________________
તપસ્વીઓની વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) કરનાર માટે ઉપયોગી
૧) તપસ્વીની ઊંઘ ઓછી થઈ ગઈ હોય તો તેનાં પોપચાં ઉપર જાયફળને ઘીમાં ઘસીને ચોપડાય.
૨) તપસ્વીને ગેસ જેવું લાગતું હોય તો તેની નાભિ (ઘૂંટી) ઉપર હીંગ કે ડીડામારીને પાણીમાં ભેળવીને ચોપડી શકાય. આ જ રીતે મધ-ચૂનો ભેળવીને તે પણ લગાવી શકાય. ઘૂંટી અને તેની આસપાસ એકાદ ઈંચના વિસ્તારમાં લગાડ્યા પછી ઉપર રૂ દબાવી દેવું.
૩) તપસ્વીને કાળજે થડકો ઉપડે ત્યારે તે ભાગ ઉપર કોલનવોટર છાંટવું. પછી રૂમી મુસ્તફા (આરબ પ્રદેશનો પાઉડર પાયધુની ભીંડીબજારમાં મળે છે.) ધીમે ધીમે થોડો છાંટીને ઉપર દબાવી દેવું. તે પાઉડર કુદરતી રીતે બેચાર દિવસે ઉખડી જશે. ઉખેડવાનો પ્રયત્ન ન કરવો. તે પાઉડર ફેવીકોલ જેવો ચીકણો હોવાથી તેમજ તરત જ ભેજ પકડતો હોવાથી હંમેશા એરટાઈટ પ્લાસ્ટીકની ડબ્બીમાં રાખવો.
-
૪) તપસ્વીને હથેળી અથવા પગનાં તળિયામાં બળતરા થતી હોય તો ઘી લગાડવું. વળી પાંચ સાત અરીઠાનાં નંગ ભાંગીને પાણીમાં પલાળી દેવાં. સરખાં પલળી ગયે ચોળીને તેના પાણીમાં તપસ્વીના હાથપગ બોળી રાખવા. એનાથી ઠંડક લાગશે. (ભારે તાવમાં પણ આ પ્રયોગ કરી શકાય છે.)
૫) તપસ્વીને શરીરે કળતર થતી હોય ત્યારે તેને લેપ લગાડી શકાય. તેની સામગ્રી: ૨૫ દાણા લવિંગના, તેટલા જ નંગ તજના નાના કટકા, એક જીણી ચમચી અજમો, એક સમદરફળ (ખારેક જેવું કઠણ ફળ)ના દસ્તાથી કરેલા નાના તપાધિરાજ વર્ષીતપ
(૫૧)