________________
સતાવે - ઉપવાસ દ્વારા આત્માની નજીક વાસ કરીને મારા અવિકારી સ્વરૂપમાં વાસ કરી વૃત્તિને અંતરથી નિહાળી અને તેની સાથે યુદ્ધ કરીને હરાવવી છે. જો તપસ્વીની ચિંતન ધારા આ રીતે ચાલે તો વૃત્તિઓ કેટલે અંશે નિર્બળ બની તે પણ અનુભવી શકાય. આમ ક્રોધની સામે ક્ષમા, માયા- પ્રપંચ સામે સરળતા, લોભ સામે સંતોષની વૃત્તિમાં જો તપ ત્યાગ કર્યા પહેલાની સ્થિતિ અને પછીની સ્થિતિમાં સુધારો થતો હોય, વિભાવના નિમિત્તો આવે છતાં જીવ વિભાવ રૂપે પરિણત ન થતો હોય અથવા ઓછો થતો હોય તો સમજી લેવું કે તપથી કર્મોની નિર્જરા થઈ છે. આ જ કર્મ નિર્જરાનો માપદંડ છે.
જેણે વૃત્તિનું સ્વરૂપ જાણ્યું, તે સાધક જ વ્રતના મૂલ્યને સમજી શકે, અન્યથા ગ્રહું વ્રત અભિમાન. આપણે વ્રતને ગણાવ્યા કરીયે કે હું આટલા ઉપવાસ કરું, આટલા આયંબિલ કરું મારો આટલામો વર્ષીતપ છે અને કંપેરીઝન કરીએ કે મારા અમુક સંબંધી કે પાડોશી નથી કરતાં તો આપણું અભિમાન પોષાય છે. જેનાથી કષાયો મંદ કરવાના હતાં, તેનાથી જ કષાયો વધુ ઉગ્ર બને. આમ લૌકિક માનમાં પડેલો જીવ ગ્રહે નહિ પરમાર્થને. પરમાર્થ એટલે મોક્ષ સાધક જેટલા સાધનો તે પરમાર્થ. સગુરુના મોક્ષ સાધનાના વચનો તે પણ પરમાર્થ. તપસ્યા લૌકિક માટે નહિ ઈહલૌકિક કે પરલૌકિક હેતુ માટે પણ નહિ , પરંતુ માત્ર કર્મનિર્જરા અર્થે છે.
છે
કે
તપાધિરાજ વર્ષીતપ
(૨૯)