________________
*
જ્ઞાનીઓએ કર્મ નિર્જરા માટે અત્યંતર તપમાં ધ્યાનની વિશિષ્ટતા બતાવી છે.ધ્યાન દ્વારા વ્યક્તિ વર્તમાનમાં જીવવાનો પુરુષાર્થ કરે છે શરીરના બાહ્ય અને આંતર અંગોની સંવેદના અને સ્પંદનોનું સાક્ષીભાવે નિરીક્ષણ કરે છે.આ પળ જીવન માટે સ્વયં સંવર બની જાય છે.આશ્રવ પ્રવાહ અટકવાને કારણે નવા કર્મ બંધાતા નથી.સંવેદના સાક્ષીભાવે સમતાપૂર્વક વેદાય તેથી કર્મ -નિર્જરા થાય છે.
નવા કર્મનો પ્રવાહ આવતો નથી ,પરંતુ ઉદિત પ્રવાહ ચાલુ રહેવાથી એટલે કે આત્મા પરના પૂર્વેના કર્મો પર આવવાની પ્રક્રિયા તો સતત ચાલુ જ હોય છે.એને કારણે ઉદીરણા થાય છે.સંવેદનાઓ દ્વારા વિકાસોનું ઉન્મૂલન થાય છે.આત્મા ગુણ શ્રેણીએ ચડતા ,કર્મોની ગુણકની ગતિએ (ગુણાકાર સંખ્યામાં) નિર્જરા થાય છે.જન્મ જન્માંતરથી સંચિત રાગ, દ્વેષ ,મોહના કર્મોની નિર્જરા થાય છે.આમ સાધક ,પૂર્વ સંચિત કર્મોની ઉદીરણા કરી તેની નિર્જરા કરવાના સાધન તરીકે ધ્યાનનો ઉપયોગ કરી શકે છે.
મહાત્મા બાહુબલી, મહર્ષિ નંદીષેણ,અર્જુનમાળી અને ઢંઢણમુનિ જેવા મહાત્માએ નિર્જરા ભાવના આત્મસાત્ કરી આત્માને પરમપદ ભણી લઈ ગયા.
પૂર્વાચાર્યોએ બતાવેલી વૈરાગ્ય ભાવનાઓમાં મોક્ષ ભાવના નામની કોઈ ભાવના નથી ,પરંતુ આ નિર્જરા ભાવનામાં જ સંપૂર્ણ રીતે મોક્ષ ભાવના અભિપ્રેત છે.
|તપાધિરાજ વર્ષીતપ
(૫૦)