________________
રાજા સોમપ્રભ (સોમયશ) દાદા અદિનાથના દર્શન માટે દોડ્યા. પ્રભુની નજીક પહોંચીને રાજા સોમપ્રભે ધારી ધારીને દર્શન કર્યા. એકલપંડે શત્રુ સૈન્યની સામે લોહીનું છેલ્લું બુંદ ખર્ચી નાંખવાની જવાંમર્દી સાથે ઝઝૂમતા કોઈ રાજવીની સ્થિતિનો અણસાર પ્રભુ દર્શનથી લાધતાં જ સોમપ્રભને આજે લાધેલા સ્વપ્નની કડી કંઈક સંધાતી લાગી.
સુબુદ્ધિ શેઠની સ્થિતિ પણ આવી જ હતી. પ્રભુની કાયામાં એમને કિરણોથી વિખૂટા પડેલા સૂર્યનું સામ્ય દેખાવા લાગ્યું અને આમા સ્વપ્નનું અનુસંધાન થતું હોય તેવો ભાસ થવા લાગ્યો.
શ્રેયાંસકુમાર દોડીને પ્રભુના ચરણમાં આળોટી પડ્યાં. રંકના પાત્રમાં ચક્રવર્તીની ખીર ન સમાય એમ એના હૈયામાં હર્ષ સમાતો નહોતો. પોતાના સુગંધી કેશથી એણે પ્રભુના પગ લૂક્યાં. પ્રદક્ષિણા કરી પુનઃ નમસ્કાર કર્યા.
પુર્ણિમાના ચંદ્રના દર્શન કરતાં જેમ પોયણી ખીલી ઉઠે તેમ પ્રભુ મુખચંદ્રના દર્શન કરતાં કરતાં કુમાર શ્રેયાંસનું હદય કમળ ખીલી ઉડ્યું. કાળના આ પ્રવાહમાં ક્ષણની કિંમત છે, યુગની નહિ. એ લાખેણી પળ શ્રેયાંસને લાધી – એના હ્રદયમાં અપૂર્વ પ્રકાશ પથરાયો. તે શુભ ચિંતનની ધારાના પ્રવાહમાં ખેંચાતા હતા. એ અતીતમાં ડૂબી ગયાં હતા. આવા વેશ મેં ક્યાંક જોયો છે, અરે ! માત્ર જોયો જ હોય એમ નહિ, આવો વેશ જાણ્યો, માણ્યો હોય એમ લાગે છે ! અહો આ વેશ પણ જો આટલો બધો ભવ્ય જણાય છે તો, આ વેશને અનુરૂપ આચાર - વર્તન તો કેટલું ભવ્ય હશે ? સ્મૃતિના એ તોતિંગ દરવાજા ઉઘડી જતાં શ્રેયાંસ કુમારને પૂર્વજન્મનું સ્મરણ કરાવતું જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાનના પ્રકાશે એમનું અંતર ઝળહળ બની ઉઠ્યું. એ મનોમન બોલી ઉઠ્યા કે આ પ્રભુ સાથે છેલ્લા નવ-નવ ભવથી હું સંકળાતો આવ્યો છું. અરે ! કેવા આશ્ચર્યની વાત છે કે, પ્રભુએ જે પરિગ્રહને પાપનો ભારો સમજી તજી દીધો છે એ જ પરિગ્રહને પ્રભુ સમક્ષ સૌ ધરી રહ્યાં છે. પ્રભુની સમક્ષ શું ધરાય ? એનું પણ કોઈને જ્ઞાન નથી. આ જ કારણે દીક્ષા દિવસથી આજ સુધી પ્રભુનું
તપાધિરાજ વર્ષીતપ
(૧૧) |