________________
વર્ષીતપના પ્રેરક : ભગવાન ઋષભદેવ !
સાંપ્રત પ્રવાહ કરતાં ભારતવર્ષ અનેક રીતે સમૃદ્ધ હતો. તે સમયના લોકો અનેક વર્ષના લાંબા આયુષ્ય, શરીરની મોટી ઉંચાઈ, આરોગ્યની સુંદરતા, પ્રજામાં પુત્ર જેવી શરણાગતિનો ભાવ, રાજામાં વાત્સલ્યસભર લાગણીની ભીનાશ હતી. લોકો ભૌતિક સંપતિથી જેમ સમૃદ્ધ હતા, એમ ગુણસમૃદ્ધિથી પણ તેમના આંતરખજાના સમૃદ્ધ હતાં. એ સમયની ધરતી માતાના શ્રેષ્ઠ માનવપુત્રની આ કથા !
નાભિદેવ અને મરૂદેવી માતાનો શ્રેષ્ઠ માનવપુત્ર તે ૠષભદેવ. એ દેવે માણસમાં માણસાઈ જગાડી. એમણે સમજાવ્યું કે,
૧. અગ્નિ દઝાડે પણ એને જાળવતાં આવડે તો એ તમારી સુંદર સેવા કરશે – અગ્નિમાં રાંધીને ખાતા શીખવ્યું. પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવની વાત કરી.
૨. માટીનો ઘડો બનાવી આપ્યો આમ વિજ્ઞાનનો જન્મ થયો, શિલ્પનો પાયો નંખાયો ઘર બાંધતા શીખવ્યું. ખેતી કરતાં શીખવી.
-
૩. વસ્ત્ર સજાવ્યા, અનેક કળા શીખવી, લગ્નવિધિ યોજી, પશુતામાં પ્રભુતા આણી સમાજનીતિ ઘડી, રાજ્ય નીતિ રચી.
૪. યુવરાજ ભરતને ૭૨ કળા શીખવી. કુમાર બાહુબલીને હાથી, અશ્વ, સ્ત્રી અને પુરુષના અનેક ભેદવાળા લક્ષણોમાં વિશારદ બનાવ્યો ભાઈ-બહેનના લગ્નનો નિષેધ કર્યો. દંડનીતિ સમજાવી. ગુનાના મૂળ સુધી જવાનું કહ્યું, કર્મબંધન એજ દંડ છે. ગુનેગારને નહિ ગુનાને નાબુદ કરવાનું કહ્યું.
-
૫. પુત્રી બ્રાહ્મીને ૧૮ લિપિઓ બતાવી, સુંદરીને ગણિતજ્ઞાન આપ્યું – પ્રજાને અસિ, મસિ અને કૃષિવાળું (શૌર્ય, વ્યાપાર અને ખેતી) શાસન આપ્યું.
લેખન
–
તપાધિરાજ વર્ષીતપ
(૧)