________________
આકાંક્ષા સેવી હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ
દુક્કડં.
(આલોચના સંપૂર્ણ)
ઉપકાર સ્મરણ
પૂર્વના પુણ્યોદયે આપણે તપસાધનાનો આરંભ તો જરૂર કરીએ છીએ, પરંતુ સુદીર્ઘ તપસ્યાની નિર્વિઘ્ન પૂર્ણાહૂતિ સુધી આપણા પર ઘણાંનો ઉપકાર છે તે ન ભૂલવું જોઈએ. આપણને શાતા ઉપજાવનાર પરિવારના સભ્યો – પતિ, પત્ની, માતા, પિતા, પુત્ર, પુત્રી, સાસુ, સસરા, નણંદ, દેરાણી, જેઠાણી, ભાઈ-બહેન, પુત્રવધૂ, ભાભી, સાધાર્મિકો, ધાર્મિક– સામાજિક સંસ્થાના કાર્યકરો, મિત્રો, ભાગીદાર, સહકાર્યકર, પડોશી, નોકર-ચાકર વગેરે સુહૃદજનનો ઋણસ્વીકાર કરવો જોઈએ. કોઈ કારણસર ક્યારેક પારણું ન સચવાણું હોય તો જમવાનું મોડું થયું હોય, તે નિમિત્તે દ્વેષ થયો હોય, ક્રોધ થયો હોય, તેની હ્રદય પૂર્વક ક્ષમાયાચના સહ મિચ્છામિ દુક્કડં. કરવું.
તપાધિરાજ વર્ષીતપ
事
(૩૭)