________________
*
વર્ષીતપ : વિરતિના નંદનવનમાં વિહાર
,
આહાર સંજ્ઞાને તોડવા માટે તપ છે.આ પાયાની સમજણના અભાવે આજે ઘણી વાર ઘણાઘણાના જીવનમાં વર્ષીતપ પૂર્ણ થયા બાદ પણ રાત્રિભોજન ત્યાગ ૧૪ નિયમોની ધારણા ,અભક્ષ્ય ત્યાગ પર્વતિથિએ વિશિષ્ટ પચ્ચખાણ આદિ જોવા મળતા નથી . આ બધા તો વર્ષીતપને શોભાવનારા અલંકારો છે.એક વર્ષનો આવો તપ વર્ષીતપ તો જરૂર કહેવાય, પરંતુ એ જીવનસ્પર્શીતપ ન કહેવાય .
પૂજ્ય ગુરુદેવની પ્રેરણા પામીને આપણે વર્ષીતપનો પ્રારંભ કર્યો એ આજે પૂર્ણાહુતિએ પહોંચ્યો છે. વર્ષીતપની આ પૂર્ણાહુતિને આપણે પૂર્ણાહુતિ ન સમજતા જીવનસ્પર્શી એક આથીય વધુ મહાન તપની પૂર્વભૂમિકા ગણીએ. આ મહાતપનું સાચું ફળ સાચા સ્વરૂપમાં મેળવવા
ભાગ્યશાળી બનીએ .
વ્રત નિયમોથી જીવનને વધુ અલંકૃત બનાવવાની ભાવના સાથે આપણે વર્ષીતપની પૂર્ણાહુતિ ઉજવવા દ્વારા જીવનસ્પર્શી એક તપનો આરંભ કરવાનો પુણ્ય સંકલ્પ પરમ ઉપકારી સાધુ - સંતોની પાવન નિશ્રામાં કરીએ.