________________
ક્રોધ, માન, માયા, લોભ આદિ આંતરશત્રુઓનું જોર ત્યારે બહુ ફાવતું નહોતું અને ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ આંતરમિત્રોની મિત્રતાથી સ્થપાયેલી હેત, પ્રીત અને વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાનો પ્રણેતા હતા દાદા આદિનાથ.
સમાજ ધર્મ અને કુટુંબધર્મનું વ્યવસ્થિત બંધારણ પૂર્વક સંસારમાં પાલન થાય છે. હવે જગતને ધર્મતીર્થ પ્રવર્તનની જરૂર છે. આ લોકોને સાંસારિક આસક્તિથી વિમુખ કરવા ધર્મચક્રને પ્રવર્તાવવાની ઘડી આવી પહોંચી હતી.
ભગવાન બઢષભદેવ – દાદા આદિનાથની ચિંતનધારા હવે એ તરફ ચાલી રહી છે.
પૃથ્વી ધર્મથી નહી પ્રવર્તે તો આ નશ્વર સામ્રાજ્યને સહુ સાચુ સામ્રાજ્ય માનશે. સારા મૃત્યુ (સમાધિમરણ) ની ભાળ નહિ આપે તો કંગાળ જીવનોથી પૃથ્વી કકળાટ કરી ઉઠશે. ત્યાગ, તપસ્યા, સંયમ અને સૌજન્યમૂલક ધર્મનું દર્શન પોતાની જાત દ્વારા મારા આચરણથી – વ્યવહારથી ધર્મ આચરી બતાવવો જોઈએ.
દાદા આદિનાથે રાજા તરીકેનો કર્તવ્યધર્મ અદા કરી લઈને ધર્મરાજા તરીકે લોકોપકાર કરવાની ભૂમિકા રચવા સંયમપંથનો સ્વીકાર કર્યો. લોકોને ધર્મસંબંધી કશું જ્ઞાન નથી. કેવળ પોતાના પ્રાણ પ્યારા પ્રભુના વિયોગનો વિચાર તેમને વ્યાકુળ બનાવી રહ્યો હતો.
યુવરાજ ભરતને રાજદંડ ગ્રહણ કરવાની આજ્ઞા કરી ભગવાને એક વર્ષ માટે સાવંત્સરિક વાનની શરૂઆત કરી. ચંદ્ર જ્યારે ઉતરાષાઢા નક્ષત્રમાં શોભતો હતો એ દિવસે વિનીતા નગરીએ એક અપૂર્વ દશ્ય આંસુભીની આંખે નિહાળ્યું.
ફાગણ વદ આઠમને દિવસે પૃથ્વીનાથ બઢષભદેવે સર્વસ્વનો ત્યાગ કરી સંયમ પંથ સ્વીકાર્યો. પ્રજાનું પુત્રની જેમ પાલન કરનાર દાદા
તપાધિરાજ વર્ષીતપ
(૨) |