ્રી વિરમ રીટા તથા રામજીભાઈ શાહનો આભાર સુંદર મુદ્રણ કાર્ય બદલ સસ્તું પુસ્તક ભંડાર –અમદાવાદના શ્રી વિજયભાઈ મહેતાનો આભાર. ઘાટકોપર તા. ૧૪/૪/૨૦૦૩ મહાવીર જયંતી તપાધિરાજ વર્ષીતપ ― – ગુણવંત બરવાળિયા (VIII) Page #11 -------------------------------------------------------------------------- ________________ || શ્રી મહાવીરાય નમઃ | | શ્રી નમસ્કાર મહામંત્ર II નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલમ ! આદિમ પૃથિવીનાથ - માદિમં નિષ્પરિગ્રહમ્ | આદિમં તીર્થનાથં ચ, 2ષભસ્વામિન તુમઃ | પ્રથમ પૃથ્વીના પતિ, (રાજા) પ્રથ, પરિગ્રહ ત્યાગી સાધુ અને પહેલા તીર્થકર એવા ત્રઢષભ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. તપાધિરાજ વર્ષીતપ (IX) Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨. ૧. વર્ષીતપના પ્રેરક : ભગવાન ઋષભદેવ તપ : કર્મ નિર્જરાનું ઉત્કૃષ્ટ સાધન તપ તત્ત્વ વિચાર તપ : એક વૈજ્ઞાનિક અભિગમ ૫. તપશ્ચર્યા પર લોકવ્યવહારનું અતિક્રમણ ૬. વર્ષીતપની વિધિ ૭. તપની આલોચના ૮. તપનો મહિમા 3. ૪. તપાધિરાજ વર્ષીતપ ૯. અનુક્રમ ભગવાન મહાવીરની બાહ્યાજ્યંતર તપ સાધના ૧૦. સમજણપૂર્વકનું તપ જ લાભપૂર્ણ પરિણામ આણે છે ૧૧. તપસ્વીની વૈયાવચ્ચ કરનારાઓ માટે ૧૨. પચ્ચખાણવિધિ ૧૩. પચ્ચખાણના સમયનો કોઠો ૧૪. સંદર્ભ ગ્રંથ સૂચિ તપાધિરાજ વર્ષીતપ પૃષ્ઠ ૧ ૧૮ ૨૪ ૨૭ 30 ૩૧ 33 ૩૮ ૪૨ ૪૬ ૫૧ ૫૪ ૫૭ ૫૮ (X) Page #13 -------------------------------------------------------------------------- ________________ વર્ષીતપના પ્રેરક : ભગવાન ઋષભદેવ ! સાંપ્રત પ્રવાહ કરતાં ભારતવર્ષ અનેક રીતે સમૃદ્ધ હતો. તે સમયના લોકો અનેક વર્ષના લાંબા આયુષ્ય, શરીરની મોટી ઉંચાઈ, આરોગ્યની સુંદરતા, પ્રજામાં પુત્ર જેવી શરણાગતિનો ભાવ, રાજામાં વાત્સલ્યસભર લાગણીની ભીનાશ હતી. લોકો ભૌતિક સંપતિથી જેમ સમૃદ્ધ હતા, એમ ગુણસમૃદ્ધિથી પણ તેમના આંતરખજાના સમૃદ્ધ હતાં. એ સમયની ધરતી માતાના શ્રેષ્ઠ માનવપુત્રની આ કથા ! નાભિદેવ અને મરૂદેવી માતાનો શ્રેષ્ઠ માનવપુત્ર તે ૠષભદેવ. એ દેવે માણસમાં માણસાઈ જગાડી. એમણે સમજાવ્યું કે, ૧. અગ્નિ દઝાડે પણ એને જાળવતાં આવડે તો એ તમારી સુંદર સેવા કરશે – અગ્નિમાં રાંધીને ખાતા શીખવ્યું. પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવની વાત કરી. ૨. માટીનો ઘડો બનાવી આપ્યો આમ વિજ્ઞાનનો જન્મ થયો, શિલ્પનો પાયો નંખાયો ઘર બાંધતા શીખવ્યું. ખેતી કરતાં શીખવી. - ૩. વસ્ત્ર સજાવ્યા, અનેક કળા શીખવી, લગ્નવિધિ યોજી, પશુતામાં પ્રભુતા આણી સમાજનીતિ ઘડી, રાજ્ય નીતિ રચી. ૪. યુવરાજ ભરતને ૭૨ કળા શીખવી. કુમાર બાહુબલીને હાથી, અશ્વ, સ્ત્રી અને પુરુષના અનેક ભેદવાળા લક્ષણોમાં વિશારદ બનાવ્યો ભાઈ-બહેનના લગ્નનો નિષેધ કર્યો. દંડનીતિ સમજાવી. ગુનાના મૂળ સુધી જવાનું કહ્યું, કર્મબંધન એજ દંડ છે. ગુનેગારને નહિ ગુનાને નાબુદ કરવાનું કહ્યું. - ૫. પુત્રી બ્રાહ્મીને ૧૮ લિપિઓ બતાવી, સુંદરીને ગણિતજ્ઞાન આપ્યું – પ્રજાને અસિ, મસિ અને કૃષિવાળું (શૌર્ય, વ્યાપાર અને ખેતી) શાસન આપ્યું. લેખન – તપાધિરાજ વર્ષીતપ (૧) Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ, માન, માયા, લોભ આદિ આંતરશત્રુઓનું જોર ત્યારે બહુ ફાવતું નહોતું અને ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ આંતરમિત્રોની મિત્રતાથી સ્થપાયેલી હેત, પ્રીત અને વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાનો પ્રણેતા હતા દાદા આદિનાથ. સમાજ ધર્મ અને કુટુંબધર્મનું વ્યવસ્થિત બંધારણ પૂર્વક સંસારમાં પાલન થાય છે. હવે જગતને ધર્મતીર્થ પ્રવર્તનની જરૂર છે. આ લોકોને સાંસારિક આસક્તિથી વિમુખ કરવા ધર્મચક્રને પ્રવર્તાવવાની ઘડી આવી પહોંચી હતી. ભગવાન બઢષભદેવ – દાદા આદિનાથની ચિંતનધારા હવે એ તરફ ચાલી રહી છે. પૃથ્વી ધર્મથી નહી પ્રવર્તે તો આ નશ્વર સામ્રાજ્યને સહુ સાચુ સામ્રાજ્ય માનશે. સારા મૃત્યુ (સમાધિમરણ) ની ભાળ નહિ આપે તો કંગાળ જીવનોથી પૃથ્વી કકળાટ કરી ઉઠશે. ત્યાગ, તપસ્યા, સંયમ અને સૌજન્યમૂલક ધર્મનું દર્શન પોતાની જાત દ્વારા મારા આચરણથી – વ્યવહારથી ધર્મ આચરી બતાવવો જોઈએ. દાદા આદિનાથે રાજા તરીકેનો કર્તવ્યધર્મ અદા કરી લઈને ધર્મરાજા તરીકે લોકોપકાર કરવાની ભૂમિકા રચવા સંયમપંથનો સ્વીકાર કર્યો. લોકોને ધર્મસંબંધી કશું જ્ઞાન નથી. કેવળ પોતાના પ્રાણ પ્યારા પ્રભુના વિયોગનો વિચાર તેમને વ્યાકુળ બનાવી રહ્યો હતો. યુવરાજ ભરતને રાજદંડ ગ્રહણ કરવાની આજ્ઞા કરી ભગવાને એક વર્ષ માટે સાવંત્સરિક વાનની શરૂઆત કરી. ચંદ્ર જ્યારે ઉતરાષાઢા નક્ષત્રમાં શોભતો હતો એ દિવસે વિનીતા નગરીએ એક અપૂર્વ દશ્ય આંસુભીની આંખે નિહાળ્યું. ફાગણ વદ આઠમને દિવસે પૃથ્વીનાથ બઢષભદેવે સર્વસ્વનો ત્યાગ કરી સંયમ પંથ સ્વીકાર્યો. પ્રજાનું પુત્રની જેમ પાલન કરનાર દાદા તપાધિરાજ વર્ષીતપ (૨) | Page #15 -------------------------------------------------------------------------- ________________ આદિનાથ રાજપાટનો ત્યાગ કરીને ક્યા પંથે જવા કટિબદ્ધ બન્યા હતા ? કોઈ એનો તાગ પામી શકતું નહોતું અને તેથી સર્વસ્વનો ત્યાગ કરીને જંગલની વાટે ચાલી નીકળેલા પ્રભુને પ્રજા આશ્ચર્ય અને આઘાતથી અશ્નપૂર્ણ આખે જોતી રહી. માતા મરુદેવી દોડી આવ્યા. વત્સ મને તજીને ન જા ! મારી જીવનસંધ્યા તારા દર્શનથી પ્રભાતનું સૌમ્ય સુખ અનુભવે છે – માતા ! દરેક સંધ્યા, પ્રભાતની પુરોગામી છે, મુક્ત પ્રવાસે જતા પંખીને માળાનો મોહ ન કરાવો ! દેવી સુમંગલા અને દેવી સુનંદા કહે, અમને જીવન કે મૃત્યુમાં સાથે લઈ જાઓ. દેવી મૃત્યુના પ્રવાસમાં ઈચ્છા હોય તો પણ કોઈને સાથે લઈ જઈ શકાતું નથી, વિયોગની ઘડીએ પ્રેમની તીવ્રતા સમજાય છે, એ તીવ્રતાના તાપમાં જીવનની વિશુદ્ધિ શોધી લો. પહાડ જેવો બાહુબલી માર્ગ વચ્ચે પહાડ બનીને ઉભો રહ્યો. સુદરી અને બ્રાહ્મી ઊભાં ઊભાં આંસુની પાળ રચી રહ્યાં હતા. પુત્રીઓ માર્ગ રોક્વા માટે નહીં પરંતુ, આંસુને અંતરની શુદ્ધિ માટે વાપરો. સંસારને વળી એક નવું શાસન આપવા આત્મખોજના મહાસ્વપ્નને સાકાર કરવા માટે મારે જવાનો સમય થઈ ગયો છે. આકાશ મારું આશ્રયસ્થાન, દિશા મારું વસ્ત્ર, પવનના સહચર્યથી હું મૌનના મહેલમાં વિચરીશ. સેવા, હર્ષને શોક બન્નેને છોડી જાઉં છું. સ્વજન કે સ્નેહી બન્નેને તજીને જાઉં છું માન અને અપમાનને મૂકીને જાઉં છું. સંપત્તિ કે સાધનનો સદંતર ત્યાગ કરીને જાઉં છું. જન્મ,જરા અને મૃત્યુને વિષાદના ગુહ્ય તત્ત્વને શોધવા જાઉં છું. મારાદેહરૂપી ધનુષ્યને એ રીતે ખેંચીશ તપાધિરાજ વર્ષીતપ (૩) Page #16 -------------------------------------------------------------------------- ________________ જેથી મારું તીર સરળતાથી લક્ષ્યને વેધશે તે આટલું બોલતાં બોલતાં ત્રઢષભદેવે પોતાની એક મુષ્ટિથી દાઢી અને મૂછના વાળના ગુચ્છાને ચૂંટી કાઢ્યો. બીજી મુષ્ટિ બિડાઈને મસ્તકના વાળનો એક ગુચ્છો ચૂંટ્યો. આમ ચાર મુષ્ટિથી વાળના ગુચ્છો ખેંચ્યા. આ દશ્ય નિહાળી દેવી સુમંગલા અને માતા મરુદેવી મૂચ્છ પામી ભૂમિ પર પડી ગયાં. મુચ્છ વળતાં કરૂણ સ્વરે આક્રંદ કરવા લાગ્યાં. પૃથ્વીનાથ ત્રાષભદેવે પાંચમી મુષ્ટિ પાછી ફેરવી. સૌંદર્યના મહાન ભૂષણસમી એકમાત્ર કેશવલ્લરી મંદમંદ સમીર સાથે ધર્મધજા માફક ફરફરતી હતી, ને પ્રભુએ કદમ ઉઠાવ્યા. દીક્ષા પુરી થઈ ત્યારે ચોથું મન:પર્યવ જ્ઞાન થયું. દાદા આદિનાથે મહાપ્રયાણ આદર્યું. અરે! એવું તે શું દુ:ખ છે કે સ્વામી આમ ચાલી નીકળ્યા ? અરે, આપણો શો અપરાધ થયો કે નાથ આપણને છોડીને ચાલી નીકળ્યા ? ન આહાર ન પાણી ! છતાં પ્રભુના મુખ પરની એ પ્રસન્નતા જાણે સહસ્ત્રદલ કમળની જેમ વિકસતી ચાલી ! અષ્ટ કર્મરૂપી મહાપંકને શોષણ કરવા માટે ગ્રીખના આતાપના તપને સ્વીકારી, પ્રભુ નિસંગ મમતા રહિત નિરાહાર પણે પોતાના પાદ સંચારથી પૃથ્વીને પાવન કરતાં વિચરે છે. નિરાહારી પ્રભુની વિહારયાત્રા જેમજેમ દિવસો, સપ્તાહો, પખવાડિયા અને મહિનાઓ વટાવીને વર્ષની અવધિથીય આગળ વધવા માંડી. પ્રભુ જે સર્વસ્વનો ત્યાગ કરીને ગામ નગરોમાં વિહરવા માંડ્યાં એજ વસ્તુઓ લોકો ભેટમાં તરીકે પ્રભુ સમક્ષ ધરતાં હતાં. દાન એ શું ચીજ છે? એ વાત લોકો માટે ત્યારે કલ્પના બહારની હતી. કારણ કે કોઈ યાચક જ ન હતો. યાચક વિના દાનની વાતને કોણ સમજે ? એથી ભિક્ષાકાજે પોત પોતાના આંગણે પધારતાં પ્રભુ સમક્ષ સૌ સૂવર્ણ, સુંદરી અને ભૌતિક સમૃદ્ધિની ચીજો ધરતાં, પરંતુ પ્રભુએતો આ બધું મનથી ય તપાધિરાજ વર્ષીતપ (૪). Page #17 -------------------------------------------------------------------------- ________________ L તજી દીધું હતું. એથી એની પર નજર પણ માંડ્યા વિના પ્રભુ આગળ વધી જતાં. આવું એક ગામ કે એક દિવસ સુધી નહોતું બન્યું, પણ અનેક ગામ માટે અને અનેક દિવસ સુધી બની રહ્યું. કચ્છ અને મજાકચ્છ રાજાઓ અને જેઓને ભગવાને જ સુધારી સંસ્કારી બનાવ્યા હતા, એ ચાર હજાર રાજાઓ પ્રભુ પાછળ રાજપાટ ત્યાગીને ચાલી નીકળ્યા. આમ તો અનેકવાર શોખથી પ્રભુ સાથે બધે હર્યા ફર્યા હતાં અને આનંદ કર્યો હતો. પ્રભુની નિશ્રા હોય ત્યાં બધી વાતે લીલાલહેર જ હોય ને ! પરંતુ આ સમયની વાત અલગ હતી. દીક્ષા વખતે કરેલા ઉપવાસના પારણાનો સમય થઈ ગયો, પણ ભગવાન કંઈ ગ્રહણ કરતાં નથી. રસાળ ઝાડના ઝૂંડતો ફળથી ઝૂમી રહ્યાં છે. પણ જાણે કિંપાક ફળ સમજી પ્રભુ એને સ્પર્શ સુદ્ધા કરતાં નથી. સ્વાદિષ્ટ જળનાં નવાણાં ભર્યાં છે, પણ જાણે ખારોદૂધ સમંદર સમજી પ્રભુ એનું અંજલિ જળ સુદ્ધાં ગ્રહણ કરતાં નથી. દિવસોથી મૌન છે, સ્નાન નથી, વિલેપન નથી, વન કુંજરની જેમ શરદી-ગરમી એમને સતાવતી. ભ્રમણ, પરિભ્રમણ ને ભ્રમણ. પ્રભુને સાનિધ્યે વિચરતાં ચાર-ચાર હજાર રાજાઓની સહિષ્ણુતાને આ એક મહામાનવે થકવી દીધી. ભૂખ્યા પેટે, તરસ્યા કંઠે, વનચરની જેમ ગામ-ખેતરમાં ને વનજંગલોમાં ઘુમતાં ઘુમતાં કષ્ટ સહન કરવું એમને ભારે પડવા લાગ્યું. રાજાઓને તલવારથી હજારો દુશ્મનો સાથે યુદ્ધ કરવું સહેલું લાગ્યું, પરંતુ પરિષહ અને ઉપસર્ગો સહિતનું આવું તપ દુષ્કર લાગ્યું. એ બધાં તો જ્યાં સારી જગ્યા મળી ત્યાં પર્ણકુટીર બાંધીને હ્રદયમાં ધ્યાન કરતાં ત્યાંજ રહ્યાં. ત્રિલોકના નાથ પૃથ્વીપતિ એકલાં રહ્યાં. મેરૂ ચળે પણ તેમનો નિશ્ચય ચળે તેમ નહોતો અને અનેક દિવસો સુધી આવોજ ક્રમ ચાલતો રહ્યો. તપાધિરાજ વર્ષીતપ (૫) Page #18 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં પગલે ને પગલે નગરજનો, ગ્રામજનો અને વનચરો ભાતભાતની ભેટ લઈને આવતાં ને ગદગદ્ કંઠે કહેતાં ઓ તારણહાર, અમે તમારી આ દશા જોઈ શકતાં નથી, સ્નાન કરવાને યોગ્ય જળ તૈયાર છે, પહેરવા વસ્ત્રો તૈયાર છે, કૃપા કરો અને અમને ધન્ય કરો ! પ્રભુ કંઈ લેતા નથી ને આગળ વધે છે. ત્યાં બીજા નગરજનો આવે છે, કહે કે, લક્ષપાક તેલ તૈયાર છે, મર્દન કરો. ગંધકષાયી વસ્ત્ર હાજર છે. સમાર્જન કરો. ગોશીર્ષચંદન તૈયાર છે, વિલેપન કરો. દેવાગના જેવી અમારી કન્યાઓને સ્વીકારો. તેમને સનાથ કરો, એમ કરીને પ્રભુ એનો અને અમારો જન્મ સાર્થક કરો. પ્રભુ તો મૌનની દિવાલમાં વસી ગયાં છે, નથી હસતા, નથી કંઈ કહેતા, આગળને આગળ વધે જાય છે. બધાં વિચારે છે, આપણા નાથને શું જોઈતું હશે ? દયાનિધિને શાની વાંચના હસે ? અરે એમની કાંચન વરણી કાયા રજે ભરાણી છે. સ્નાન નથી, ખાન નથી, તાંબુલ નથી, વાહન નથી, વૈભવ નથી. ભગવાન ઋષભસ્વામી આર્ય અને અનાર્ય દેશમાં મૌનપણે વિચરતાં હતા. એક વર્ષ પર્યંત નિરાહાર પણે રહેલા પ્રભુએ વિચાર્યું કે દીપક જેમ તેલ વડે જ બળે છે અન વૃક્ષ જેમ જળથી જ ટકે છે, તેમ પ્રાણીઓના શરીર આહારથી જ રહે છે. તે આહાર પણ બેતાળીશ દોષ રહિત હોય તો સાધુએ મધુકરી વૃત્તિથી ભિક્ષા કરી યોગ્ય અવસરે ગ્રહણ કરવો યુક્ત છે. વિતેલાં દિવસોની પેઠે હજીપણ આહાર નહિં લેતા હું અભિગ્રહ કરીને રહીસ તો મારું શરીર તો રહેશે, પરંતુ જેમ આ ચાર હજાર મુનિઓ ભોજન નહિ મળવાથી પીડિત થઈ ભગ્ન થયા તેમ બીજા મુનિઓ ભંગ પામશે. સંસારીજનો તો સંતાપ કરતાં રહ્યાં ને આદિનાથ તો ધીરે ધીરે આગળ ચાલ્યા ગયાં – ભૂખ્યાને તરસ્યા, પણ દેહ છેવટે તો દેહ જ છે ને ! આત્મા ભલે અનંત શક્તિમાન હોય, પણ દેહ તો પૌદ્ગલિક છે ! તપાધિરાજ વર્ષીતપ (૬) Page #19 -------------------------------------------------------------------------- ________________ ક્ષરણછે, ઝરણ છે, ને મરણધર્મી જ છે ને ! એ વાહન ધીરે ધીરે નિર્બળ પડવા લાગ્યું, જે દેહ પર તપેલા સુવર્ણ જેવી ક્રાંતિ હતી ત્યાં શ્યામલતા પથરાણી. દેહ ભલે દમવા જેવો , કાયા ભલે તપાવવા જેવી વસ્તુ હતી, છતાં ફગાવી દેવા જેવી વસ્તુઓ નહોતી. આ દેહના સાધન દ્વારા જ સાધ્ય હાંસલ કરવાનું હતું. આત્મખોજ માટે દેહના અસ્તિત્વની અનિવાર્યતા હતી. કુહાડી ગમે તેટલી તીવ્ર હોય પણ હાથો ન હોય તો ? એ સમયે ખાધે પીધે સુખી પ્રજા પેટની આ બળતરાને ક્યાંથી સમજે ? દુનિયામાં કોઈનું પેટ ઉણું નથી, તો પૃથ્વીપાલને વળી કંઈ પેટ પૂરવાની ખોટ. હોય ? દેહ ટકાવવા ભગવાનને આહારની જરૂર હતી, પરંતુ સાથે સાથે એ પ્રતિજ્ઞા હતી કે આહાર નિર્દોષ મળે તો જ સ્વીકારવો. દિવસો વિતતાં જાય છે, નિર્દોષ આહાર મળતો નથી. વૈશાખ સુદ બીજની રાત્રિ હતી. શીતળ સમીર મંદ મંદ ગતિએ વહેતો હતો. મધ્યરાત્રિ બાદ હસ્તિનાપુર નગરમાં અગમ્ય સ્વપ્નસૃષ્ટિનું અવતરણ થયું. રાજા સોમપ્રભ, રાજપુત્ર શ્રેયાંસકુમાર અને નગરશેઠસુબુદ્ધિ. આ ત્રણે અગ્રગણ્ય વ્યક્તિઓ અલૌકિક સ્વપ્નસૃષ્ટિમાં સરી ગયાં. રાજા સોમપ્રભ દાદા આદિનાથના પુત્ર બાહુબલીના પુત્ર થતાં હતાં. એમણે સ્વપ્નમાં એવી ઘટના નીહાળી કે, એક મહાપરાક્રમી બળવાન પુત્ર શ્રેયાંસકુમાર એની વહારે ધાય છે. આ સહાય મળતાં શત્રુઓનો પરાભવ કરી એ રાજા વિજયને વરે છે ! રાજપુત્ર શ્રેયાંસકુમારે નીહાળેલું સ્વપ્ન પણ ભવ્ય હતું, એમણે સ્વપ્નમાં એવી અનુભૂતિ કરી કે મેરગિરિ જેવો મેરગિરિ ચારે તરફથી શ્યામ થઈ ગયો છે અને એની પર પોતે દૂધના કલશો ઠાલવી રહ્યો છે. આ અમૃતકળશના અભિષેકથી મેરગિરિ પુનઃ ઉજ્જવળ બનીને ઝગારા મારી ઉઠે છે. તપાધિરાજ વર્ષીતપ Page #20 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિ શેઠે સ્વપ્નમાં આશ્ચર્યભરી એક એવી ઘટના જોઈ કે સૂર્યના બિંબમાંથી સહસ્ત્ર કિરણો વેરાઈને છૂટા પડી ગયાં છે અને શ્રેયાંસકુમાર સરી ગયેલા એ કિરણોને સૂર્ય સાથે જોડી દેવામાં પુનઃ સ્થાપિત કરવામાં સફળ બની રહ્યાં છે અને સૂર્ય પુનઃ પ્રકાશી ઉઠે છે. ત્રણે વ્યક્તિ સ્વપ્નથી સાનંદ આશ્ચર્ય અનુભવે છે અને સ્વપ્નની ફલશ્રુતિ – ફલાદેશ અંગે વિચારે ચડે છે. સવાર થતાં જ રાજા, રાજકુમાર અને નગરસેઠે નક્કી કર્યું કે, આજની રાજસભામાં જઈને સ્વપ્નની વાત મૂકવી અને આ સ્વપ્નના સંકેત જાણવામાં એકબીજાની મદદ લેવી. વૈશાખ સુદ ત્રીજનું મધ્યાન્હ થયું ન થયું, ત્યાં તો રાજસભામાં રાજાએ પોતાના સ્વપ્નની વાત રજૂ કરી. આ પછી શ્રેયાંસકુમારે પણ પોતાનું સ્વપ્ન કહી બતાવ્યું અને જ્યારે નગરશેઠ સુબુદ્ધિ એ પણ પોતાને આવેલા સ્વપ્નની વાત સંભળાવી, ત્યાં સૌએ એકી અવાજે કહ્યું કે જરૂર આ સ્વપ્નથી સૂચિત થાય છે કે, રાજકુમાર શ્રેયાંસને મોટો લાભ થશે, કારણ કે ત્રણે સ્વપ્નના સૂત્રધાર તરીકે આ રાજકુમાર છે ! , સ્વપ્નના શુભાશુભ ફલાદેશ ભાખી શકે તેવા સ્વપ્ન પાઠકોનો એ યુગ ન હતો, આથી પોત-પોતાની સુઝબુઝ મુજબ સૌ આ સ્વપ્નોના સંકેત વિચારી રહ્યા. રાજાથી માંડીને પ્રજાના આગેવાનોના મનમાં આ સ્વપ્નથી સૂચવતાં ભાવિ અંગેના વિચારોના ઘોડા વેગ પૂર્વક ઘૂમવા માંડ્યા. પણ હજી સ્વપ્નના સંકેતો કોઈને મળતા નહોતાં. એક વાતમાં બધાં સંમત હતા કે શ્રેયાંસ કુમારના હાથે કોઈ થનારા શુભ કાર્યની છડી પોકારનારા આ સ્વપ્નો છે. નજીકના ભવિષ્યમાં કુમારના હાથે કોઈ પુણ્યકાર્ય જરૂર થવાનું છે ! ઉત્કૃષ્ટ સાધના અને તેની સિદ્ધિ કેટલી સમીપ હોય છે, એના ઉદાહરણ રૂપ જાણે હોય તેમ હસ્તિનાપુર નગરીના મહાભાગ્ય જાગતાં તપાધિરાજ વર્ષીતપ (૮) Page #21 -------------------------------------------------------------------------- ________________ હતાં. ધરતી પર વિહાર કરતાં આદિનાથ ઋષભદેવ ભગવાન નગરીમાં પધારતા હતા. ત્યારે જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા ત્યાં નગરજનો દોડી આવ્યા. કામમૂકીને કારીગરો, ગોકૂળ છોડી ગોવાળો પ્રભુદર્શને દોડી આવ્યા. પણ આ શું જોઈએ છીએ ? પૃથ્વીનો પતિ ઉઘાડે મસ્તકે, અડવાણે પગે, છત્ર ચામર વિગેરે કશાય રાજ ચિન્હો વિના રાજમાર્ગ પર એકાકી ચાલ્યા આવે છે ! ઓહ કેવું હદય-વિદારક દશ્ય ! આ દશ્ય જોઈ અનેકની આંખોમાંથી અમૃપ્રવાહ વહેવા માંડ્યો, અહા ! પૃથ્વીનાથને ઘેર તે શી ખોટ પડી ? એવું તે શું મનડું રીસાયું કે ભરી ભરી ધરતી પર સ્વામી ખાલીખમ. આંખમાં આંસુ, હદયમાં વેદના ને મનમાં કુતુહલ લઈને બધાં નગરજનો જોતજોતાંમાં પ્રભુને વીંટળાઈ વળ્યા. બધેથી મણીમુક્તિના વરસાદ વરસ્યા કેસર ચંદન કપૂરના ચોક રચાયા. આ સંસારમાં ભોગોપભોગનો સંગ્રહ તો જાણીતો હતો પણ એનો ત્યાગ અને એનો ત્યાગી અજાયો હતો. કોઈ કહે અરે પૃથ્વીનાથ પગે ચાલે છે, માટે હાથી આપો. કોઈ કહે ત્રિલોકીનાથને દેહવિલેપન માટે અંગ રાગ આપો. રત્ન મોતી અને પરવાળા ધરો. મૃગ, મયૂર અને ધેન અર્પણ કરો. અરે ત્રિલોકીનાથને ઘરે કઈ વાતની કમીના છે ! આજે એ તો આપણું પારખું કરવા નિકળ્યાં છે. રખે આપણે પાછા પડીએ દેહ માગે તો દેહ આપો ! પ્રભુથી વિશેષ આ વિશ્વમાં આપણું શું ? સહસ્ત્ર ઈજન, આમંત્રણ અને વિનંતી વચ્ચેથી પ્રભુ ખાલીખમ આગળ વધ્યા. લોકોના પોકાર પડ્યાં. આપણા ભર્યા નગરને શું કરૂણાના અવતાર પ્રભુ આમ છાંડીને ચાલ્યા જશે ? શું આપણા ઔશ્ચર્ય અંગારા જેવા નહિ ભાસે ? ડાહ્યા પુરુષો વિચારમાં ડૂબ્યા શા માટે જલમેં મીન પીયાસી ! ? તપાધિરાજ વર્ષીતપ Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્યારે રાજસભામાં આ રીતે સ્વપ્નના વિચારની ગંભીરતાથી ભર્યું ભર્યું વાતાવરણ જામી રહ્યું હતું. ત્યારે હસ્તિનાપુરના રાજમાર્ગો પર જનપદોમાં ભગવાન ઋષભદેવ પ્રત્યેનો ભક્તિ-સિન્ધુ લહેરાઈ રહ્યો હતો. રાજસભામાં દ્વારપાળ એ જ વેળા શુભસંદેશ સાથે હાજર થયો. એણે કહ્યું, સ્વામિન્, ત્રણ લોકના પૂજ્ય પૃથ્વીનાથ ભગવાન ઋષભદેવ વન જંગલોમાં વિચરતા આજે આપણા પુણ્યયોગે નગરમાં પધાર્યા છે. ત્રણે જણા હર્ષમાં આવી એકી સાથે બોલ્યા ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! પ્રભુ આજ અમારે આંગણે ! દ્વારપાળ આગળ બોલ્યો : પ્રતાપી સ્વામિન્, પણ એમના દેહની શી વાત કરું ? જાણે એ પ્રબળ પૃથ્વીનાથ જ નહિ ! હજારો શત્રુથી ઘેરાયેલા મહાયોદ્ધાના જેવી એમની ઝાંખી મુખમુદ્રા છે. સ્વામિન્,આ પહેલા તો એમના. મુખની આસપાસ સહસ્ત્રરશ્મિ સૂર્યના જેવું તેજમંડળ રચાયેલું જોવાતું, આજે તો સર્વ કિરણ જાણે ક્ષત-વિક્ષત બની એમાંથી ઝરી ગયાં હોય એવું નિસ્તેજ લાગે છે. વધું શું કહું સ્વામિન્ ? સોનાનો મેરુ પર્વત જાણે શ્યામ પડી ગયો હોય એમ એમની કાંચનવરણી કાયા શ્યામ થઈ ગઈ છે. ડોલતો ડુંગર જાણે ચાલ્યો આવતો હોય તેમ એ ચાલ્યા આવે છે. પજાજનોએ અનેક પ્રકારની ભેટ ધરી પણ એ લેતા નથી. દિવસોથી મૌન સેવે છે, એટલે શું જોઈએ છે એ પણ સમજાતું નથી. આપ જલ્દી પધારો અને તેમને ખપતી વસ્તુ જાણો, નહી તો પ્રભુ આગળ ચાલ્યા જશે અને દરિદ્રના ભિક્ષાપાત્રની જેમ આપણે આવેલા સદ્ભાગ્યથી વંચિત રહીશું. પોતાના પ્રતાપી પ્રપિતામહનું માન સાંભળી યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડ્યા. પ્રભુના દેહના દર્શનથી એમને સ્વપ્નમાં યોજાયેલો કાળાશ ધરાવતો સૂવર્ણ મેરુ યાદ આવી ગયો. તપાધિરાજ વર્ષીતપ (૧૦) Page #23 -------------------------------------------------------------------------- ________________ રાજા સોમપ્રભ (સોમયશ) દાદા અદિનાથના દર્શન માટે દોડ્યા. પ્રભુની નજીક પહોંચીને રાજા સોમપ્રભે ધારી ધારીને દર્શન કર્યા. એકલપંડે શત્રુ સૈન્યની સામે લોહીનું છેલ્લું બુંદ ખર્ચી નાંખવાની જવાંમર્દી સાથે ઝઝૂમતા કોઈ રાજવીની સ્થિતિનો અણસાર પ્રભુ દર્શનથી લાધતાં જ સોમપ્રભને આજે લાધેલા સ્વપ્નની કડી કંઈક સંધાતી લાગી. સુબુદ્ધિ શેઠની સ્થિતિ પણ આવી જ હતી. પ્રભુની કાયામાં એમને કિરણોથી વિખૂટા પડેલા સૂર્યનું સામ્ય દેખાવા લાગ્યું અને આમા સ્વપ્નનું અનુસંધાન થતું હોય તેવો ભાસ થવા લાગ્યો. શ્રેયાંસકુમાર દોડીને પ્રભુના ચરણમાં આળોટી પડ્યાં. રંકના પાત્રમાં ચક્રવર્તીની ખીર ન સમાય એમ એના હૈયામાં હર્ષ સમાતો નહોતો. પોતાના સુગંધી કેશથી એણે પ્રભુના પગ લૂક્યાં. પ્રદક્ષિણા કરી પુનઃ નમસ્કાર કર્યા. પુર્ણિમાના ચંદ્રના દર્શન કરતાં જેમ પોયણી ખીલી ઉઠે તેમ પ્રભુ મુખચંદ્રના દર્શન કરતાં કરતાં કુમાર શ્રેયાંસનું હદય કમળ ખીલી ઉડ્યું. કાળના આ પ્રવાહમાં ક્ષણની કિંમત છે, યુગની નહિ. એ લાખેણી પળ શ્રેયાંસને લાધી – એના હ્રદયમાં અપૂર્વ પ્રકાશ પથરાયો. તે શુભ ચિંતનની ધારાના પ્રવાહમાં ખેંચાતા હતા. એ અતીતમાં ડૂબી ગયાં હતા. આવા વેશ મેં ક્યાંક જોયો છે, અરે ! માત્ર જોયો જ હોય એમ નહિ, આવો વેશ જાણ્યો, માણ્યો હોય એમ લાગે છે ! અહો આ વેશ પણ જો આટલો બધો ભવ્ય જણાય છે તો, આ વેશને અનુરૂપ આચાર - વર્તન તો કેટલું ભવ્ય હશે ? સ્મૃતિના એ તોતિંગ દરવાજા ઉઘડી જતાં શ્રેયાંસ કુમારને પૂર્વજન્મનું સ્મરણ કરાવતું જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાનના પ્રકાશે એમનું અંતર ઝળહળ બની ઉઠ્યું. એ મનોમન બોલી ઉઠ્યા કે આ પ્રભુ સાથે છેલ્લા નવ-નવ ભવથી હું સંકળાતો આવ્યો છું. અરે ! કેવા આશ્ચર્યની વાત છે કે, પ્રભુએ જે પરિગ્રહને પાપનો ભારો સમજી તજી દીધો છે એ જ પરિગ્રહને પ્રભુ સમક્ષ સૌ ધરી રહ્યાં છે. પ્રભુની સમક્ષ શું ધરાય ? એનું પણ કોઈને જ્ઞાન નથી. આ જ કારણે દીક્ષા દિવસથી આજ સુધી પ્રભુનું તપાધિરાજ વર્ષીતપ (૧૧) | Page #24 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાપાત્ર ખાલી જ રહેવા પામ્યું છે. અને જેના યોગે પ્રભુને એક વર્ષ ઉપર ચાલીશ દિવસ જેટલા લાંબા ઉપવાસ થયા છે. સુપાત્ર દાનના શુભારંભ સ્વરુપ પ્રભુને પારણું કરાવવાના લાભ લેવાના અવસરના વિચાર માત્રથી શ્રેયાંસકુમાર આનંદિત બની ગયા. જાતિ સ્મરણથી સુપાત્રદાનની વિધિના જ્ઞાતા બની ચૂકેલા શ્રેયાંસકુમાર જાણે આદિ દાનના પ્રવર્તક બનવાનું સૌભાગ્ય મેળવવા કટિબદ્ધ બન્યા. શ્રેયાંસકુમાર પોતાના રાજભવનમાં પહોંચ્યા. એ પૂર્વે જાણે એમની દાનભાવના ત્યાં પહોંચી ગઈ હતી અને એ ભાવનાને અનુકૂળ ભૂમિકા સર્જાઈ ગઈ હતી. વૈશાખનો મહિનો હતો, ખેતરોમાં શેરડીનો મબલખ પાક થયો હતો અને ખેતરે ખેતરે શેરડીની રસધારા વહી રહી હતી. કોઈ ખેડૂત આજ અવસરે ઈક્ષુરસ રસથી ભરેલા કુંભોનું ભેટયું લઈને રાજમહેલ આવી પહોંચ્યો હતો. શ્રેયાંસકુમારનો મનમોર નાચી ઉઠ્યો. શેરડીનો રસ. નિરવધ આહારને યોગ્ય, બેતાલીશ દોષથી મુક્ત, નિર્દોષ આહાર તરીકે વહોરાવી શકાય, એવું વિત્ત(દાન સામગ્રી) હતું. પ્રભુથી ચડિયાતું પાત્ર વળી બીજું ક્યું હોઈ શકે અને પોતાનું ચિત્તતો ભાવનાની ભરતીથી ભરપૂર હતું જ ! આમ, વિત-પાત્ર અને ચિત્તના ત્રિભેટે ઊભેલા શ્રેયાંસકુમારની નજર પ્રભુના દર્શને નાચી ઉઠી. એમણે પ્રભુને વિનવ્યા : દાદા આદિનાથ ! મારા ઘર આંગણે પધારો. હું આપને સુવર્ણ કે સમૃદ્ધિનું દાન નહિ કરું, આ શુદ્ધ દાનનો સ્વીકાર કરીને આપ મને પાવન બનાવો ! સુવર્ણ અને સમૃદ્ધિના ઢગ પર નજર પણ ન કરનારા પ્રભુએ, શ્રેયાંસકુમારની સામે બે હાથ લંબાવ્યા. સૌના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો પાર ન રહ્યો. શ્રેયાંસકુમાર પ્રભુના અંજલિ જોડેલ કરપાત્રમાં એકપછી એક ઈક્ષુરસના કુંભ ઠાલવવા માંડ્યા. પૂરા ૧૦૮ કુંભ ઠલવાયા અને દેવોએ કરેલા અહોદાન – અહોદાન ના દિવ્ય ધ્વનિથી આકાશ તેમજ પંચદિવ્યના પ્રભાવથી એ દાનભૂમિ ભરાઈ ગઈ. દેવતાઓએ આ પ્રથમદાન દ્વારા પ્રભુને થયેલા પારણાથી પ્રસન્ન બની જઈને સાડાબાર તપાધિરાજ વર્ષીતપ (૧૨) Page #25 -------------------------------------------------------------------------- ________________ ક્રોડ સોનૈયા અને કેટલાંય વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દુંદુભિનો નાદ ફેલાવ્યો, તેમજ સુગંધથી ભરપૂર પાણી અને પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરી. વૈશાખમાસની શુક્લ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી દિવસે આપેલું તે દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગત માં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યાં અને બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્યો. એકસો આઠ ઘડા પ્રભુના કરપાત્ર દ્વારા મુખમાં સમાઈ ગયાં. એટએટલા ઘડા પ્રભુના કરપાત્રમાં સમાઈ શક્યા.શ્રેયાંસે ઘડો લઈ હર્ષનત્ય કર્યું. એ આનંદ એના ચિત્તપાત્રમાં છલકાઈ ઉઠ્યો. એ રોમાંચિત થઈ ઉઠ્યો. આજે એણે નિષ્પાપ જીવનનો આદર્શ અને નિરવધ આહારનો મહિમા જગતમાં સ્થાપિત કર્યો હતો. આજના પવિત્ર દિવસ અક્ષય તૃતીયાને સુપાત્ર દાનનું સંદેશવાહક પર્વ બનાવ્યું હતું. જાણે શ્રેયાંસકુમારે સુકાતા કલ્પવૃક્ષને અમૃતપાન કરાવી નવપલ્લવિત કરી દીધું. અક્ષય તૃતીયા પર્વની પ્રતિષ્ઠા થઈ ! પ્રભુએ પારણું કરી શ્રેયાંસકુમારને તારી દીધા. ધન્ય હો દાન લેનારને ! ધન્ય હો દાન દેનારને ! હસ્તિનાપુરની જનતા માટે આજનો પ્રસંગ ઘણાઘણા આશ્ચર્યોને ખેંચી લાવનારા પ્રશ્નો પેદા કરી રહ્યો હતો. કોઈને સમજાતું નહોતું કે આ શ્રેયાંસકુમાર કઈ રીતે સમજી ગયાં અને પ્રભુનું પારણું એમના હાથે થયું ! આ દિવ્યધ્વનિ શાનો? ધનની વૃષ્ટિ શાની? વાતાવરણની પ્રસન્નતામાં દિવ્યતા કોણ ખેંચી લાવ્યું ? પ્રભુ તો ૪૦૦ દિવસના (ફાગણ વદ આઠમથી અક્ષય તૃતીયા) ઉપવાસનું પારણું કરી જળમાં જેમ મીન સરકે તેમ અન્યત્ર પધારી ગયાં. પછી નગરજનોએ શ્રેયાંસકુમારને કહ્યું, હે કુમાર ! જગતમાં તિપાધિરાજ વર્ષીતપ (૧૩) Page #26 -------------------------------------------------------------------------- ________________ તમને ધન્ય છે, પ્રભુએ તમારા હાથે ઈક્ષરસનું પાન કર્યું. એ ઈશ્વરસની ધારા ન હતી, પણ ઉજ્જડ ભૂમિને ફળદ્રુપ કરનારી પુષ્પરાવર્તન મેઘની ધારા હતી, જેણે તમારું તો શું, આપનારનું તો શું પણ એ પાવન, દ્રશ્ય નજરે નિહાળનારનું પણ કલ્યાણ કર્યું. પ્રભુએ તો ઈશ્કરસથી પારણું કર્યું, પરંતુ અમે તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. હે શ્રેય કરનારા શ્રેયાંસ, અમારા સર્વસ્વ દાન સામે પ્રભુએ નજર સરખી પણ ન કરી ! અમ દુર્ભાગીઓને ધિક્કાર ! શ્રેયાંસકુમારે સહુને સાંત્વના આપતાં કહ્યું : તમે એમ શા માટે બોલો છો ? પ્રભુ આજે પૂર્વની પેઠે પરિગ્રહધારી રાજા નથી. આપણાં દાદાતો કંચનકામિનીના ત્યાગી થયાં છે. એમણે ક્ષણભંગુર રાજ્યગદ્ધિને છોડી અમર રાજ્યની શોધ આદરી છે, આપણા માટે જે વસ્તુ લાખેણી ગણાય, પ્રભુ માટે તો એની કિંમત કોડીની પણ ન ગણાય ! એથી જ આજ સુધી ગામેગામ વિચરતા પ્રભુ કશુંય ગ્રહણ કરતા નહોતા, આજે એમને શુદ્ધ ભિક્ષાની પ્રાપ્તિ થઈ, એથી ૪૦૦ ઉપવાસના અંતે પ્રભુએ શેરડીનો રસ ગ્રહણ કર્યો, જે અચેત હોય અને પોતાના માટે કરેલી, કરાવેલી કે અનુમોદાયેલી ન હોય એવી ભિક્ષા પ્રભુ ગ્રહણ કરી શકે. શેરડીનો રસ આવો હતો, માટે પ્રભુએ આજે એને ગ્રહણ કર્યો અને એની ખુશાલી રૂપે દેવોએ ધનવસ્ત્ર પુષ્પોની વૃષ્ટિ કરી. પ્રજાજનોએ શ્રેયાંસકુમારને પ્રશ્ન કર્યો કે જે અમે ન જાણી શક્યા, તે દાનવિધિ આપને કોણે જણાવી. જવાબમાં શ્રેયાંસકુમારે કહ્યું કે : આજ સુધી તો હું પણ દાનની આ રીત જાણતો નહોતો, પણ આજે પ્રભુનું દર્શન થયું અને મારી સ્મૃતિના કમાડ ખુલી જતાં મને પૂર્વ ભવનું જ્ઞાન થયું. એમાં મુનિ તરીકેના ભાવમાં મેં જીવી જાણેલ મુનિચર્યા તાજી થઈ, એથી મને ખ્યાલ આવ્યો કે મુનિને કેવું દાન ખપી શકે ? સૂર્યના ઉદયથી જેમ સૂરજમુખી વિકસે છે, એમ પ્રભુના દર્શન માત્રથી મારા અંતરના અંધારા ઉલેચાઈ ગયાં. જાતિસ્મરણ જ્ઞાનથી હું મુનિધર્મનો તિપાધિરાજ વર્ષીતપ (૧૪) | Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતા બન્યો, એટલું જ નહી પણ પ્રભુ સાથેના પૂર્વના નવ ભવનાં સંબંધ સગપણ મને આ રીતે જણાયાં - આ ભવથી પૂર્વેના નવમાં ભવમાં પ્રભુજી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામના દેવ હતાં, ત્યારે સ્વયંપ્રભ ! નામની દેવી હું હતો. આ ભવથી પ્રભુ સાથે મારો સંબંધ થયો. પછીના ભવમાં પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં એ વર્જઘ નામના રાજા થયાં, ત્યાં શ્રીમતી નામની રાણી હું હતો. ત્યાર બાદ બે ભવમાં યુગલિક તથા સૌધર્મ દેવલોકમાં મિત્રદેવ તરીકે ઉત્પન્ન થયા. પછી મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ જીવાનંદ વૈધ થયાં. તેમનો હું કેશવ નામે પુત્ર થયો, આ પછી બારમાં દેવલોકમાં અમે બન્ને સામાનિક (એક વિમાનમાં રહેવાવાળા) દેવ થયાં. પછીના ભવમાં પ્રભુ પુષ્કલાવતી વિજયમાં વજનાભ નામના ચક્રવર્તી-પુત્ર થયા, ત્યારે હું એમનો સુયશા નામનો સારથી થયો. એમના પિતાશ્રી વજસેન તીર્થકર હતાં. અમે બન્ને સર્વાર્થસિદ્ધ નામના પાંચમાં અનુતર વિમાનમાં દેવ થયાં. આ ભવ પૂર્ણ થતાં પ્રભુજી શ્રી ઋષભદેવ તરીકે આપણા પર ઉપકાર કરવા અહીં અવતર્યા અને હું એમના પ્રપૌત્ર તરીકે આ નગરીમાં જન્મ પામ્યો. આમ નવ-નવ ભવનાં સંબંધ જાતિસ્મરણ જ્ઞાન થતાં મને સાંભરી આવ્યા અને સુપાત્રદાનનો લાભ હું મેળવી શક્યો. શ્રેયાંસકુમારનું વક્તવ્ય પૂર્ણ થતાંની સાથે જ નગરશેઠે પૂછયું, આપણે ત્રણેયે આજે જે સ્વપ્ન જોયું, એનું આજના પ્રસંગ સાથે શું અનુસંધાન છે ? શ્રેયાંસકુમોરે સ્વપ્નની ભૂમિકા સમજાવી – આ ત્રણે સ્વપ્ન દ્વારા શુભના સંકેતો સાચા સાબિત થયાં છે. શ્યામ મેરુને દૂધથી પ્રક્ષાલન કરી ઉજ્જવળ બનાવ્યાનું મેં સ્વપ્ન નીહાળેલું, એનો અર્થ એ છે કે તપથી પ્રભુનો આત્મા તો પ્રદિપ્ત હતો જ. પરંતુ પ્રભુનો મેરુ જેવો દેહ આ દીર્ઘ તપથી જરાક નિસ્તેજ બન્યો હતો. ઈક્ષરસથી પારણું કરાવવા દ્વારા એ દેહને દિપ્તિમંત બનાવવામાં હું, નિમિત્તમાત્ર બન્યો. તપાધિરાજ વર્ષીતપ (૧૫) | Page #28 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રીએ શત્રુઓથી ઘેરાયેલા અને એકલપંડે ઝઝૂમતા કોઈ રાજાને મારી સહાયથી વિજયી બનતા જોયો હતો, એનો અર્થ એ છે કે, પ્રભુનું શરીર ભુખતરસથી સુકાઈ રહ્યું હતું – ઈક્ષુરસથી થયેલ પારણાથી આંતરશત્રુને જીતવા સહયોગી બન્યો. આપે (નગરશેઠ) સૂર્યની કિરણોથી વિખૂટો પડેલો અને મારા દ્વારા એ કિરણોનું અનુસંધાન થતા પુનઃ પ્રકાશિત બનતો નીહાળેલો, એનો અર્થ એ છે કે, આહાર પાણીના અંતરાય દૂર થતાં શરીર સુદૃઢ થતાં જ તે વહેલી તકે કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રાપ્ત કરી શકશે. આ વાત સાંભળી સંતુષ્ટ થયેલાં પ્રજાજનોએ શ્રેયાંસકુમારને પ્રશ્ન કર્યો : ઓ ૠષભ કુલદીપક ! દયાળુ, માયાળુ, ત્રિલોકીનાથને પણ આટલો સમય ક્ષુધા-પિપાસા શા કારણે નડી ? શ્રેયાંસકુમાર કહે, કરેલા કર્મ તીર્થંકરને પણ છોડતાં નથી ! એકવાર રાજાૠષભ કોઈ માર્ગેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે શંબલ આદિ ખેડૂતોએ રાજા ૠષભ પાસે ફરીયાદ કરી કે પ્રભુ આ બળદો અમારું ધાન્ય ખાઈ જાય છે તો અમારે શું કરવું ? ત્યારે પ્રભુએ સમજાવ્યું કે, જ્યારે બળદો ખેતરમાં કામ કરતાં હોય ત્યારે મોઢે મોસરીયું (શીકલી) બાંધવાથી તમારી વિટંબણા દૂર થશે. પ્રભુ ! મોસરીયું બનાવતા કે બળદને બાંધતા અમને આવડતું નથી ! મહેરબાની કરી આપ એ કરી બતાવો. ખેડૂતોએ કહ્યું. રાજા ઋષભે પાતળી દોરી લીધી એને આંટા પાડીને બળદને મોંઢે ભરાવી શકાય એવું મોસરીયું ગૂંથી આપ્યું. - ખેડૂતે એ મોસરીયું બળદને મોઢે બાંધ્યું ! ભૂખ્યા બળદોનું મોં હવે બંધાઈ ગયું હતું. હવે એતો અનાજ ખાઇ શકતા ન હતાં. તેઓ સવારના ભૂખ્યા હતાં. તેમણે ભૂખના દુઃખે ને ત્રાસે દીર્ઘ નિ:શ્વાસ નાખ્યા. તપાધિરાજ વર્ષીતપ (૧૬) Page #29 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતતો ફરી પોતાના કામમાં મશગુલ બની ગયો, એને બળદોના નિસાસાની પડી નહોતી. પણ રાજા ૠષભતો પશુના આત્માને પણ પિછાણનારા હતા. એમણે કહ્યું કે : બળદો ભૂખ્યા છે એનો વિચાર તો કર. મોસરીયું બાંધ્યું એટલે બસ તારું કામ પત્યું ! પશુ તો અબોલ છે એની આંતરડી ન દુભાવીશ, અબોલના આશિર્વાદ લઈશ તો તારા ખેતરમાં સોનુ પાકશે. કામ પતી ગયાં પછી બળદને મોઢેથી મોસરીયું છોડવાની સૂચના ૠષભરાજા ખેડૂતને આપવાનું વિસરી ગયા. જેથી બળદોના ભૂખના દુઃખના તેઓ નિમિત્ત બન્યા. આ પ્રમાદને કારણે બંધાયેલ અંતરાય કર્મ પ્રભુને દીક્ષા બાદ ઉદયમાં આવ્યું, જેથી આટલા દિવસ સુધી પ્રભુને શુદ્ધ આહારનો યોગ ન મળ્યો. પ્રભુએ જે કાર્ય કરૂણાબુદ્ધિથી કર્યું, પણ એમાં થોડો પ્રમાદ રહી ગયો, તો અંતરાયકર્મનો બંધ થયો. પ્રભુને આહારનો અંતરાય હતો. આહાર વિના શરીર ટકે નહીં અને શરીર વિના કેવળજ્ઞાનનો સંભવ નહીં. જીવનનો નાનો સરખો પ્રમાદ પણ સર્વોત્કૃષ્ટ એવા કેવળ જ્ઞાનરૂપી સૂર્યને પણ કર્મથી આચ્છાદીત કરી શકે છે ! પરંતુ પ્રભુએ ઉપસર્ગ અને પરિષહ સહન કરી કર્મનિર્જરા કરી વર્ષીતપનો મહિમા અને સુપાત્ર દાનધર્મની પ્રતિષ્ઠા કરી. પ્રથમ તીર્થંકર ઋષભદેવ દાદા આદિનાથના વર્ષીતપ ને વંદના ! સુપાત્ર દાનધર્મના પ્રવર્તક શ્રેયાંસકુમારની ઉત્કૃષ્ટ ભાવનાને વંદન ! તપાધિરાજ વર્ષીતપ (૧૭) Page #30 -------------------------------------------------------------------------- ________________ તપ : કર્મનિર્જરાનું ઉત્કૃષ્ટ સાધન કર્મોને તપાવે, નાશ કરે તેનું નામ તપ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે, ત્યાં સુધી તે સંસારી છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન અને મૃત્યુના દુઃખો જીવે ભોગવવાના રહે છે. જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માટીથી છૂટી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેવી રીતે કર્મરૂપ મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે. શ્રી ઉતરાધ્યયન સૂત્રના ત્રીશમાં અધ્યાય તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના ભેદ બતાવ્યા છે. જેમાં છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ બતાવવામાં આવ્યા છે. બાહુતપ ૧. અનશન તપ : અન્ન, પાણી, સુખડી, મુખવાસ આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો એક ઉપવાસથી છ મહિના સુધીના ઉપવાસનો અનશન તપમાં સમાવેશ થાય છે. ૨. ઉણોદરી તપ ઃ આહાર, ઉપાધિ તથા કષાય કમી કરે તેને ઉણોદરી તપ કહેવાય. તેના બે પ્રકાર. ૧. દ્રવ્ય, ૨. ભાવ. દ્રવ્ય ઉણોદરી ૧. વસ્ત્ર, પાત્ર ઓછા રાખે તે ઉપકરણ ઉણોદરી ૨.૩૨ ગ્રાસ (કોળિયા)નો આહાર લેવો અને તે ક્રમે ક્રમે ઘટાડતા જવો. ભાવ ઉણોદરી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ચાલતા આદિ દોષો ઓછા કરે. ૩. વૃત્તિ સંક્ષેપ ઃ (ભિક્ષાચરી તપ) અલગ-અલગ ગૃહસ્થોને ત્યાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરી સંયમપૂર્વક નિર્વાહ કરે. જેમ ગાય તપાધિરાજ વર્ષીતપ ' (૧૮) Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપરથી થોડું થોડું ઘાસ ખાઈ પોતાનો નિર્વાહ કરે છે, તેમ સાધુ પણ ગોચરી કરે છે. ૪. રસપરિત્યાગ : દૂધ, દહીં, તેલ, ઘી, માખણ, ગોળ, મિઠાઈ વિગેરે રસત્યાગને તપ કહે છે. રસનો ત્યાગ એ આહારનો ત્યાગ છે, જ્ઞાનીઓ કહે છે. ૫. કાયક્લેશ તપ : સ્વેચ્છાએ, સ્વાધીનપણે નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયક્લેશ તપ – કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહેવું તે – તડકામાં ઉભા રહીં આતાપના લેવી. કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર ઉભા રહેવું. સાધુની ૧૨ પડિમા (પ્રતિજ્ઞા) ઉપરાંત લોચ કરવો, ગ્રામાનુગ્રામ વિહાર, શીતતાપ સહન કરવા વિગેરે કષ્ટ સહે તે કાયક્લેશ તપ. ૬. પ્રતિસંલિનતા તપઃ તેના ચાર ભેદ છે. ૧. રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે, ઈન્દ્રિયોના વિષય સંબંધ પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે તે ઈન્દ્રિય પ્રતિસંલિનતા તપ. ૨. ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસલીનતા તપ. ૩. અસત્ય અને મિશ્ર મનના યોગનો નિગ્રહ કરી સત્ય અને વ્યવહારમાં મન પ્રવર્તાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તે. ઔદારિક આદિ સાત કાયયોગમાંથી અશુભને છાંડી શુભ પ્રવર્તાવે તે રોગ પ્રતિસલીનતા તપ. ૪. વાડી, બગીચા, ઉધાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઢ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પૌષધશાળા, ખાલીકોઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભાસ્થાન, છત્રી, શાસન, વૃક્ષની નીચે એ ૧૮ પ્રકારના સ્થાનમાં તપાધિરાજ વર્ષીતપ (૧૯) | Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતા હોય ત્યાં એક રાત્રિ આદિ યથોચિત કાળ રહે તે વિરક્ત શયનાસન પ્રતિસંલીનતા તપ. સમાજમાં તપ શબ્દ અમુક જ પ્રકારના બાહ્ય તપ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો છે. મુનિ જીવનના સાધકો તો આ છએ છ પ્રકારના બાહ્ય તપનો આદર કરે છે. ગૃહસ્થો એ પણ આ તપોને પોતપોતાની ભૂમિકા મુજબ આચરવા જોઈએ. તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા કરીને આત્મ વિશુદ્ધિ કરવાની ઝંખનાવાળા સાધકોએ બાહ્યતા આચરવો જોઈએ. જ્ઞાનીઓ કહે છે કે, વિગઈઓ (રસ) એ શત્રુનું ઘર છે, આયંબિલ એ મિત્રનું ઘર છે, જ્યારે ઉપવાસ એ પોતાની માલિકીનું ઘરનું ઘર છે. જેણે રસ જીત્યો એણે જગત જીતી લીધું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦માં અધ્યયનમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ તથા “પ્રશમરતિમાં” વાચક ઉમાસ્વાતીએ કહ્યું છે કે : ૧. પ્રાયશ્ચિત ૨. વિનય-તપ ૩. વૈયાવચ્ચ (સેવા) તપના ૧૦ પ્રકાર ૪. સ્વાધ્યાય ૫. ધ્યાન ૬. વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ કે દેહાધ્યાસ નો ત્યાગ) આ છ પ્રકારના આત્યંતર તપ છે, જેમાં સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ બતાવવામાં આવેલ છે. કને ક્ષય કરનારો તપ આવ્યંતર - અંતરંગ જ છે. ૧. પ્રાયશ્ચિત તપઃ પાપના પર્યાયનું છેદન કરે તેને પ્રાયશ્ચિત તપ કહેવાય છે. પ્રાયશ્ચિત એ સ્વદોષદર્શન સ્વરૂપ છે. ચિત્તશુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત, સદ્ગુરુના ચરણોમાં વિનયપૂર્વક પોતાના દોષ-પાપો કહેવાં, અતિચારો પ્રગટ કરવા અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત આપે તે વહન કરવું તેને પ્રયશ્ચિત તપ કહે છે. તપાધિરાજ વર્ષીતપ (૨૦) | Page #33 -------------------------------------------------------------------------- ________________ - ૨. વિનય તપ ઃ જેઓ વિનયને યોગ્ય હોય તેમનો વિનય કરવામાં પાપકર્મનો ક્ષય થાય છે. માટે વિનય ને તપ કહેવામાં આવ્યો છે. પૂજ્ય પુરુષો આવે ત્યારે ઉભા થવું મસ્તકે અંજલિ જોડવી. ચરણપ્રક્ષાલન કરવું, બેસવા આસન આપવું વિગેરે અનેક પ્રકારો વિનયના છે. વિનયતપના પાંચ પ્રકાર છે. ૧) જ્ઞાનીનો વિનય કરે તે જ્ઞાનવિનય. ૨) શુદ્ધ શ્રદ્ધાવંતને વંદના નમસ્કાર કરે તે દર્શનવિનય. ૩) ચારિત્રવાનનો વિનય કરે તે ચારિત્રવિનય. ૪) પ્રશસ્ત, કોમળ, દયાળુ અને વૈરાગી વિચાર કરે તે મનવિનય. ૫) હિતમિત અને પ્રિય બોલવું તેને વાણીનું તપ કહ્યું છે તે વચનવિનય. (પ્રિય – કલ્યાણકારી વચન). ૬) ગમન આગમન કરતા ઉભા રહેતા, બેસતાં સૂતા, સર્વ ઈન્દ્રિયોને અપ્રશસ્ત (અયોગ્ય) કાર્યોથી, રોકી પ્રશસ્ત (કરવાં ચોગ્ય) કાર્યમાં પ્રવર્તાવે તેને કામ વિનય કહ્યો છે. ૭) ગુરુની આજ્ઞામાં વર્તે, સ્વધર્મીનું કાર્ય કરે, ગુણાધિક સ્વધર્મીની આજ્ઞામાં વર્તે, ઉપકારીનો ઉપકાર માને, અન્યની ચિંતા ટાળવાનો ઉપાય કરે, દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરે, વિચક્ષણતા અને નિષ્કપટતાપૂર્વક સર્વને પ્રિય લાગે તેવા કામ કરે તેને લોકવ્યવહાર વિનય કહ્યો છે. આમ વિનય પરગુણદર્શન સ્વરૂપ છે. ૩. વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકાર : ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. શિષ્ય, ૪. ગ્લાન (રોગી), ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. સ્વધર્મી, ૮. કુલ (ગુરભાઈ), ૯. ગણ (સંપ્રદાયના સાધુ) અને ૧૦. સંઘ (તીર્થ) તપાધિરાજ વર્ષીતપ (૨૧) Page #34 -------------------------------------------------------------------------- ________________ આ દસને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ઉપચાર લાવી આપવા. સાધુસંતો અને તપસ્વીઓની નમ્રતાથી અને પ્રસન્નચિત્તે સેવા કરવી તે વૈયાવૃત્ય તપ છે. આચાર્ય વિગેરે મને સેવાનો લાભ આપી મારા પર ઉપકાર કરે છે, એ ભાવના ભાવવી. ૪. સ્વાધ્યાય : સજઝાય તપના પાંચ પ્રકાર છે. ૧) સદ્ગુરુના ચરણોમાં વિનયપૂર્વક સૂત્ર અર્થ ગ્રહણ કરવા તે વાચના ૨) સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા તે પૃચ્છના ૩) મનમાં આગમતત્ત્વોનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા ૪) સૂત્રપાઠનું શુદ્ધિકરણ પૂર્વક ઉચ્ચારણ કરવું તે આમ્નાય ૫) ઉક્ત ચાર પ્રકારના નિશ્ચલ નિ:સંદેહ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો લાભ બીજાને પણ આપે અર્થાત ધર્મોપદેશ અને ધર્મકથા દ્વારા શાસનની ઉન્નતિ ને ધર્મવૃદ્ધિ કરે તે પાંચ પ્રકારના સ્વાધ્યાય તપ. ૫. ધ્યાનઃ શાસ્ત્રકાર પરમર્ષિઓએ ૪૮ પ્રકારના ધ્યાન બતાવ્યા છે. જેને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય. આર્ત અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ છે. છાંડવા જેવા છે. (હેય) ત્યાજય છે. ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બે શુભ ધ્યાન છે. જે ઉપાદેય છે, આદરવા યોગ્ય છે. આર્તધ્યાની – મનોજ્ઞ શબ્દ, રસ રૂપ ગંધનો સંયોગ ઈચ્છે અને અમનોજ્ઞ શબ્દાદિનો વિયોગ ઈચ્છે છે. જે રાગદ્વેષ કરાવનાર છે. જે આક્રંદ, રૂદન, શોક, ચિંતા વલોપાત કરાવે છે. રૌદ્રધ્યાની - હિંસા, જૂઠ, ચોરીના વિચાર કરે ભોગોપભોગ વિચારે ને મૃત્યુપર્યત પાપનું પ્રાયશ્ચિત ન કરે. ધર્મધ્યાની વીતરાગની આજ્ઞાનો વિચાર કરે છે, તેમની ચિંતનધારા સુગુરુ સુદેવ અને સુધર્મને શરણે જવામાં વહે છે. તપાધિરાજ વર્ષીતપ જ વર્ષીતપ (૨૨) Page #35 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાન – શુક – લુનાતિ શુક એટલે શોક. લુનાતિ એટલે નાશ થવો. શોક, દુ:ખ.... સંતાપ, શારીરિક અને માનસિક દુઃખ.... શોકનો જેનાથી નાશ થાય તેને શુક્લ કહેવાય છે. શુક્લધ્યાની પરભાવનો ત્યાગ કરી આત્મભાવમાં લીન થવાનો વિવેક આચરે - રાગદ્વેષનો ત્યાગ કરી વીતરાગ દશા તરફ આગળ વધે – ઉપસર્ગથી ચલિત ન થાય, શુભમાંથી આત્માના એક શુદ્ધ ભાવપર્યાયમાં લીન થઈ જાય. શુક્લધ્યાનના પૂર્વાર્ધમાં જીવાત્મા કેવળજ્ઞાની બની શકે છે અને ઉત્તરાર્ધમાં અંતે આત્મા અકર્મા બને છે. ગુણસ્થાનની આ સર્વોત્કૃષ્ટ કક્ષા છે. જ્ઞાનીઓએ શુક્લ ધ્યાનના અંતિમ અને ચોથા ચરણને શૈલેશીકરણ (મેરૂ જેવી અકંપ) ની ક્ષણ કહી છે. એ ક્ષણે દેહી ચૈતન્ય વિશ્વચૈતન્યમાં વિલીન થાય છે. આત્મા સિદ્ધ મુક્ત બને છે. આમ ધ્યાન એ ઉત્કૃષ્ટ આંતરતપ ક્રિયારૂપ છે. મહાન શ્રતધર આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે, સેંકડો ભવમાં ઉપાર્જન કરેલા અનંત કર્મોના વનને બાળી નાખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે. ૬. કાયોત્સર્ગ (દેહાધ્યાસનો ત્યાગ) -વ્યુત્સર્ગ: અહંકાર અને મમકારરૂપ સંકલ્પનો ત્યાગ કરવો એ વ્યુત્સર્ગ નામનું તપ છે. શરીર અને આહારમાંથી મન અને વચનની પ્રવૃત્તિઓને હઠાવીને આધ્યાત્મિક વિચારોમાં એકાગ્રતાથી ચિત્તનો વિરોધ કરવો એટલે કે પાયાનો ઉપસર્ગ કરીને ધ્યાનપૂર્વક એક મુહર્ત ,એક દિવસ , એક પખવાડિયું , એક મહિનો અથવા વધુ સમય સુધી સ્થિર રહેવું એટલે વ્યુત્સર્ગ નામનું તપ કરવું નિસંગત ,નિર્ભયત્વ , જીવિત આશાનો ત્યાગ ,દોષનો ઉચ્છેદ , મોક્ષમાર્ગ પ્રભાવમાં તત્પરતા વગેરેને માટે આ તપ કરાય છે.વાસ્તુ ધન ધાન્ય વસ્ત્રો વગેરે બાહ્ય સાધનો જે માટે આત્માના એકત્વને અનુભવવામાં વિઘ્નરૂપ છે તેમ ક્રોધ , ભય તૃષ્ણા વગેરે આંતરિક વૃત્તિઓ છે તે સર્વ પર નિયંત્રણ મેળવવું એ વ્યુત્સર્ગ છે.આમ આ તપમાં કાયાની માયા-મમતાનો ત્યાગ અને આત્મભાવમાં રમણ મુખ્ય છે. તપાધિરાજ વર્ષીતપ (૨૩) | Page #36 -------------------------------------------------------------------------- ________________ તપ તત્ત્વ વિચાર આચાર્ય ભગવંતો અને શાસ્ત્રકાર પરામર્શીઓએ જૈનદર્શમાં તપતત્ત્વની વિચારણાં ખૂબજ ઉંડાણ તેમજ વિસ્તાર પૂર્વક કરી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે, બાહ્ય અને આત્યંતરતપ એકબીજાના પૂરક છે. લોકસજ્ઞા કે લોકપ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા કરવી તે સુખશીલતા છે, અજ્ઞાન દશા છે. આંતરવિશુદ્ધિ માટે આવ્યંતર તપની જરૂર છે, પરંતુ આન્વંતર તપમાં સુદૃઢ થવા માટે બાહ્યતપની જરૂર છે. તપ એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથી. સ્વેચ્છાએ કષ્ટ સહન કરી કર્મનિર્જરા કરવાની સાધના છે, તપશ્ચર્યામાં અંતરંગ આનંદની અખંડિત અખંડિત ધારા વહે છે. તપ એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથી. સ્વેચ્છાએકષ્ટ સહન કરી કર્મનિર્જરા કરવાની સાધના છે, તપશ્ચર્યામાં અંતરંગ આનંદની અખંડિત ધારા વહે છે. તપ તોફાની દેહરૂપ ઘોડાને કહ્યાગરો બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આહારસંજ્ઞાનો ત્યાગ વધુ કઠીન છે, માસક્ષમણની ઘોર તપસ્યા કરી શકતાં આત્માઓ પારણાને દિવસે આહારસંજ્ઞાની સંપૂર્ણ શરણાગતિ લેતા પ્રાયઃ જોવા મળે છે, વસ્તુતઃ આહારનો ત્યાગ આહારની સંજ્ઞાનો ત્યાગ અણાહારી પદની પ્રાપ્તિ માટે જ કરવાનો છે. તપસ્યા પછી આ સંજ્ઞા પાતળી ન પડે તો આપણી તપસ્યા સફળ થઈ ગણાય નહિ. ધ્યાન (મનનું) અને કાયોત્સર્ગ (મનાદિત્રણેય) ઉત્તરોત્તર ચડીયાતા તપો છે. તેમના દ્વારા સમાધિસ્થ બનાય છે. વિપશ્યના અને પ્રેક્ષાધ્યાન પદ્ધતિનાં શિક્ષણ પ્રચાર-પ્રસાર વધ્યા છે, અધિકારી-યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન દ્વારા આ સાધના પદ્ધતિ ઉપકારક નીવડી શકે છે. તપાધિરાજ વર્ષીતપ (૨૪) Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂર્ણ ક્રિયા અને જ્ઞાનનો સમન્વય. જૈનધર્મ આચાર ધર્મ છે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા બન્ને હોય ત્યારે જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. અંતરમાં ત્યાગ વિરાગ ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભોગ વિલાસમાં સુખશીલ જીવન ગુજારે અને એમ કહેવું કે આ બધી પુદ્ગલની ક્રિયા છે, આત્માને તેનો કોઈ સ્પર્શ થતો જ નથી, તો તે ખોટી આત્મવાંચના છે. ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. એટલા માટે જ મુનિધર્મ વિકટ છે. ગૃહસ્થોને પણ અણુવ્રતોથી સંયમ અને તપના માર્ગે જવાનું કહ્યું છે. ભગવાન મહાવીર તીર્થંકર નામ કર્મ બાંધીને જનમ્યા, છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં સાડા બાર વર્ષની ઘોર તપસ્યા કરવી પડી. અસહ્ય પરીષહો અને ઘોર ઉપસર્ગો સહન કરવા પડ્યાં. ઈન્દ્ર અને દેવો બચાવ કરવા આવ્યા ત્યારે તેમને કહ્યું કે તમારી મદદ-સહાય નહી સ્વીકારું, કારણ કે મારા કર્મો મારે જ ખપાવવા છે. માત્ર નિશ્ચયની વાતો કરી સદ્ વ્યવહારને લોપે અને સાધન (ત્યાગ, વૈરાગ્ય, તપ) તજી દે તે ઉચિત નથી. નિશ્ચય વાણીના મહાન ગ્રંથ સમયસાર નો સંદર્ભ આપી જીવનમાંથી ધાર્મિક ક્રિયા, આધ્યાત્મિક અનુષ્ઠાનો (તપ) નો છેદ ઉડાડી દેવો તે પરમાગમનું સન્માન નથી. આત્માર્થી આવું કદી ન કરે. તે તો વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય જૂએ. તપ વિના વાસના કષાયો પાતળા પડતાં નથી, તેથી દેહાધ્યાસ (દેહની આસક્તિ) છૂટતો નથી. દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. આ આંતરયુદ્ધ નિરંતર ચાલે છે. આત્માના સ્વરૂપની માત્ર વાતો કરવાથી આત્મજ્ઞાન થતું નથી. તેમણે ત્યાગ, વૈરાગ્યની સમકિત સાધના પર ભાર મૂક્યો છે. તપાધિરાજ વર્ષીતપ (૨૫) Page #38 -------------------------------------------------------------------------- ________________ સાચી સમજણથી જ્ઞાનયુક્ત અને ભાવના સભર તપ જ કર્મનિર્જરાનું કારણ બની શકે છે. અજ્ઞાનીના લાખો વર્ષના તપ કરતાં જ્ઞાનીના એક શ્વાસોચ્છાસ જેટલી તપક્રિયા વધુ કર્મનિર્જરા કરે છે. પંડિત સુખલાલજીએ તપની વિશેષતાનું નિરીક્ષણ ઉંડાણથી કર્યું છે. તેમના મતે બુદ્ધની જેમ મહાવીર પણ કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતાં ન હતાં. કારણ કે આવા અનેક તપ કરનારાઓને તાપસ કે મિથ્યાતપ કરનારા કહ્યાં છે. ભગવાન મહાવીરે પરંપરાથી ચાલ્યા આવતાં સ્થૂલ તપનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે અનિવાર્યપણે જોડી દીધો અને કહી દીધું કે બધી જાતના કાયાક્લેશ, ઉપવાસ વગેરેથી શરીર અને ઈન્દ્રિયોનું દમન એ ભલે તપ હોય, પણ એ બાહ્ય તપ છે. આવ્યંતર તપ નહિ. આત્યંતર અને અધ્યાત્મિક તપ તો બીજું જ છે અને આત્મશુદ્ધિ સાથે એને અનિવાર્ય સંબંધ છે. ભગવાન મહાવીરે નિગ્રંથ પરંપરામાં પહેલેથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદી જુદી જાતના દેહદમનોને પણ અપૂર્ણતપ કે મિથ્યાતપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તપોમાર્ગમાં દેવાધિદેવ મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે અને તે એ કે કેવળ શરીર અને ઇન્દ્રિયોના દમનમાં સમાઈ જતા તપ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બધાય ઉપાયો સુધી વિસ્તૃત કર્યો એટલા માટે જૈન આગમોમાં ઠેરઠેર આવ્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારના તપોનો નિર્દેશ સાથોસાથ મળે છે. બુદ્ધ તપની પૂર્વે પરંપરાનો ત્યાગ કરીને ધ્યાન સમાધિની પરંપરા ઉપર જ વધારે ભાર આપ્યો હતો. તેમણે બાહ્યતપનો પક્ષ લીધો નથી. જ્યારે ભગવાન મહાવીરે બાહ્યતામાં આંતરદષ્ટિ ઉમેરી અને અંતર્મુખ બનાવ્યું. તપાધિરાજ વર્ષીતપ (૨૬) Page #39 -------------------------------------------------------------------------- ________________ તપ: એક વૈજ્ઞાનિક અભિગમ બાહ્ય અને આત્યંતર તપનું આપણા જીવનમાં માનસિક અને શારીરિક આરોગ્યની દષ્ટિએ પણ ઘણું જ મહત્વ છે. તપને માત્ર આપણે કર્મનિર્જરાના સાધન તરીકે જ સ્વીકારવું જોઈએ. છતાં આપણને તેના વધારાના ફાયદા મળે છે અને કેટલાક માનસિક રોગ દૂર થાય છે. વ્યસનમાંથી મુક્તિ મળે છે. ધ્યાનથી વીલપાવર વધે છે. વધુ પડતી ચંચળતા - વીવરીંગ માઈન્ડ હોય તેમાં સ્થિરતા આવે છે. નિર્ણયશક્તિ વધે છે. ઉપવાસ દરમ્યાન ભોજન ન લેવાથી, સમગ્ર પાચનતંત્રને પાચનક્રિયાના કાર્યમાંથી મુક્તિ મળવાથી પાચન તંત્રમાં શુદ્ધિકાર્ય આરંભાય છે અને આખા શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ કે વિષદ્રવ્યોનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમ્યાન તે ઓટોલીસીસની પ્રક્રિયા દ્વારા વિસર્જીત થવા માંડે છે. તેમનામાં રહેલા ઉપયોગી ભાગ શરીરના મહત્વના અંગો હદય, મગજ વગેરેને પોષણ આપવાના કામમાં આવે છે. ઝેર શરીરમાંથી બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય છે. શરીર નિર્મળ અને નિરોગી બને છે. આયુર્વેદના ગ્રંથોમાં ઉપવાસની ઘણી પ્રશસ્તિ કરવામાં આવી છે, ઉપવાસ અને પ્રાણાયામ દ્વારા ઘણા રોગો મટાડવાની પદ્ધતિ વિકાસ પામી છે. કુદરતી ઉપચારમાં ગાંધીજીએ ઉપવાસનું ઘણું મહત્વ દર્શાવ્યું છે. વૈભાવિક વૃત્તિને તોડે તે વ્રત...! આપણાં વિદ્વાન વ્યાખ્યાતા મહાસતી ડૉ. પૂજ્ય તરૂલતા સ્વામીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની ૨૮મી ગાથા સમજાવતા આ વાત ખૂબજ સુંદર રીતે કરી છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહું વ્રત અભિમાન; ગ્રહોનહિ પરમાર્થને, લેવા લૌકિક માન... તપાધિરાજ વર્ષીતપ (૨૭) Page #40 -------------------------------------------------------------------------- ________________ મતાર્થી જીવ વ્રત પ્રત્યાખ્યાન કરતો હોય છે. સામાન્યતઃ એવું જોવા મળે કે કોઈપણ જીવ પહેલા દ્રવ્ય-ચારિત્ર રૂપ વ્રત પ્રત્યાખ્યાનથી જ ધર્મની શરૂઆત કરતો હોય છે. તેને બહુ ખબર ન હોય કે શા માટે વ્રતો કરવા ? કેટલાકને એમ સમજણ પણ હોય કે તપ કરવાથી કર્મ નિર્જરા થઈ તેનો માપદંડ શું? અઠ્ઠમ કરીએ કે માસખમણ ! આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ. અહીં ભૌતિક વળતર હોઈ શકે જ નહિ. અહીં કર્મ નિર્જરાના વળતરની વાત છે. તપશ્ચર્યા પછી આપણે વિચારીએ છીએ કે આપણાં કેટલા કર્મોની નિર્જરા થઈ. આત્મા સાથે સત્તામાં પડેલા કર્મો પોતાની સ્થિતિ પૂર્ણ કરી ક્ષય સન્મુખ થાય તે નિર્જરા તપશ્ચર્યા કરવાથી, કર્મોની સ્થિતિ જલ્દી પૂરી થાય છે અને તે આત્મા પરથી ખરી પડે છે. આ રહસ્યને સમજાવવા માટે જ શ્રીમજીએ ગાથામાં એક માર્મિક શબ્દ મૂક્યો છે. વૃત્તિ તેઓ કહે છે – લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું વૃત્તિને ઓળખવાની છે. કર્મ – સહીત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, શ્રદ્ધા, વિવેક આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે, સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો રાગ, દ્વેષ, વિકાર આદિ દુર્ગુણો રૂપ આત્માનું પરિણમી જવું તે અને પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ. આ બન્ને વૃત્તિઓના સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા માટે જ આખીય ધર્મ આરાધના છે, તેમાં તપનો સમાવેશ પણ થઈ જાય. વૃત્તિને તોડે તે વ્રત આપણને હેરાન કરતી અંદરની વિકારી વૃત્તિને તોડવા માટે જ આપણે તપ કરવાનું છે. જરા રૂપ જોઉં ને અંજાઈ જાઇ, વિકારી શબ્દો સાંભળું, વિકારી દશ્યો જોઉં ને વિકારી વૃત્તિઓ ઉછાળા મારવા માંડે – બહુ તપાધિરાજ વર્ષીતપ (૨૮) - - Page #41 -------------------------------------------------------------------------- ________________ સતાવે - ઉપવાસ દ્વારા આત્માની નજીક વાસ કરીને મારા અવિકારી સ્વરૂપમાં વાસ કરી વૃત્તિને અંતરથી નિહાળી અને તેની સાથે યુદ્ધ કરીને હરાવવી છે. જો તપસ્વીની ચિંતન ધારા આ રીતે ચાલે તો વૃત્તિઓ કેટલે અંશે નિર્બળ બની તે પણ અનુભવી શકાય. આમ ક્રોધની સામે ક્ષમા, માયા- પ્રપંચ સામે સરળતા, લોભ સામે સંતોષની વૃત્તિમાં જો તપ ત્યાગ કર્યા પહેલાની સ્થિતિ અને પછીની સ્થિતિમાં સુધારો થતો હોય, વિભાવના નિમિત્તો આવે છતાં જીવ વિભાવ રૂપે પરિણત ન થતો હોય અથવા ઓછો થતો હોય તો સમજી લેવું કે તપથી કર્મોની નિર્જરા થઈ છે. આ જ કર્મ નિર્જરાનો માપદંડ છે. જેણે વૃત્તિનું સ્વરૂપ જાણ્યું, તે સાધક જ વ્રતના મૂલ્યને સમજી શકે, અન્યથા ગ્રહું વ્રત અભિમાન. આપણે વ્રતને ગણાવ્યા કરીયે કે હું આટલા ઉપવાસ કરું, આટલા આયંબિલ કરું મારો આટલામો વર્ષીતપ છે અને કંપેરીઝન કરીએ કે મારા અમુક સંબંધી કે પાડોશી નથી કરતાં તો આપણું અભિમાન પોષાય છે. જેનાથી કષાયો મંદ કરવાના હતાં, તેનાથી જ કષાયો વધુ ઉગ્ર બને. આમ લૌકિક માનમાં પડેલો જીવ ગ્રહે નહિ પરમાર્થને. પરમાર્થ એટલે મોક્ષ સાધક જેટલા સાધનો તે પરમાર્થ. સગુરુના મોક્ષ સાધનાના વચનો તે પણ પરમાર્થ. તપસ્યા લૌકિક માટે નહિ ઈહલૌકિક કે પરલૌકિક હેતુ માટે પણ નહિ , પરંતુ માત્ર કર્મનિર્જરા અર્થે છે. છે કે તપાધિરાજ વર્ષીતપ (૨૯) Page #42 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચર્યા પર લોકવ્યવહારનું અતિક્રમણ આપણાં સમાજમાં ઉધઈની જેમ જે કીડો લાગ્યો છે તે તપશ્ચર્યા નિમિત્તે કંઈ લેવા-દેવાનો રિવાજ. જે તપશ્ચર્યા કરે તે સમાજને સગાસંબંધીને સાંજી, લ્હાણી, પ્રભાવના જમણના રૂપે આપે અને સમાજ તપસ્વીને ભેટ રૂપે. આમ શા માટે ? તપશ્ચર્યાની ખુશાલી કે બહુમાનનો હેતુ તેની પાછળ કદાચ હશે, પણ આજે તો એ હેતુ વિસરાઈ ગયો છે, માત્ર વ્યવહારિક દ્રષ્ટિકોણ થઈ ગયો છે. આમ ન કરે તો સમાજમાં નિંદા થાય. શું લોકોત્તર ધર્મ અનુષ્ઠાનોનું આટલું જ મૂલ્ય? શા માટે આવો રિવાજ ? તપસ્વીઓનું ધાર્મિક ઉપકરણો અને ધાર્મિક પુસ્તકો આપીને પણ બહુમાન કરી શકાય. તપની સાથે ત્યાગનો મહિમા છે, જેથી તપસ્વી તેની પહોંચ પ્રમાણે દાન કરે એ પ્રશસ્ત છે. હા, તપશ્ચર્યા કરનારને, તેના સ્વજનોને હોંસ આવે તો ભલે જરૂરિયાતવાળાને આપે તે સમાજ હોય, સંસ્થા હોય કે પરિવાર હોય ! પરંતુ પાંચ પચાસ રૂપિયાનું એક વાસણ ઘરમાં આવ્યું કે ન આવ્યું, તેમાં શું ફરક પડે ? તપશ્ચર્યા કરે તેને આટલું ધન ખર્ચવું જ જોઈએ, નહિ તો તેની તપશ્ચર્યા ,તપશ્ચર્યા ન ગણાય. વળી તેણે તપશ્ચર્યા કરી તેના બદલામાં તેને કંઈક મળવું જ જોઈએ. ધન-સોનું, રૂપું વિગેરે. આ વ્યવહારો કષાય મારક નહિ, પણ કષાય પોષક છે. ધાર્મિક અને સામાજીક સંસ્થાઓએ પણ આવા અતિરેકથી મુક્ત થવું જ રહ્યું અમુક વ્યક્તિ સાંજીમાં ન આવી – તેઓ કાંઈ વ્યવહારમાં સમજતા નથી તેની દીકરીની તપશ્ચર્યા વખતે મેં સોનાનો કરવો આપ્યો હતો – તેણે રોકડાથી ટૂંકું પતાવ્યું. પેલી વેવાણે ભારે ભેટ આપી અને પેલીએ ઘરમાંથી જ પડ્યું હતું તે આપીને પતાવ્યું. ચાસણી આપવાની પ્રથા પણ રીવાજ અને શુષ્ક વ્યવહાર છે. આણે મોંઘી વસ્તુ આપી, આણે સસ્તી આપી – ભાવે તેવી આપી – ન ભાવે તેવી આપી – આ બધાં વિધાનો અપેક્ષા વધારનારા રાગ-દ્વેષ કરાવનારા અને કર્મબંધનના કારણરૂપ બને છે. જો જો કર્મનિર્જરાના હેતુ રૂપ આદરેલી તપસ્યાના અંતે કર્મબંધન ન થઈ જાય ....! તિપાધિરાજ વર્ષીતપ (૩૦) Page #43 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીને પારણા અન્ય તપસ્વીના હાથે અથવા તપ કરવાની ભાવના વાળાને હાથે જ કરાવવા તો જ ધાર્મિક અનુષ્ઠાન પરત્વેનું બહુમાન છે.અતિરેકથી મુક્ત થવું જ રહ્યું. વર્ષીતપની વિધિ મોક્ષાધિકારી, શુભોદય વાળા કલ્યાણના કામી આત્માએ 2ષભદેવ ભગવાનના આ તપને વધાવી લીધો. વ્યવહારથી બાર મહિના ગણ્યા, કારણ ઉત્કૃષ્ટ બાર માસ કીધેલ છે એટલે આ તપને વર્ષીતપ ગણ્યો છે. શ્રી ઋષભદેવ પ્રભુએ ફાગણવદ આઠમે સંયમનો સ્વીકાર કર્યો, ત્યારથી ચારસો દિવસ બાદ વૈશાખ સુદ ત્રીજે પ્રભુનું પારણું ઈફુરસ દ્વારા થયું. આમ આ તપનું પૂરેપૂરું અનુકરણ તો ચારસો સળંગ ઉપવાસ દ્વારા થઈ શકે. એવી અભૂતપૂર્વ શક્તિ તો પ્રભુ સિવાય કોનામાં હોય. આહાર સંજ્ઞા પર અતિક્રમણ કરનાર આ કાળે અને આ ક્ષેત્રે પ્રભુ જેવા વિરલ આત્મા તો ન સંભવી શકે ! એથી એ તપના આંશિક અનુકરણરૂપે ફાગણવદ ૮થી અથવા વૈશાખ સુદ ત્રીજથી એકાંતર છઠ્ઠ અથવા ઉપવાસથી વર્ષીતપનો પ્રારંભ થાય છે. આપણે ત્યાં સામાન્ય રીતે અઠ્ઠમ, છઠ્ઠ, એકાંતર ઉપવાસ ,છઠ , અઠ્ઠમ ,આયંબિલ કે એકાસણાં કરીને આ તપ કરવામાં આવે છે. તેર મહિના અને અગીયાર દિવસ પછી શેરડીના રસ (ઈક્ષરસ) અથવા ગોળ કે સાકરના પાણીથી એકસો આઠ ઘડાથી પારણું કરાય છે. છેલ્લા પારણે ઓછામાં ઓછો છઠ્ઠ તપ હોય મોટી તિથિઓમાં પારણું (ખાધાવાર) આવે તો છઠ્ઠ કરવો જોઈએ. વર્ષીતપ દરમ્યાન તપસ્વીએ નીચે પ્રમાણે નિયમો પાળવા જોઈએ ? ૧. ઉપરાઉપરી બે દિવસ ખાવાનું નહીં ૨. ક્ષમાયુક્ત તપ ઘણો ફળદાયી બને છે, જેથી કષાયનો નિરોધ કરવો. ૩. સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ કરવું તિપાધિરાજ વર્ષીતપ (૩૧) | Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪. ગામમાં સંતો બિરાજતા હોય તો તેમને વિધિપૂર્વક વંદના કરી પચ્ચખાણ તેમની પાસેથી લેવા. ૫. ૐ શ્રી બાષભદેવાય નમઃ ની રોજ વીસ માળા ગણવી ૬. દરરોજ બાર લોગસનો કાઉસગ્ન કરવો ૭. દરરોજ બાષભદેવાય નમઃ વંદામિ નમ:વામી બોલી બાર વંદના કરવી ૮. વર્ષીતપ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવું ૯. નિત્ય ચૌવિહાર કરવો ૧૦. તપશ્ચર્યા દરમ્યાન – અચેત પાણી – ઉકાળેલું પાણી ઠંડુ કરીને વાપરવું (ફ્રીજમાં મૂકવું નહી) ૧૧. જમતી વખતે સાધુ – સાધ્વીજીને વહોરાવવાની ભાવના ભાવવી અને જમીને થાળી ધોઈને પી જવી. ૧૨. કંદમૂળનો ત્યાગ બાર માસ સુધી કરવો - આઠમ પાખી વિગેરે પર્વના દિવસોમાં લીલોતરી શાકનો ત્યાગ કરવો સામાન્ય રીતે મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકાઓ વંદન (ખમાસણા), સ્વસ્તિક(સાથિયા), માળા(નવકારવાળી) અને કાઉસગ્ગ આદિ દેરાસરમાં કરે છે અને પારણાને દિવસે બિયાસણાં કરે છે. અક્ષય તૃતિયાને દિવસે ઈક્ષરસથી એકાસણાના તપયુક્ત પારણું કરવામાં આવે છે. છેલ્લો છઠ્ઠ અથવા અઠ્ઠમ કરી તપશ્ચર્યા પર કળશ ચઢાવવામાં આવે છે. સાધુ સંત સમીપે કળશ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. પારણાના પૂર્વે ગુરુદેવ (સાધુ-સંત) સમીપે તપસાધનાની શુદ્ધિ (આલોચના) કરવામાં આવે છે. જૈનશાસનમાં પર્યુષણ એ જેમ પ્રભાવક પર્વ છે, એમ વર્ષીતપ એ પ્રભાવ તપ તરીકે સુપ્રસિદ્ધ છે. તપાધિરાજ વર્ષીતપ (૩૨) Page #45 -------------------------------------------------------------------------- ________________ તપની આલોચના પ્રાયશ્ચિતની આંતર પ્રક્રિયા. આલોચના – જોવું – તપાસવું. માનવ પાસે દષ્ટિ છે, આત્મામાં જ્ઞાનદષ્ટા પણાનો ગુણ છે. ખુલ્લી આંખે જગતના બાહ્યપદાર્થો ને નિહાળે છે. પરંતુ બંધ આંખે પોતે પોતાને જ નિહાળવું તે જ છે આલોચના. પ્રત્યેક જીવની આત્મવિકાસની અવસ્થા ભિન્ન હોય છે. તેથી સહુથી પોતાને જોવાની દષ્ટિ પણ ભિન્ન હોય છે. જેની આત્મિક ચેતના સહુથી વધુ વિકસિત હોય તેટલો તે પોતાનામાં વધુ ઉંડો (સૂક્ષ્મ) ઉતરી શકે. જ્ઞાન, દર્શન, આદિ એ આત્માના મૂળભૂત ગુણો છે. સિદ્ધ ભગવાનનાં આત્મામાં રહેલા આ ગુણો પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિર્મળ હોય છે. પણ સર્વ સંસારી જીવોમાં ઓછે વત્તે અંશે એ ગુણો વિકૃત થઈ ગયેલા હોય. એ વિકૃત ભાવોની પ્રેરણાથી જ્યારે મન-વચન-કાયા પ્રવૃત્તિ કરે ત્યારે અશુભ પ્રવૃત્તિઓ વધારે પ્રમાણમાં થાય. પરિણામે જ્ઞાન, દર્શન આદિ ગુણો પણ વધુ વિકૃત થતાં રહે છે જેની પરિણતિ પાપમાં આવે છે. જીવ સ્વને નિહાળી પાપરૂપ વિકૃતિઓનો એકરાર કરી, તેનો પશ્ચાતાપ કરી શુદ્ધ થાય તે ક્રિયાને આલોચના કહેવાય છે. વર્ષ દરમ્યાનની તપ સાધનામાં વ્રત પાલનમાં પ્રમાદ, સ્વાર્થ કે અજ્ઞાન ને કારણે દોષો લાગ્યા હોય તેની ગુરૂ ભગવંત સન્મુખ આલોચના કરવાથી આપણે પાપોને પરભાવ માનીશું. આપણાં વિરોધી માનીશું, આત્મસ્વરૂપના ઘાતક માનીશું તો ફરી આપણા જીવનમાં પાપનો પ્રવેશ નહિ થાય અને તપની શુદ્ધિ થશે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના શાસ્ત્રોમાં આત્મ લક્ષી બતાવી છે. આ આરાધના સમયે જીવન વ્યવહારની સાથે ૧૮ પાપ સ્થાનકોમાંના પાપો પ્રવેશી ગયા હોય તેને, તપ સાધનાની પૂર્ણાહુતિના મંગલમય દિવસોમાં અરિહંત, સિદ્ધની સાક્ષીએ આત્માને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા સાથે, આલોચના કરવી જોઈએ. આ આલોચના ગુરૂભગવંત સન્મુખ સમજણ અને ભાવપૂર્વક કરીએ તો ભવોભવની કર્મજાળને છેવા સમર્થ છે. તપાધિરાજ વર્ષીતપ (૩૩) Page #46 -------------------------------------------------------------------------- ________________ આલોયણા પ્રથમ માંગલિક ક્લેવું દ્રવ્યકર્મનો અને ભાવકર્મનો સંબંધ છોડીને અણાહારક પદ પ્રાપ્ત કરવા માટે, સમ્યક તપની આરાધના વડે, જ્ઞાનમાં સ્થિર થતાં, વિભાવ ભાવ અને રાગદ્વેષની ગાંઠ છેદાઈને નાશ પામે તેવું તપનું ફળ પ્રગથ્થુ ન હોઈ, ઈચ્છા નિરોધ તપનું સેવન કરતાં રાગદ્વેષનું સેવન થઈ ગયું હોય અને આત્મસ્વરૂપની વિરાધના થઈ હોય તો અરિહંત, સિદ્ધની સાખે મિચ્છામિ દુક્કડં. શાશ્વત આત્મધર્મના અદભુત વ્યવહાર સમા તપના આચરણમાં મન-વચન અને કાયાથી દોષ લાગ્યો હોયતો મિચ્છામિ દુક્કડં. તપમાં પરભાવની ઉપેક્ષા બુદ્ધિ થવાને બદલે અપેક્ષાવૃતિ થઈ ગઈ હોય. કર્મની નિર્જરા સિવાય રાગાદિ સંકલ્પ કર્યો હોય, તો અરિહંત સિદ્ધ ભગવાન ની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સાધુ સાધ્વીઓ શરીરના રાગાર્થે નહિ પણ સંયમના નિર્વાહ માટે આહાર લે છે. અણાહારક પદ ક્યારે પ્રાપ્ત થાય તેવું લક્ષ હોય છે. આપણાં આત્મવીર્યની નબળાઈને કારણે આવી સ્વરૂપ જાગૃત દશા ન રહી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. બાવીશ પરિષદમાંથી કોઈપણ પરિષહ ઉદયમાં આવે તે વખતે શોક કે ખેદભાવ થયો હોય. મન, વચન, કાયાના યોગે તીવ્ર કષાયભાવથી તપની વિરાધના થઈ હોય તો અરિહંત સિદ્ધ ભગવાન ની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ગુરુદેવ સમીપે વર્ષીતપ આદર્યો તેનું સેવન કરતાં ક્યારેક મારે ઘણું સહન કરવું પડ્યું એવો સંકલ્પ આવ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્માનો સ્વભાવ આહાર લેવાની બંધનવૃતિ રહિત છે. એવો વસ્તુસ્વભાવ નહિ સ્વીકારતા, હું આહારવાળો છું તે પ્રકારે દસ સંજ્ઞામાં રાગ-દ્વેષની એકતા થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. તપનું ફળ સમતા, આત્મસ્થિરતાનું, અને વૈભાવિક વૃતિ તોડવાનું હોય છતાં મનમાં તાપ થયો હોય, શરીરની કૃશતાથી ગ્લાનિ થઈ હોય તપાધિરાજ વર્ષીતપ (૩૪) Page #47 -------------------------------------------------------------------------- ________________ તો તસ્સ મિચ્છામિ દુક્કડં. અસંખ્ય પરિષહો સહન કરી ૪૦૦ ઉપવાસનો વર્ષીતપ કરનાર ભગવાન ઋષભદેવ, આણાહારક દશામાં રમતા અને ઝૂલતા ઉગ્ર તપસ્વી દેવાધિદેવ મહાવીર ને સમ્યફ તપના સેવનમાં ખેદનો અંશ પણ ન થયો હોય, એવી દાદા આદિનાથ અને વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે – મને ધિક્કાર છે, એવી નિરભિમાનપણાની ભાવના ભાવવી જોઈએ, તે ભાવના ન ભાવતા લોકોના માન પ્રશંસા, મોટાઈ કે શ્તાધાનું લક્ષ સેવાઈ ગયું હોય તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. તપસ્યા કરતાં દેહ દૂબળો પડે, છતાં અંતરમાં આત્મા સમતાથી ભરેલો છે. માટે આહાર એ જડ શરીરનો ખોરાક છે આત્માનો નહિ એવું લક્ષ હોવા છતાં અશાતાના ઉદયે, નબળાઈના કારણે, આકુળતા કે કષાયનો ભાવ થઈ ગયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. માત્ર વ્યવહાર તપનું લક્ષ રાખ્યું હોય, પારણાના દિવસે આહાર કરતા પહેલા પા ઘડી અણાહારક પદની ભાવના ભાવવાને બદલે આકુળતાથી આહાર સંજ્ઞાની શરણાગતિ સ્વીકારી હોય, આહાર વાપરતી વખતે હર્ષ – રતિ - અરતિ, ખેદ કર્યો હોય, સ-રસ જમણની હોંશ રાખી હોય પ્રતિકૂળ આહાર મળતાં દ્વેષ થયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. સ્વરૂપ લક્ષ તપનું સેવન કરતાં આત્માની સાથે ઉપયોગ ભાવની ઐક્યતા ન થઈ હોય, અને વળી આત્મગુણ પ્રાપ્તિકરણ ધ્યાન, ધારણા, સ્મરણ આદિ પુરુષાર્થ કર્યો ન હોય, સંકલ્પ, વિકલ્પની દશા છૂટી ન હોય તસ્સ મિચ્છામિ દુક્કડં. વર્ષીતપ આદરતી વખતે ગુરુદેવનો સંયોગ હતો. પરંતુ સંયોગવશાત્ વર્ષીતપની પૂર્ણાહુતિ પ્રસંગે વિયોગ થયો હોય હાજર ન રહી શક્યા હોય તેનો સંતાપ થયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. શાતા અશાતાના ઉદયમાં સમભાવપણું ન રહ્યું હોય, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ શ્રાવકના બારવ્રત (સાધુના તપાધિરાજ વર્ષીતપ (૩૫) Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) પચ્ચખાણમાં ત્રણ સ્થાવર જીવોની અણ ઉપયોગે વિરાધના થઈ હોય અને કોઈ પણ પ્રકારે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર થઈ ગયા હોય તો મન, વચન, કાયાએ કરી કોઈપણ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. તપમાં માન પોષક વૃતિ જાણ-અજાણ પણે પોષાણી હોય. કુટુંબીઓએ કંકોત્રી ન છપાવી, સાંજી ન ગવરાવી કે પ્રભાવના ન કરી તેનો દ્વેષ થયો તો તસ્સ મિચ્છામિ દુક્કડં. ઉપવાસમાં કોઈએ સેવા ન કરી હોય, અશાતા વેદનીય કર્મના ઉદયે કરી વ્યાધિ આવી હોય ત્યારે હાય ! હું મરી ગયો એવું આર્તધ્યાન થયું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ઉપવાસના પારણે આહારથી દેહ ટકી રહ્યો છે એવા હર્ષથી એકરાર થઈ ઉતર પારણામાં અને પારણામાં આનંદ માન્યો હોય તો, જ્ઞાન આત્માનો ખોરાક છે એવું આત્મચિંતન ન કર્યું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. બાહ્ય તપની સાથે આવ્યંતર સમ્યક સ્વાધ્યાય તપ ન હોય તો આત્મામાં જ્ઞાનદીપક પ્રગટતો નથી અને અજ્ઞાનના અંધારા ઓસરતા નથી, એવું લક્ષ ચૂકી ગયો હોઉં, અને પૂ. ગુરુભગવંતોએ બતાવ્યા પ્રમાણે અનુષ્ઠાન કરવામાં પ્રમાદ સેવ્યો હોય, બાહ્ય વ્યવહાર-વ્યાપારમાં વૃતિઓ દોડાવી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. બ્રહ્મચર્ય પાલનમાં દુઃખ થયું હોય, યૌવનના ઉન્માદમાં વિકાર થયો હોય અથવા તેને તૃપ્ત કરવાનો તલસાટ થયો હોય તો તમ્સ મિચ્છામિ દુક્કડં. તપશ્ચર્યા માત્ર કર્મોની નિર્જરા અર્થે છે તેને બદલે લૌકિક માન, પરલોકની આશા, ઈન્દ્રાદિની પદવી ધન કીર્તિ આબરૂ અને ભૌતિકસુખની તપાધિરાજ વર્ષીતપ (૩૬) | Page #49 -------------------------------------------------------------------------- ________________ આકાંક્ષા સેવી હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. (આલોચના સંપૂર્ણ) ઉપકાર સ્મરણ પૂર્વના પુણ્યોદયે આપણે તપસાધનાનો આરંભ તો જરૂર કરીએ છીએ, પરંતુ સુદીર્ઘ તપસ્યાની નિર્વિઘ્ન પૂર્ણાહૂતિ સુધી આપણા પર ઘણાંનો ઉપકાર છે તે ન ભૂલવું જોઈએ. આપણને શાતા ઉપજાવનાર પરિવારના સભ્યો – પતિ, પત્ની, માતા, પિતા, પુત્ર, પુત્રી, સાસુ, સસરા, નણંદ, દેરાણી, જેઠાણી, ભાઈ-બહેન, પુત્રવધૂ, ભાભી, સાધાર્મિકો, ધાર્મિક– સામાજિક સંસ્થાના કાર્યકરો, મિત્રો, ભાગીદાર, સહકાર્યકર, પડોશી, નોકર-ચાકર વગેરે સુહૃદજનનો ઋણસ્વીકાર કરવો જોઈએ. કોઈ કારણસર ક્યારેક પારણું ન સચવાણું હોય તો જમવાનું મોડું થયું હોય, તે નિમિત્તે દ્વેષ થયો હોય, ક્રોધ થયો હોય, તેની હ્રદય પૂર્વક ક્ષમાયાચના સહ મિચ્છામિ દુક્કડં. કરવું. તપાધિરાજ વર્ષીતપ 事 (૩૭) Page #50 -------------------------------------------------------------------------- ________________ તપનો મહિમા જગતના ધર્મોમાં જૈન ધર્મ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અહિંસા, અપરિગ્રહ,અનેકાન્ત ,આત્મલક્ષિતા,આહારનિગ્રહ,આલોચના જેવી અનેક ભાવનાઓ વિશ્વના પ્રત્યેક માનવીના જીવનને પ્રકાશિત કરે તેવી છે.સહકાર સંવાદિતા ,સહિષ્ણુતા, સમ્યકત્વ,શાંતિ,સંયમ,પર્યાવરણ શુદ્ધિ અને ક્ષમાપનામાં માનનાર જૈન ધર્મની મહત્તા સ્વયંસિદ્ધ છે. જૈન ધર્મ એ આત્મલક્ષી ધર્મ છે;આથી ભૌતિક સમૃદ્ધિ કે સાધનસંપન્નતાને બદલે આત્મજ્ઞાન,આત્મસાક્ષાત્કાર અને સમ્યગ્દર્શન દ્વારા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ દેખાડનારો ધર્મ છે.આવા શુદ્ધ આત્મસ્વરૂપને શ્રી અરિહંત ભગવાન પામ્યા છે.તેમની અપૂર્વ વાણીમાં અનન્ય શ્રદ્ધા કેળવવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે.આત્મા અને દેહની ભિન્નતા આ એટલે કે ધર્મ ઉત્કૃષ્ટમંગલ છે ,અહિંસા,સંયમ અને તપ દ્વારા તેની આરાધના કરાય છે. જ્ઞાન,દર્શન, ચારિત્ર,તપ –આ ચાર જૈનધર્મના આધારસ્તંભો છે.આમાં તપનો મહિમા અનોખો છે.અનાદિ કાળની સાંસારિક જન્મ મરણની વેદનાનો નાશ કરવાની ઈચ્છાથી તપ કરવામાં આવે છે.શરીર અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને તેમને તપાવે છે માટે તે ધર્મો પ્રમાણી છે.ધર્મના સ્વરૂપને દર્શાવતા કહેવાયું છે “ધમ્મો મંગલ મુક્કિ અહિંસા,સંજમો તવો 1 ” એટલે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, અહિંસા સંયમ અને તપ દ્વારા તેની આરાધના કરાય છે. જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ ધર્મના આધાર સ્થભો છે. શરીર અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને તેમને તપાવે છે માટે તે “તપ” કહેવાય છે. સ્વેચ્છાએ કરેલું દેહદમન તે તપ છે. જૈન ધર્મને અહિંસા ધર્મ કહેવામાં આવે છે.એમાં અહિંસા વ્રતને ઘણું મહત્ત્વ આપ્યું છે. આહાર દ્વારા હિંસા અચૂક સંભવે છે ,પણ તપાધિરાજ વર્ષીતપ (૩૮) Page #51 -------------------------------------------------------------------------- ________________ આહારત્યાગથી અહિંસા સંભવે છે.માણસની અથવા તો પ્રાણિમાત્રની ચાર મૂળભૂત વૃત્તિઓ છે ઃ આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આહારસંજ્ઞા પર સંયમ કેળવવાથી આપોઆપ જ બાકીના સંજ્ઞા પર સંયમ મેળવાય છે. આને કારણે નવાં કર્મો બંધાતા ઓછી થાય છે અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે. તપથી માનવીને સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે.ભઠ્ઠીમાં તપવાથી સોનું વધુ ઉજ્જવળ બને છે, તે જ રીતે તપસ્વી જેમ જેમ વધુ કષ્ટ સહન કરે છે તેમ તેમ તેના આત્મિક ભાવ વધુ નિર્મળ બને છે . સમ્યગ જ્ઞાનયુક્ત તપોભાવનાથી ઈન્દ્રિયનિગ્રહ સુગમ બને છે. પોતાની શક્તિ મર્યાદામાં રહેલું તપ ઉત્તમ ફળ આપે છે. આવું તપ આનંદદાયક બને છે એટલેજ જ્ઞાનીજનો શક્તિ અનુસાર તપ કરવાની નિત્ય ભાવના સેવે છે , તેમાં પ્રમાદ કરતાં નથી .સગુરુની નિશ્રામાં અભિમાનરહિત , ગ્લાનિરહિત , પ્રભાવના કે વાહવાહની ઈચ્છા વિના ,આજીવિકા હેતુ વિના મન, વચન અને કાયા દ્વારા કરેલું તપ વિપુલ કર્મની નિર્જરા કરે છે.સંયમપૂર્વક કરેલું તપ ભાવિ જીવોને મોક્ષપ્રાપ્તિને માર્ગે આગળ ધપાવે છે. તપ દ્વારા અનાદિ કાળનાં કર્મબંધન તૂટી જાય છે. આત્માનો મૂળ સ્વભાવ (અણ + આહારક) છે. એટલે તેને સ્વમાં સ્થાપવા માટે તપ કરાય છે. પ્રસંગોપાત્ત લાગેલા દોષનું નિવારણ કરવા અર્થે પ્રાયશ્ચિતરૂપે પણ ગુરુજન તપ કરવાનો આદેશ આપે છે. હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું કે બાર પ્રકારનાં તપ કરવાનું મનુષ્યગતિમાં જ સંભવિત છે.એટલે કે તપ એ મનુષ્યગતિનો જ વિશેષ અધિકાર છે. નારકી , દેવ તથા તિર્યંચ માટે આ બાર પ્રકારે તપ કરવાનું અસંભવિત છે.નારકી અને દેવોને ઔદારિક શરીરનો ઉદય તથા પંચમહાવ્રત હોતા નથી આમ દેવો બાહ્ય તપ કરી શકતા નથી, પણ તેઓ ધારે તો સ્વાધ્યાય ,વિનય અને ધ્યાન એ ત્રણ પ્રકારનાં આત્યંતર તપ કરી શકે છે. ઔદારિક શરીર હોવાથી અપવાદરૂપ કિસ્સામાં તિર્યંચ બાહ્ય તપ –અનશન-કરી શકે છે. તપાધિરાજ વર્ષીતપ (૩૯) Page #52 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તી અનેક ભવ પૂર્વે પ્રશંકર નગરીમાં અતિવૃદ્ધ નામે રાજા હતા ત્યારે તેમણે ઉત્કૃષ્ટ પુણ્ય સંપાદન કર્યું હતું.પણ કેટલાક ભવ બાદ વાઘનો ભવ મળ્યો હતો.ત્યારે નગરીના રાજા પ્રીતિવર્ધને એક વનમાં અશોકવૃક્ષ નીચે બિરાજમાન પહિતાસ્ત્રવ નામના એક માસના ઉપવાસી મુનિને નવધાભક્તિ સહિત આહારદાન આપ્યું ત્યારે પંચાશ્રય વૃષ્ટિ થઈ. મુનિરાજનો ઉપદેશ વાઘે પણ સાંભળ્યો.સાંભળતાંની સાથેજ વાઘને જાતિસ્મરણ જ્ઞાન થયું મુનિરાજે પ્રીતિવર્ધન રાજાને પૂછવાથી વાઘના ભવાંતર સંબંધી વિગત વાત કરી .આ સાંભળવાથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં વાઘ આહારપાણીનો ત્યાગ કરીને સંથારો લીધો.અઢાર દિવસે સંથારો સીઝી જતાં તે વાઘનો જીવ ઈશાન કલ્પમાં જીવ થયો એવો જ દાખલો મહાવીર સ્વામીનો છે.તેમણે પૂર્વભવમાં સિંહના અવતારમાં ચારણમુનિના ઉપદેશથી માંસભક્ષણત્યાગનો નિયમ લઈને પંચાણુવ્રત ગ્રહણ કર્યું હતું.તે માઘ વદ ચૌદશના દિવસે સન્યાસમરણથી સગતિ પામ્યા .(આ પ્રસંગની યાદમાં જિનરાત્રિ વ્રત કરાય છે.) આમ પુણ્યના પ્રભાવે જાતિસ્મરણજ્ઞાન અથવા તો ધર્મ બોધ પમાય તો તિર્યંચગતિમાં પણ તપ કરીને કર્મક્ષય કરે છે. જે ક્રિયા વડે શરીરના રસ ,રુધિર વગેરે સાતે પ્રકારની ધાતુઓ અથવા તો કર્મસમુહ તાપ પામે –શોષાઈ જાય તેને તપ કહેવામાં આવે છે. નિકાચિત કર્મોના ક્ષય માટે તો તપ એ જ એક અમોઘ ઉપાય છે.વળી રાયથી માંડીને રંક ,આબાલવૃદ્ધ દરેકને માટે તપધર્મનું સેવન કરવાનું શક્ય છે.દાન શીલ તપ અને ભાવ – એ ધર્માચરણના ચાર સ્તંભ છે.શ્રીમંત ને સાધનસંપન્ન હોય તે જ દાનધર્મનું આચરણ કરી શકે વિશુદ્ધ શીલનું પાલન કરવા માટે દઢ મનોબળ જોઈએ.પંચમ આરામાં ભાવની તરલતા સહજ છે.એટલે તેની સ્થિરતા માટે પણ પ્રબળ પુરુષાર્થની જરૂર છે. આવી સ્થિરતા કેળવવામાં તપ મદદરૂપ બને છે. કોઈપણ નાનામાં નાનો , સામાન્ય માનવી પણ ઉદાત્ત ભાવનાથી શરીરશક્તિ પ્રમાણે નાના -મોટાં તપ કરીને તપધર્મનું સેવન કરી શકે છે. તેની સાથે સાથે જ અનેક જીવોને અભયદાન આપીને તે દાનધર્મનું પણ આચરણ કરે છે. તપાધિરાજ વર્ષીતપ (૪૦) Page #53 -------------------------------------------------------------------------- ________________ એક વાર ભરત ચક્રવર્તીને વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું. તેમણે ઘોડાની પીઠ ઉપર હાથીને જોયો . બોજથી ઘોડો સ્વાભાવિક રીતે જ ઝુકી ગયો હતો .આ સ્વપ્નનો અર્થ તેમણે ત્રષભદેવ ભગવાનને પૂછયો. ભગવાને જવાબમાં એ સ્વપ્નમાં રહેલી ભાવિની એંધાણી ચીધી બતાવી.તેમણે કહ્યું હતું , મોટા હાથીનો બોજ ઘોડા ઉપર લદાયો છે તે દર્શાવે છે કે પંચમ આરામાં તપશ્ચરણના સમસ્ત ગુણોનો બોજ ઉઠાવવાનું સાધુજનો માટે શક્ય નહિ બને તેમને માટે તપશ્ચર્યા દુષ્કર બની જશે.પણ આની સાથે સાથે જ પ્રભુએ આશ્વાસન પણ આપ્યું હતું કે પંચમ આરામાં કરેલી નાની તપસ્યા પણ મહાન ફળ આપશે.વળી પળવિપળની સ્થિરતા સાથેનું ધ્યાન પણ અત્યંત લાભકારી બનશે. હા , ફલેચ્છા હોવી ન જોઈએ .તપ અનાસક્ત ભાવે થવું જોઈએ . આપણે સહુ જાણીએ છીએ કે દૈવી કલ્પવૃક્ષ તો સાંસારિક ભોગવિલાસની પૂર્તિ કરે છે . પણ શાસ્ત્રકાર ભગવંતોએ તપને અભૂત કલ્પવૃક્ષની ઉપમા આપી છે. આ તારૂપી અદ્ભુત લ્પવૃક્ષનું – સંતોષ એ મજબૂત મૂળ છે ; શાંતિ એ વિસ્તૃત થડ છે ; પાંચ ઈન્દ્રિય નિરોધ એ વિશાળ શાખા-ડાળી છે; અભયદાન એ પાંદડાં છે ; શીલ-ચારિત્ર્ય એ પલ્લવો-અંકુરો છે; શ્રદ્ધારૂપ પાણીનું સિંચન જેનાથી ઉત્તમ વિશાળ કુળ બળ , વૈભવ અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે ; સ્વર્ગ પ્રાપ્તિ એ પુષ્પ છે ; શિવસુખ પ્રાપ્તિ એ ફળ છે. તપાધિરાજ વર્ષીતપ (૪૧) Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાશ્રમણ ભગવાન મહાવીરની બાહા-આખ્યતર તપ સાધના શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર કુશળ અને અનુભવી વૈદ્ય જેમ વિવિધ પ્રકારના ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણ ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે એકમાત્ર ઉત્તમકોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે. પ્રબુધ્ધ કરુણાના કરનાર મહાશ્રમણે પોતાના નિજી જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત ઉપર કર્યો પછીજ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી. પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવનની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઈન્દ્રિયો સાધનામાં બાધક થઈ જાય છે. બાહ્ય તપશ્ચર્યાથી સંયમ આવવાથી ચેતના જાગૃત થશે અને મન તથા શરીર સાધનામાં પ્રવૃત્ત થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળને આગળ વધી શકાશે માટે જ ભગવાન મહાવીરે બાહ્યતાનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા અંગુલિનિર્દેશ કર્યો. શ્રી આચારાંગ સૂત્રના નવમાં ઉપધાન શ્રત અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ભગવાનની અનશન, ઉણોદરી, રસ પરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી ગવેષણા વિધિ, ધ્યાન સાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતા જણાશે કે પ્રભુની તપ સાધના આહાર પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી. તેમની ઉત્કૃષ્ટ તપ સાધનામાં સતત જાગૃતિ, ચેતના અને ધ્યાનમગ્નતા અભિપ્રેત હતી. ભગવાનના સહજ થઈ જતાં બાહ્ય તપ સાથે આવ્યંતર તપના અનુસંધાનનું અદ્ભુત સાયુજ્ય રચાતું. ભગવાને બે માસથી વધારે તો ક્યારેક છ મહિનાથી વધુ ચૌવિહારા ઉપવાસ કર્યા હતા. ઠંડા તુચ્છ કે તપાધિરાજ વર્ષીતપ (૪૨) Page #55 -------------------------------------------------------------------------- ________________ ફેંકી દેવા યોગ્ય બિલકુલ અમનોજ્ઞ આહાર કરી લેતાં. આ વાત ભગવાનના આહાર પ્રત્યેના તદ્દન અનાસક્ત ભાવના દર્શન કરાવે છે. શબ્દાદિ ઈન્દ્રિયોના વિષયથી વિરક્ત થઈ મૌન કે અભ્યભાષી બની ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતાં. ઉનાળાની બળબળતી બપોરે સૂર્ય સામે ઉગ્રતાપમાં સૂર્યાભિમુખ આતાપના લેતા છતાં જીવમાત્ર સામે ચંદન જેવી શીતળતા વરસાવવાં પાંચેય ઈન્દ્રિયોને સંયમમાં રાખી કષાય પર વિજય પ્રાપ્ત કર્યો. આપણને પ્રશ્ન થશે કે ભગવાનનું શરીર ધર્મ સાધનામાં બાધક નહતું છતાં ભગવાન કાયાકષ્ટ શું કામ આપતા? ભગવાનની આ સહજ જીવનચર્યા હતી. સંયમ અને તપની અંતરધારામાં એ એવા તલ્લીન બની જતાં કે બાહ્ય અપેક્ષાની પૂર્તિનો પ્રશ્ન જ ગૌણ બની જતો. શારીરિક કષ્ટોના દર્દની અનુભૂતિ એવી વ્યક્તિઓને વધુ થાય છે. જેની અધ્યાત્મ ચેતના સુપ્ત હોય ભગવાનની અધ્યાત્મ ચેતનાનું જાગરણ પૂર્ણતઃ હોવાથી તેમની તપ સાધનાની જાગૃતિ સમાધિપેક્ષા અને અપ્રતિજ્ઞા સાથે જોડાયેલી હતી તેથી તેઓ ગમે તેવા કઠિન તપ કરવા સાથે સમાધિભાવનું સતત નિરીક્ષણ કરતાં રહેતા અને તેઓ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે હઠાગ્રહથી પ્રેરિત સંકલ્પથી તદ્દન મૂક્તાવસ્થામાં હતા. અનાર્ય પ્રદેશ ,ગુફા, કોતરો, ખંડેર, વેરાન સ્થળો કે ભયંકર વનમાં તેમનું વિચરણ થતું. સાધના દરમિયાન શરીરના બાહ્ય કે આંતરિક રોગોનો પ્રતિકાર કરવા ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઈચ્છા પણ ન કરતાં. આ વાત શરીર પ્રત્યેના અનાસક્તભાવની પ્રતીતિ કરાવે છે. બ્રાહ્મણ, શ્રમણ ગામના ભિક્ષકો, ચાંડાલ, બિલાડી, કુતરા, પક્ષીઓ કે પ્રાણીઓની આજીવિકા (આહાર-પાણી)માં વિક્ષેપ ન પડે તપાધિરાજ વર્ષીતપ (૪૩) | Page #56 -------------------------------------------------------------------------- ________________ કે ભંગ ન થાય તેનું ધ્યાન રાખી ભગવાન ભિક્ષા માટે જતાં. લુખા, સૂકા નીરસ પદાર્થોનો આહાર ક્યારેક મળે અને ક્યારેક ન પણ મળે તો પણ રાગદ્વેષ રહિત સંયમ ભાવમાં પ્રભુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત રહ્યાં હતાં. જીવનના કોઈપણ ક્ષેત્રમાં તપ વિના સિદ્ધિ મળતી નથી. જીવનની બાહ્ય પ્રવૃત્તિ જેવી કે કળા, સાહિત્ય, સંગીત, વ્યાપાર કે અર્થોપાર્જનમાં પણ તપશ્ચર્યણ હોય તો તેમાં સફળતા મળે પરંતુ આ તો ભૌતિક ક્ષેત્રની વાત થઈ પરંતુ જૈનદર્શનમાં મહાશ્રમણ મહાવીરની તપશ્ચર્યમાં મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસની વાત અભિપ્રેત છે. મુનિશ્રી સંતબાલજી કહે છે કે બહિર્ભત પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈ અને વિખરાઈ જાય છે તેને એકત્રિત કરી પ્રખર સંચય કરવો તેનું નામ તપ.” જુદી જુદી રીતે વહી જતી અનેક નિર્જરણીઓના જલનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને તેના યોગ્ય ઉપયોગથી વિધતુ જેવી પ્રચંડ શક્તિઓનું સર્જન થઈ શકે છે તેમ ચૈતન્યની સંગ્રહિત શક્તિમાંથી એક અજોડ નવચેતના પ્રગટ છે. આથી કોઈપણ ધર્મ તપાસતા પ્રત્યેક ધર્મ સંસ્થાપકે તપશક્તિની અનિવાર્ય આવશ્યક્તા સ્વીકારી છે. આ શક્તિ ખોટે માર્ગે વેડફાઈ ન જાય અને તેમાં અનિષ્ટ તત્ત્વ ભળી ન જાય તેની સંભાળ કે તકેદારી જ્ઞાન, વિવેક અને અત્યંતર તપ રાખે છે. ભગવાન મહાવીરનો કાયોત્સર્ગ શરીર પ્રત્યેનું મમત્વ, મૂચ્છભાવ છોડવા પ્રેરક બને છે. દેહાધ્યાસ છોડવાની પાવન પ્રક્રિયા છે. સાધનામાં મૌનને અધિક મહત્ત્વ અપાયું છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. સાધકની શક્તિનો બહુ તપાધિરાજ વર્ષીતપ (૪૪) Page #57 -------------------------------------------------------------------------- ________________ મોટો હિસ્સો વાણી દ્વારા જ વેડફાઈ જાય છે. વાણી સંયમ સાધના માટે ઉપકારક છે. ભગવાન મહાવીરની દીર્ઘ મૌન સાધના પછી ઋજુવાલિકા નદીને કિનારે જે જ્ઞાન પ્રગટ થયું તે શાસ્ત્ર બની ગયું. ધ્યાન અને આસન ભગવાનની બાહ્યાભ્યતર સાધનાના અંગો છે. ઉકડું આસન, પદ્માસન, સુખાસન અને ગોદોહિદાસનનું બાહ્ય તપશ્ચર્યામાં સ્થાન છે. ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને જીવન માટે પદાર્થ છે. પદાર્થ માટે જીવન નથી. આઠ માસ ભગવાને ભાત, બોરકુટ અને અડદનાં બાકળા પર જીવન નિર્વાહ કર્યો તે બીના એમની શરીર સ્થિતિની સહજતા અને નિર્મોહતાને સ્પષ્ટ કહે છે. ભગવાનના જીવનના પ્રબળ સ્વાદ વિજયનું એ પ્રતીક છે. ભગવાન મહાવીરની સાધનામાં તેમણે પરિષહો સકતાભાવે સહન કર્યા, ઉપસર્ગો પર વિજય મેળવ્યો, મૈત્રીભાવથી પ્રાણીમાત્રને જીતી લીધા. ભગવાન મહાવીરના તપે સિધ્ધ કર્યું કે તપશ્ચર્યાથી કાયા કરમાય છે.. તે ભ્રમ માત્ર છે. તપશ્ચર્યા નૈસર્ગિક ઔષધ છે. તપ, શરીર, મન અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનાર સફળ જડીબુટ્ટી છે. વૈરાગ્યવૃત્તિ અને અભ્યાસથી તે સહજ બને છે. યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. તપશ્ચર્યા એજ શ્રમણ મહાવીરને ભગવાન મહાવીર બનાવ્યા. પરિષહોથી પાર ઉતાર્યા. ઉપસર્ગો પર વિજય મેળવી આંતરશત્રુ ને પરાજિત કરી અરિહંત બન્યા. વિશ્વમૈત્રી પ્રગટાવી જીવમાત્રને જીતી લીધાં. બાહ્યાભ્યતર તપથી ભગવાન મહાવીર વિશ્વવંદ્ય ત્રિવિજ્યી મહાવીર બન્યા. તપાધિરાજ વર્ષીતપ (૪૫) ] Page #58 -------------------------------------------------------------------------- ________________ & સમજણપૂર્વકનું તપ જ લાભપૂર્ણ પરિણામ આણે છે. કર્મના બોજથી ભારે બનેલા આત્માને શુદ્ધ અને હળવો બનાવવો, તેનું ચિંતન કરવું, તે નિર્જરા ભાવના છે.આપણે સ્વને કદી બરાબર ઓળખ્યો નથી અને પરને પર રૂપે જાણેલો નથી,એ કારણે જ સાચા સુખથી વંચિત રહ્યા છીએ . આપણે જ આપણા ચૈતન્યને કર્મના ઝાળામાં બંધી બનાવ્યો છે.કર્મના આવરણથી ઢંકાયેલો આત્મા દેખાયજ નહિ તો તેનો પરિચય કઈ રીતે થાય .જ્ઞાનીઓએ આત્માને કર્મથી મુક્ત બનાવવા માટેની પ્રક્રિયાને વેગવંતી બનાવવા વૈરાગ્ય વર્ધક બાર ભાવનાઓ બતાવી છે.ધર્મ ધ્યાનમાં કારણભૂત આત્માનું એની પોતાની સાથે એની મૂળ સ્થિતિમાં અનુસંધાન કરાવનાર આ ભાવનાઓ આખા જીવનનું પૃથક્કરણ કરે છે.આપણો પોતાનો પર વસ્તુ સાથેનો સંબંધ કેવો છે અને શા કારણે થયેલો છે અને કેટલો વખત ચાલે તેવો છે તેનું સ્પષ્ટ ભાન કરાવે છે. આત્મા અને કર્મોનો અનાદિકાળથી સંબંધ છે.આ સંબંધનો ઉચ્છેદ કરવા ,આત્માથી કર્મને છુટા પાડવા માટે નિર્જરા ભાવના ખૂબજ મહત્ત્વનો ભાગ ભજવે છે.તપશ્ચર્યા એ જ નિર્જરાનો એક પ્રકાર છે.બાર પ્રકારના તપના ભેદને કારણે નિર્જરા પણ બાર પ્રકારની બતાવી છે. આમ આત્માને કર્મથી છૂટો પાડવાની પ્રક્રિયા એટલે નિર્જરા.આત્મા પ્રતિ આવતા શુભ-અશુભ ભાવોનો નિરોધ કરવો ,અટકાવવો એને સંવર કહ્યો છે. આશ્રવ એટલે આત્મા પ્રતિ કર્મના પ્રવાહનું વહેવું અને સંવર એટલે આવતા કર્મના પ્રવાહને અટકાવવા નવા આવતા કર્મોને અટકાવવા જેમ પુરુષાર્થ જરૂરી છે,તેવી જ રીતે અગાઉના કર્મોને ખપાવવા માટે પુરુષાર્થ જરૂરી છે.આ કર્મોનો સમૂહ પણ બહુ મોટો હોય છે.દરેક સમયે સાત કર્મ બંધાય છે,ભલે ઉદયમાં આઠ કર્મ હોય પરંતુ ઉદય કરતા કર્મબંધ વધારે થતો હોવાથી આત્મા પર કર્મોના થર જામતા જાય છે. આત્મા પર કર્મોના ભારને ઓછો કરવા માટે તેનો નિકાલ કરવો જરૂરી તપાધિરાજ વર્ષીતપ (૪૬) Page #59 -------------------------------------------------------------------------- ________________ છે.આ નિકાલની પ્રક્રિયા એ જ નિર્જરા ભાવના છે.કર્મનો બંધ આત્મા સાથે થાય છે તે વખતે તેની સ્થિતિ પણ નક્કી થાય છે એ સ્થિતિ એટલે ઉદયકાળ.કર્મ વિપાક ફળ ક્યારે ઉદયમાં આવી શકે તેનો નિર્ણય સ્થિતિબંધ કરે છે. એ સમયની પ્રાપ્તિ થાય તે પહેલાં કર્મ પડ્યું રહે,કંઈ પણ ફળ ન આપે તે વચગાળાના સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. આવી રીતે અનેક કર્મો આત્માને ચોંટેલા હોય છે, તે કર્મોની ઉદયકાળ પહેલા ઉદીરણા કરવી એટલે નીચે પડેલા હોય તેને સપાટી પર ખેંચી લાવી ઉદય સખ (ઉદય સમ્મુખ એટલે કોઈ આપણા ઘરમાં પ્રવેશ ન કરે પણ ઘરનાં દ્વાર સુધી આવી મોટું બતાવી જાય) કરી એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે.કર્મને નિર્જરવા એટલે તેની શક્તિ મંદ પાડી દેવી અથવા ખેરવી નાખવા નિર્જરા બે પ્રકારનું કાર્ય કરે છે . કર્મની સમય અને શક્તિને નિર્બળ કરી નાખે છે.એ કર્મની સ્થિતિ ઓછી કરી નાખે અને કર્મનો રસ મંદ કરી નાખે છે.શૂળીની સજા સોયથી પતે તે ન્યાયે આકરા કર્મ હોય તેને નિર્જરા તન નિર્માલ્યા જેવી કરી નાખે છે.નિર્જરાની પ્રક્રિયાને કારણે કર્મની નિર્બળતાનું પરિણમન અંતે આત્માની નિમર્ણતાનું સંવર્ધન કરે છે.નિર્જરા ભાવથી તપ દ્વારા કેટલાંક કર્મોને સીધે સીધા (વિપાકમાં ભોગવ્યા સિવાય )આત્મ પ્રદેશ ઉપરથી (પ્રદેશોદયથી)ખેરવી શકાય છે. આત્મ નિર્જરા દ્વારા સંચિત કર્મોનો ક્ષય થઈ આત્મા હળુકર્મી બને છે. બાહ્ય તપ છ પ્રકારના છે. અનશન , ઉણોદરી વૃત્તિસંક્ષેપ ,રસત્યાગ કાયાક્લેશ,સંલીનતા અને છ પકારના અત્યંતર તપમાં પ્રાયશ્ચિત , વિનય વૈયાવૃત્ય , સ્વાધ્યાય, શુભધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે . કર્મ બંધ બે પ્રકારે થાય છે.નિકાચિત કર્મબંધ અને અનિકાચિત કર્મબંધ બાંધેલા કર્મો ભોગવવા પડે છે .આ જન્મમાં ચા જન્માંતરમાં કોઈ પણ ઉપાયો દ્વારા નિકાચિત કર્મબંધ તુટતો નથી ,ક્ષય પામતો નથી.પરંતુ ઉગ્ર પરને સહારે નિકાચિત કર્મ પણ પ્રાયઃ મોળા પડે છે. તપાધિરાજ વર્ષીતપ (૪૭) | Page #60 -------------------------------------------------------------------------- ________________ તપ દ્વારા જૂના કર્મોનો નાશ થવો અને જ્ઞાન બળ દ્વારા નવા કર્મો ન આવે તે નિર્જરા છે.જેવી રીતે સરોવરમાં આવતું નવું પાણી અટકી જાય,તેવી રીતે સંવર, આત્મ પ્રદેશ પર કર્મોના આવતા પ્રવાહને રોકે છે .અને જેમ સૂર્યનો તાપ સરોવરના પાણીને શોષે છે તેવી જ રીતે નિર્જરા જૂના કર્મોને શોષી લે છે એટલે નષ્ટ કરે છે . કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે.વ્યાધિ દૂર કરવા માટે જેમ ઔષધિ લેવામાં આવે છે તેમ કર્મરૂપ વ્યાધિનો ઉપાય તપ છે.આયુર્વેદમાં ઔષધ કઈ ચીજ સાથે લેવું તે ચીજને અનુપાન કહે છે.પરંતુ પૂર્વાચાર્યોએ કર્મરોગના ઉપાય માટે અનુપાન અને ઔષધ બન્નેમાં તપનો સ્વીકાર કરવા જણાવ્યું છે.જેમ કે ઔષધમાં આત્યંતર તપમાંથી ધ્યાન કે કાયોત્સર્ગ લીધો હોય તો અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપ લઈ શકાય .વધારામાં બ્રહ્મચર્ય પાલન કે અભક્ષ્ય ત્યાગ,જિનાજ્ઞા અનુપાન છે. સમજણપૂર્વકનું તપ જ જીવનમાં લાભપ્રદ પરિણામ લાવે છે.માત્ર પરલોકના રૂપાળા સુખની કલ્પના સૃષ્ટિમાં અટવાઈને તપશ્ચર્યા કરવાનો લાભ નથી .તપ ઔદાસીન્ય,સમજણ, સમત્વ અને સાવધાની સાથેનું હોય તે જ કર્મ નિર્જરામાં સહાયક બને છે. , તપમાં સાવધાની એ રાખવાની કે દુર્ધ્યાન ન થવું જોઈએ, મન વચન કાયાના યોગોને હાનિ ન થવી જોઈએ. ઈન્દ્રિયોને કોઈ પણ 9 પ્રકારે નુકસાન ન થવું જોઈએ. અહીં ઈન્દ્રિયોને પંપાળવાની વાત નથી પણ વિવેક અભિપ્રેત છે. વારંવાર ઉપવાસાદિ બાહ્ય તપ કરતાં રહેવાથી આહાર સંજ્ઞા પાતળી પડે છે, ખાવા પીવાના શોખ અને રસવૃત્તિ પર સ્વયં અંકુશ આવે, અત્યંતર તપ જેવા કે ધ્યાન વારંવાર કરવાથી ક્રોધ ઉપર સ્વયં અંકુશ આવે તો સમજી શકાય કે તપનું નિર્જરામાં પરિણમન થઈ રહ્યું છે. તપસ્વી પાસે જ્ઞાનદષ્ટિ હશે તો તે સાધ્યની નિકટતા પ્રાપ્ત કરી લેશે .તપને તેઓ માત્ર દેહદમન નહિ,પરંતુ વૃત્તિઓના શમનના ઉપાય તપાધિરાજ વર્ષીતપ (૪૮) Page #61 -------------------------------------------------------------------------- ________________ રૂપે સ્વીકારશે . આ સમજણથી તપ દુઃખરૂપ નહિ પણ સુખરૂપ લાગશે અને તપથી આંતરિક આનંદની ધારા અખંડિત વહેશે . તેમના આંતરિક પ્રસન્નતા અને માધુર્યમાં વૃદ્ધિ થશે .અજ્ઞાનીના લાખ વર્ષના તપ કરતાં પણ જ્ઞાનીનું સમજણપૂર્વકનું આત્યંતર ભાવપૂર્વકનું એક શ્વાસોશ્વાસ જેટલું તપ અર્થપૂર્ણ છે. નિર્જરા બે પ્રકારની છે. સકામ અને અકામ.ઈરાદાપૂર્વક કર્મનો જેથી ક્ષય થાય તેને સકામ નિર્જરા કહેવામાં આવે છે.બાહ્ય સાથે અત્યંતર તપથી જે કર્મોખરી પડે છે તે સકામની કક્ષામાં આવે છે.આપણે ઇરાદાપૂર્વક ત્યાગ કરીએ ,સમજીને વસ્તુનો લાભ સુલભ હોય છતાંય મન , વચન અને કાયાના યોગ પર અંકુશ રાખીએ જેથી સકામ નિર્જરા થાય છે. જીવનમાં વ્રત નિયમ દ્વારા ત્યાગ બુદ્ધિએ ભોગ ઉપભોગનો ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે.એથી ઉલટું સમજણ કે ઈચ્છા રહિત ત્યાગ કરીએ ત્યારે અકામ નિર્જરા થાય છે. પશુને ખાવાનું ન મળે તે ભૂખ તરસ જાણી બૂઝીને સહન કરતા નથી તેમને જે કર્મ ક્ષય થાય તે અકામ નિર્જરા કહેવાય .અહી. “કામ”શબ્દ માત્ર ક્રિયા પાછળ રહેલો આશય પરત્વે જ છે.સકામ નિર્જરા પુરુષાર્થજન્ય છે.અકામ નિર્જરા તો માત્ર આગંતુક હોઈ સહેજે બની આવે છે. આમ સકામ નિર્જરા માટે અત્યંતર તપ અનિવાર્ય બની જાય છે. સમક્તી જીવ -જ્ઞાની સમજણપૂર્વક નિર્જરા કરે તેને સકામ નિર્જરા કહી મિથ્યાત્વી અને સમક્તિ, સમ્મુખ જીવો અકામ નિર્જરા કરે છે.પરંતુ બન્નેની કર્મનિર્જરાના પરિણામને સમજવો રસપ્રદ થઈ પડશે .એક વ્યક્તિને શિક્ષા કરવામાં આવી કે તેને આજે જમવાનું આપવામાં આવશે નહિ.મિથ્યા દષ્ટિ જીવની ન જમવાને કારણે અકામ નિર્જરા તો થશે પરંતુ સાથે સાથે તે આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન કરશે શિક્ષા કરનાર પ્રત્યે દ્વેષ ભાવ કરશે તેથી તેને કર્મબંધન થશે જ્યારે સમ્યક સન્મુખ જીવ સામે વાળી વ્યક્તિ પરàષ કરશે નહિ પોતાના કર્મને નિમિત્ત ગણી ભૂખ સહન કરી લેશે તેથી તેના નવા કર્મો બંધાશે નહિ. તપાધિરાજ વર્ષીતપ (૪૯) Page #62 -------------------------------------------------------------------------- ________________ * જ્ઞાનીઓએ કર્મ નિર્જરા માટે અત્યંતર તપમાં ધ્યાનની વિશિષ્ટતા બતાવી છે.ધ્યાન દ્વારા વ્યક્તિ વર્તમાનમાં જીવવાનો પુરુષાર્થ કરે છે શરીરના બાહ્ય અને આંતર અંગોની સંવેદના અને સ્પંદનોનું સાક્ષીભાવે નિરીક્ષણ કરે છે.આ પળ જીવન માટે સ્વયં સંવર બની જાય છે.આશ્રવ પ્રવાહ અટકવાને કારણે નવા કર્મ બંધાતા નથી.સંવેદના સાક્ષીભાવે સમતાપૂર્વક વેદાય તેથી કર્મ -નિર્જરા થાય છે. નવા કર્મનો પ્રવાહ આવતો નથી ,પરંતુ ઉદિત પ્રવાહ ચાલુ રહેવાથી એટલે કે આત્મા પરના પૂર્વેના કર્મો પર આવવાની પ્રક્રિયા તો સતત ચાલુ જ હોય છે.એને કારણે ઉદીરણા થાય છે.સંવેદનાઓ દ્વારા વિકાસોનું ઉન્મૂલન થાય છે.આત્મા ગુણ શ્રેણીએ ચડતા ,કર્મોની ગુણકની ગતિએ (ગુણાકાર સંખ્યામાં) નિર્જરા થાય છે.જન્મ જન્માંતરથી સંચિત રાગ, દ્વેષ ,મોહના કર્મોની નિર્જરા થાય છે.આમ સાધક ,પૂર્વ સંચિત કર્મોની ઉદીરણા કરી તેની નિર્જરા કરવાના સાધન તરીકે ધ્યાનનો ઉપયોગ કરી શકે છે. મહાત્મા બાહુબલી, મહર્ષિ નંદીષેણ,અર્જુનમાળી અને ઢંઢણમુનિ જેવા મહાત્માએ નિર્જરા ભાવના આત્મસાત્ કરી આત્માને પરમપદ ભણી લઈ ગયા. પૂર્વાચાર્યોએ બતાવેલી વૈરાગ્ય ભાવનાઓમાં મોક્ષ ભાવના નામની કોઈ ભાવના નથી ,પરંતુ આ નિર્જરા ભાવનામાં જ સંપૂર્ણ રીતે મોક્ષ ભાવના અભિપ્રેત છે. |તપાધિરાજ વર્ષીતપ (૫૦) Page #63 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીઓની વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) કરનાર માટે ઉપયોગી ૧) તપસ્વીની ઊંઘ ઓછી થઈ ગઈ હોય તો તેનાં પોપચાં ઉપર જાયફળને ઘીમાં ઘસીને ચોપડાય. ૨) તપસ્વીને ગેસ જેવું લાગતું હોય તો તેની નાભિ (ઘૂંટી) ઉપર હીંગ કે ડીડામારીને પાણીમાં ભેળવીને ચોપડી શકાય. આ જ રીતે મધ-ચૂનો ભેળવીને તે પણ લગાવી શકાય. ઘૂંટી અને તેની આસપાસ એકાદ ઈંચના વિસ્તારમાં લગાડ્યા પછી ઉપર રૂ દબાવી દેવું. ૩) તપસ્વીને કાળજે થડકો ઉપડે ત્યારે તે ભાગ ઉપર કોલનવોટર છાંટવું. પછી રૂમી મુસ્તફા (આરબ પ્રદેશનો પાઉડર પાયધુની ભીંડીબજારમાં મળે છે.) ધીમે ધીમે થોડો છાંટીને ઉપર દબાવી દેવું. તે પાઉડર કુદરતી રીતે બેચાર દિવસે ઉખડી જશે. ઉખેડવાનો પ્રયત્ન ન કરવો. તે પાઉડર ફેવીકોલ જેવો ચીકણો હોવાથી તેમજ તરત જ ભેજ પકડતો હોવાથી હંમેશા એરટાઈટ પ્લાસ્ટીકની ડબ્બીમાં રાખવો. - ૪) તપસ્વીને હથેળી અથવા પગનાં તળિયામાં બળતરા થતી હોય તો ઘી લગાડવું. વળી પાંચ સાત અરીઠાનાં નંગ ભાંગીને પાણીમાં પલાળી દેવાં. સરખાં પલળી ગયે ચોળીને તેના પાણીમાં તપસ્વીના હાથપગ બોળી રાખવા. એનાથી ઠંડક લાગશે. (ભારે તાવમાં પણ આ પ્રયોગ કરી શકાય છે.) ૫) તપસ્વીને શરીરે કળતર થતી હોય ત્યારે તેને લેપ લગાડી શકાય. તેની સામગ્રી: ૨૫ દાણા લવિંગના, તેટલા જ નંગ તજના નાના કટકા, એક જીણી ચમચી અજમો, એક સમદરફળ (ખારેક જેવું કઠણ ફળ)ના દસ્તાથી કરેલા નાના તપાધિરાજ વર્ષીતપ (૫૧) Page #64 -------------------------------------------------------------------------- ________________ કટકા અને એક નંગ જાયફળનો ઝીણો ભૂક્કો. બનાવવાની રીતઃ લોખંડની કડાઈ અથવા તવીમાં પહેલાં ધીમા તાપે સમદરફળના કટકાને શેકવા. તે ગરમ થયે તેમાં તજ-લવિંગ નાખવાં. હલાવતાં રહેવું. થોડીવારે તેમાં અજમો નાખવો. હલાવીને એકાદ મિનીટ પછી વાસણ નીચે ઉતારવું. ત્યારપછી પણ થોડીવાર સુધી હલાવતાં રહેવું. ઠંડું થયે પત્થરની છીપર પર વાટીને ઝીણો ભૂકો કરવો. છીપર ન હોય તો મિક્સરમાં હલાવીને મેંદા જેવો ઝીણો ભૂકો કરવો. તેમાં જાયફળનો ભૂકો મેળવી દેવો. પછી મેંદાના આંકે ચાળી લેવું. આ પાઉડર એરટાઈટ વાસણમાં ભરી લેવો. ઉપયોગમાં લેતી વખતે એક નાની તપેલીમાં બે ચમચી જેટલો પાઉડર લેવો. તેમાં પાણી નાખીને ભજીયાના પાતળા ખીરા જેવું કરવું. એકદમ ધીરે તાપે થોડીવાર હલાવવું. ચોપડવા જેવું ઘટ્ટ થયે ઉતારી લેવું. તેમાં એક નાની ચમચી ઘી નાખવું. તપસ્વીને શરીરે થોડું થોડું લઈને ધીમે ધીમે ચોળવું. તેનો કસ અંદર ઉતરી જાય તે જોવું. બાકી લેપ આપોઆપ ખરી જશે. ઘીને લીધે ચામડી લીસી રહેશે તેમ જ ચોળતી વખતે બળતરા નહિ થાય. પણ અંદરથી ગરમાવો આવતાં તપસ્વીને સ્કૃર્તિ લાગશે. (આ લેપ શરદી કે તાવના કળતરમાં પણ દર્દીને માથે અથવા શરીરે લગાવી શકાય.) ૬) તપસ્વીમાં કોઈને ગરમીનો કોઠો હોય તો તેને માથું ચડે ત્યારે કપાળે સુખડ લગાડાય. વળી જે તેને તાળવામાં સખત દુખવા લાગે તો ઘઉંના લોટની કણેક કરીને જાડી ભાખરી જેવું વણીને તેના ઉપર જરા તેલ લગાડીને તપસ્વીને માથા ઉપર મુકીને કપડું બાંધી દેવું. બે કલાક રાખવું. જો તપસ્વીનો કોઠો ઠંડીનો હોય તો ઉપર (૫)માં લખેલ લેપ ઘઉંની કણકમાં ભેળવીને તેની ભાખરી વણીને તપસ્વીને માથે મૂકી દેવું. માથું ચડ્યું હોય તો ઠંડા કોઠાવાળા તપસ્વીને ઉપર (૫)નો લેપ રીત મુજબ કપાળે લગાડવો. તપાધિરાજ વર્ષીતપ (૫૨) Page #65 -------------------------------------------------------------------------- ________________ ૭) તપસ્વીને કોઈવાર શીળસ નીકળે છે. ત્યારે કોકમ પલાળીને તેનું પાણી અવારનવાર લગાડતા રહેવાથી રાહત થાય છે. ૮) શરૂઆતના ત્રણ ચાર દિવસ દરમિયાન જો તપસ્વીને કબજિયાત જેવું હોય તો સાદા ગરમ પાણીની એનિમા તેની તાસીર મુજબ આપી શકાય. ૯) પોટલીઃ સામગ્રી - એક ચમચી અજમો, બે લવિંગ, કપૂરની બે ત્રણ નાની કટકી. અજમો-લવિંગ ધીમે તાપે આછા બદામી રંગનાં શેકવાં. પછી તેનો કરકરો ભૂક્કો કરીને તેમાં કપૂરની (રાઈદાણા જેવી) કટકી નાખવી. મલમલ જેવા સુંવાળા સુતરાઉ કપડામાં મૂકીને બે નાની પોટલી કરવી. તે તપસ્વીને સૂંઘવા આપવી. તપાધિરાજ વર્ષીતપ (૫૩) Page #66 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ વિધિ ૧. ચઉવિહારનાં પચ્ચખાણ ધાર્યા પ્રમાણે ચઉવિહંપિ આહરં પચ્ચખામિ અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થાણા ભોગેણં, સહસાગારેણં, સવ્વસમાહિ વત્તીયાગારેણં, અપાણે વોસિરામિ. ૨. એકટાણાનાં પચ્ચખાણ એકટાણા ઉપરાંત દુવિહંપિ આહારં પચ્ચકખામિ, અસણં ખાઇમં, સાઇમં અન્નત્થાણા ભોગેણં, સહસાગારેણં, ગુરુ અભુટ્ટાણેણં, આઉટણ પસારણ સવ્વ સમાહિવત્તિયા- ગારેણં, અપાણે વોસિરામિ. ૩. આયંબિલનાં પચ્ચકખાણ આયંબિલવિહં તિવિહંપિ આહાર પચ્ચકખામિ, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણાં, લેવા લેવેણ ગિહથ્થસંસણં, પડુચ્ચમમ્મએણં, ગુરુ અભુઠ્ઠાણેણં, ઉષ્મિત્ત વિવેગેણં, સવ સમાવિવત્તિયા-ગારેણં, અપ્રાણ, વોસિરામિ. ૪. તિવિહાર ઊપવાસનાં પચ્ચખાણ કાલ સૂર્ય ઊગે ચઉત્થભત્ત પચ્ચકખામિ. તિવિહંપિ આહર, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થાણા ભોગેણં, સહસ્સા-ગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, અપ્રાણ વોસિરામિ. નોંધ : ૧. “નીવી"નાં પચ્ચકખાણ લેવાં હોય તો આયંબિલવિહંને બદલે નિવિગઇયં શબ્દ- બોલવો. બાકી ઉપર મુજબ જ બોલવું. ૨. અન્યને પચ્ચકખાણ આપવાં હોય ત્યારે પચ્ચકખામિ શબ્દ-ને બદ-લે પચ્ચકખાણ શબ્દ– બોલવો અને “તસ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ તપાધિરાજ વર્ષીતપ (૫૪) Page #67 -------------------------------------------------------------------------- ________________ અપ્પાણં વોસિરામિ” એ બધા શબ્દોને બદલે ગરિહં અપ્પાણં વોસિરેહ' શબ્દો બોલવા.) ** તસ્સ પડિક્કમે નિંદે ૫. નવકારસી પચ્ચક્ખાણ (સૂર્યોદય પછી બે ઘડી વીત્યા બાદ વિધિ અને નમોક્કાર ગણી પાળવાનું.) નમોક્કાર સહિયં, ચઉવિહં પિ આહારં પચ્ચખામિ અસણં પાણં ખાઇમં સાઇમં, અન્નત્થાણા ભોગેણં, સહસ્સાગારેણં અપાણં વોસિરામિ ૬. પોરસી પચ્ચક્ખાણ (એક પહોર દિવસ ચઢ્યા સુધીના ચારે આહરના પચ્ચક્ખાણ) પોરસહિયં ચઉવિહં પિ આહાર પચ્ચક્ખામિ, અસણં પાણં ખાઇમં સાઇમં અન્નત્થાણા ભોગેણં, સહસ્સાગારેણં અપ્પાણં વોસિરામિ પુરિમã (દોઢ પોરસી) પચ્ચક્ખાણ લેવા હોય તો પોરસહિયંની જગ્યાએ પુરિમä કહેવું. ૭. પચ્ચક્ખાણ પાળવાનો વિધિ પચ્ચક્ખાણ સમકાએણં, ન ફાસિયં, ન પાલિયં, ન તીરિયં, ન કીટ્ટિયં, ન સોહિયં, ન આરાહિયં આણાએ અણુપાલિત્તા ન ભવઇ તસ્સ મિચ્છામિ દુક્કડં. પચ્ચક્ખાણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર, જાણતાં-અજાણતાં મન-વચન અને કાયા વડે કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. પચ્ચક્ખાણમાં મન, વચન અને કાયા વડે આહારસંજ્ઞા થઈ હોય તો અરિહંત સિદ્ધિ કેવળી ભગવંતની સાક્ષીએ તરસ મિચ્છામિ દુક્કડં. (ઉપર પ્રમાણે બોલ્યા બાદ– ‘ત્રણ નમોક્કાર' ગણવા એટલે કોઈ પણ પચ્ચક્ખાણ પાળવાની વિધિ પૂરી થઈ.) તપાધિરાજ વર્ષીતપ (૫૫) Page #68 -------------------------------------------------------------------------- ________________ (નોંધ : ઉપરની (.............) ત્રણે ખાલી જગ્યામાં જે પચ્ચકખાણ પાળવાના હોય તે પચ્ચકખાણનું નામ (ચૌવિહાર, પોરસી, એકાસણાં, ઉપવાસ વગેરે પચ્ચકખાણમાંથી બોલવું. ૮. પૌષધ પાળવાની વિધિ નવકારથી તસઉત્તરી સુધીના પાઠ બોલી ઇરિયાવહીના પાઠનો કાઉસગ્ગ કરવો. બાદ લોગસ્સનો પાઠ કહેવો. પછી નીચે પ્રમાણે બોલવું. દ્રવ્ય થકી સાવજ જોગ સેવવાનાં પચ્ચકખાણ કર્યા હતાં તે, પૂરાં થતાં પાળું છું. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી સવાર સુધી, ભાવ થકી છ કોટીએ પોષો કર્યો હતો તે પૂરો થતાં પાળું છું. એવા અગિયારમાં પૌષધ વ્રતના પંચ અશ્વારા જાણિયવ્યા; ન સમાયરિવ્વા તંજહા તે આલોઉં. અપડિલેહિયં દુપડિલેહિયં સેજ્જા સંથારએ, અપમજીયે, દુપમજીયં સેજ્જા સંથારએ, અપડિલેહિય, દુપડિલેહિ-ઉચ્ચાર પાસવણ ભૂમિકા, અપ્પમજીયે દુપ્પમજીય ઉચ્ચાર પાસવણ ભૂમિકા પોસહસ્સ સમ્મ અપાશુપાલણિયા તસ્સ મિચ્છામિ દુક્કડં. પોષા સંબંધી અઢાર દોષ માંહલા કોઈ પણ દોષ સેવ્યા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. ત્યારબાદસામાયિક પાળવાની વિધિના ફકરા બોલી ત્રણ નામોથુણ કહેવા. સામાયિક અગર પોષામાં ઝાડે પેશાબ જવું હોય તો નીચેની વિધિ કરવી, પ્રથમ પરઠવા જતાં બારણા તરફ પગ મૂકતી વખતે “આવસહિ”૩ વાર કહેવું. પરટક્વાની જગ્યા બરાબર તપાસી પરઠવ્યા પહેલાં હે શક્રેન્દ્ર- મહરાજ ! “તમારી આજ્ઞા” ૧. એમ કહેવું પછી “વોસિરામિ, વોસિરામિ” ૨. એ શબ્દ- ત્રણ વાર કહેતાં પરઠવવું. પરઠવીને વળતી વખતે બારણામાં પ્રવેશ કરતી વખતે, ૩. “નિસિહિ” એમ ત્રણ વાર બોલવું. પછી આસન ઉપર બેસી ઇરિયાવહી કહેવી. નવકારથી તસ્સઉત્તરિના પાઠ સુધી બોલી ઇરિયાવહીના પાઠનો કાઉસગ્ગ પાળીને લોગસ્સનો પાઠ કરવા તપાધિરાજ વર્ષીતપ (૫૬) | Page #69 -------------------------------------------------------------------------- ________________ (પચ્ચખાણ - સમયનો કોઠો) પચ્ચખાણાનો સમય આ સમય મુંબઈના સ્ટા. ટાઈમ પ્રમાણે છે. માસ તા. સૂર્યોદય સૂર્યાસ્ત નવકારશી પોરસી સાઢપોરસી પુરિવહ અવર્ણ ક.મિ. ક.મિ. ક.મિ. ક.મિ. ક.મિ. ક.મિ. ક.મિ. જાન્યુ.૧ ફેબ્રુ. ૧ A ૧૬ ૬.૫૧, - ૧૬ મે. ૧ ૧૬ જુન.૧ જુલાઈવ ૧૬ ઓગ.૧ ૭.૧૩ ૭.૧૬ ૭.૧૫ ૭.૦૮ ૭.૦૦ ૬.૪૮ ૬૩૫ ૬.૨૩ ૬.૧૩ ૬.૦૬ ૬.૦૩ ૬.૦૩) ૬.૦૬ ૬.૧૧ ૬.૧૭ ૬.૨૧ ૬૨૫ ૬.૨૭ ૬.૩૦ ૬.૩૪ ૬૪૦ ૬.૪૭ ૬.૫૭ ૭.૦૬ ૬.૧૧ ૮.૦૧ ૯.૫૭ ૬.૨૦૮.૦૪ ૧૦.૦ ૬.૩૦ ૮.૦૩ ૧૦.૦ ૬.૩૮) ૭.૫૬ ૧૦.૦૦ ૬.૪૩| ૭.૪૮ I૯૫૬ ૬.૪૭ ૭.૩૬ ૯િ.૪૮ ૭.૨૩ ૯.૩૯ ૬.૫૪ ૭.૧૧ ૯.૩૧ ૬.૫૯] ૭.૦૧ ૯.૨૪ ૭.૦૪| ૬.૫૪ ૯િ૨૦ ૭.૧૦| ૬.૫૧ ૯.૧૮ ૭.૧૫ ૬.૫૧ J૯૨૧ ૭.૧૮૬.૫૪ I૯૨૪ ૭.૧૮) ૬.૫૯ ૯િ૨૭ ૭.૧૩| ૭.૦૫ l૯.૩૧ ૭.૦૫ ૭.૦૯ ૯.૩૨ ૬૫૩] ૭.૧૩ ૯.૩૨ ૬.૪૦ ૭.૧૫ ૯િ૩૦ ૬.૨૭ ૭.૧૮ ૯૨૯T ૬.૧૫ ૭.૨૨ ૯િ૨૯ ૬.૦૫| ૭.૨૮ I૯૩૧ ૫.૫૯) ૭.૩૫ J૯૩૫ ૫.૫૯ી ૭.૪૫ ૯િ૪૨ ૬.૦૨ ૭.૫૪ ૯.૫૦ ૧૧.૨૦ ૧૨.૪૨ ૩.૨૬ ૧૧.૨૫ ૧૨.૪૮) ૩.૩૪ ૧૧.૨૮) ૧૨.૫ ૩.૪૧ ૧૧.૨૬ ૧૨.૫૩. ૩.૪૫ ૧૧.૨૪ ૧૨.૫૧ ૩.૪૭ ૧૧.૧૮) ૧૨.૪૮ ૩.૪૭ ૧૧.૧૧ ૧૨૪૩ ૩.૪૬ ૧૧.૦૫ ૧૨.૩૯ ૩૪૭ ૧૧.૦૦ ૧૨.૩૬ ૩.૪૭ ૧૦.૫૮ ૧૨૩૫ ૩.૪૯ ૧૦.૫૮ ૧૨.૩૬ ૩.૫૩ ૧૧.૦૦ ૧૨.૩૯ ૩.૫૭ ૧૧.૦૩ ૧૨.૪૨ ૪.૦૦ ૧૧.૦૬ | ૧૨.૪૫ ૪.૦૧ ૧૧.૦૮ ૧૨૪૩ ૩૫૯ ૧૧.૦૮. ૧૨.૪ ૩.૫૪ ૧૧.૦૫ ૧૨.૩૯ ૩.૪૬ ૧૧.૦૨ ૧૨.૩૪ ૩.૩૭ ૧૦.૫૯ ૧૨.૨૯ ૩.૨૮ ૧૦.૫૭ ૧૨.૨૪ ૩૨૦ ૧૦.૫૭ ૧૨.૨૨. ૩.૧૩ ૧૦.૫૯ ૧૨૨૩| ૩.૧૧ ૧૧.૦૫ ૧૨૨૮ી ૩.૧૩ ૧૧.૧૨ | ૧૨.૩૪. ૩.૧૭ સપ્ટે. ઓક્ટી - ૧૬ નવે. ૧ ડીસે.૧ ૧૬ તપાધિરાજ વર્ષીતપ (પ ) Page #70 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ ગ્રંથ સૂચિ ૧. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર : શ્રી હેમચંદ્ર આચાર્ય ૨. પૂ.શ્રી ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ : પૂ.ભદ્રગુપ્ત વિજયજી ૩. જૈન ધર્મનો પ્રાણ : શ્રી પંડિત સુખલાલજી ૪. શ્રી આચારાંગ સૂત્ર : મુનિશ્રી સંતબાલજી ૫. ઉ.શ્રી યશોવિજયજી વિરચિત જ્ઞાનસાર ઃ પૂ. ભદ્રગુપ્તવિજયજી ૬. નવપદ ચિંતન : પૂ.આ.ચંદ્રશેખરવિજયજી ૭. હું આત્મા છું : બા.બ્ર.પૂ ડૉ તરુલતાજી મ.સા ૮. શ્રી જૈન તત્વપ્રકાશ : પૂ.શ્રીઅમોલખઋષિજી મ.સા ૯. અક્ષય તૃતીયા : પૂ.પ.પૂર્ણચંદ્ર વિજયજી ૧૦. ભગવાન ગઢષભદેવ * શ્રી કુમારપાળ દેસાઈ ૧૧. અવગાહન : શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ૧૨. જૈન જગત : પૂ. મુનિશ્રી નવીનચંદ્રજી ૧૩. જૈન વ્રત-તપ ઃ પ્રાણગુર જૈન સેન્ટર પ્રકાશન ૧૪. કાઠીયાવાડી જૈન : કા.સ્થા. જૈન સમાજ પ્રકાશન તિપાધિરાજ વર્ષીતપ (૫૮) | Page #71 -------------------------------------------------------------------------- ________________ ગુણવંત બરવાળિયા “ગુંજન' ના પુસ્તકો (સર્જન અને સંપાદન) + ઊર નિર્કરા (સ્વરચિત કાવ્યોનો સંગ્રહ) + તપાધિરાજ વર્ષીતપ (જૈનદર્શનમાં તપ) + કલાપી દર્શન (કવિ કલાપીની જન્મશતાબ્દી નિમિતે પ્રગટ થયેલ તેમના જીવન – કવન અને વિવેચનના લેખોનો સંચય) + હદય સંદેશ (શિક્ષણ અને વિધા-જગતને લગતા લેખો) + પ્રીત – ગુંજન (સો વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ) શૈલેષી (આલોચના અને ઉપાસના) + અહિંસા મીમાંસા વાણીના ઝરૂખેથી (વાગ્મિતા) + ચંદ્રસેન કથા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી + સંકલ્પસિધ્ધિના સોપાન અમરતાના આરાધક + ભગવાન મહાવીર અને સંયમ જીવન - દામ્પત્ય વૈભવ (દામ્પત્ય જીવનને લગતા લેખોનો સંચય) - દાર્શનિક દ્રષ્ટા + વિશ્વ વાત્સલ્યના સંકલ્પ + અભિવંદના જીવનનું રહસ્ય + કામધેનુ + ઉત્તમ શ્રાવકો + અધ્યાત્મ સુધા અધ્યાત્મ અમૃત (જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલના દશાબ્દી વર્ષ નિમિત્તે સભ્યોના અધ્યાત્મ વિષયક લેખનો સંગ્રહ) - શ્રીમદ રાજચંદ્ર – એક દર્શન (શ્રીમજીના જીવનના વણસ્પર્શ્વ પાસાનું દર્શન) + સર્વધર્મ દર્શન + અમરસેન વયરસેન કથા - શાકાહાર (અનુવાદ – ડૉ. મધુબહેન બરવાળિયા) + દુલેરાય માટલિયા કૃત બે વિરલ વિભૂતિઓ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી + જ્ઞાન સાધના અને સરસ્વતી વંદના પ્રાપ્તિ સ્થાન : + નવભારત સાહિત્ય મંદિર ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦૦૦૨. ગાંધી રોડ, દેરાસર પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૧. + ચિંતન પ્રકાશન : ૧/૩૧૬, સિદ્ધિવિનાયક, હિંગવાલા લેન એક્ષ., મુંબઈ-૭૫. ફોનઃ પ૧૨૫૬૫૮. Page #72 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘતપસ્વી ભગવાન મહાવીર આનો ચંદનબાળા sagir graphics