________________
સુબુદ્ધિ શેઠે સ્વપ્નમાં આશ્ચર્યભરી એક એવી ઘટના જોઈ કે સૂર્યના બિંબમાંથી સહસ્ત્ર કિરણો વેરાઈને છૂટા પડી ગયાં છે અને શ્રેયાંસકુમાર સરી ગયેલા એ કિરણોને સૂર્ય સાથે જોડી દેવામાં પુનઃ સ્થાપિત કરવામાં સફળ બની રહ્યાં છે અને સૂર્ય પુનઃ પ્રકાશી ઉઠે છે.
ત્રણે વ્યક્તિ સ્વપ્નથી સાનંદ આશ્ચર્ય અનુભવે છે અને સ્વપ્નની ફલશ્રુતિ – ફલાદેશ અંગે વિચારે ચડે છે.
સવાર થતાં જ રાજા, રાજકુમાર અને નગરસેઠે નક્કી કર્યું કે, આજની રાજસભામાં જઈને સ્વપ્નની વાત મૂકવી અને આ સ્વપ્નના સંકેત જાણવામાં એકબીજાની મદદ લેવી.
વૈશાખ સુદ ત્રીજનું મધ્યાન્હ થયું ન થયું, ત્યાં તો રાજસભામાં રાજાએ પોતાના સ્વપ્નની વાત રજૂ કરી. આ પછી શ્રેયાંસકુમારે પણ પોતાનું સ્વપ્ન કહી બતાવ્યું અને જ્યારે નગરશેઠ સુબુદ્ધિ એ પણ પોતાને આવેલા સ્વપ્નની વાત સંભળાવી, ત્યાં સૌએ એકી અવાજે કહ્યું કે જરૂર આ સ્વપ્નથી સૂચિત થાય છે કે, રાજકુમાર શ્રેયાંસને મોટો લાભ થશે, કારણ કે ત્રણે સ્વપ્નના સૂત્રધાર તરીકે આ રાજકુમાર છે !
, સ્વપ્નના શુભાશુભ ફલાદેશ ભાખી શકે તેવા સ્વપ્ન પાઠકોનો એ યુગ ન હતો, આથી પોત-પોતાની સુઝબુઝ મુજબ સૌ આ સ્વપ્નોના સંકેત વિચારી રહ્યા. રાજાથી માંડીને પ્રજાના આગેવાનોના મનમાં આ સ્વપ્નથી સૂચવતાં ભાવિ અંગેના વિચારોના ઘોડા વેગ પૂર્વક ઘૂમવા માંડ્યા. પણ હજી સ્વપ્નના સંકેતો કોઈને મળતા નહોતાં. એક વાતમાં બધાં સંમત હતા કે શ્રેયાંસ કુમારના હાથે કોઈ થનારા શુભ કાર્યની છડી પોકારનારા આ સ્વપ્નો છે. નજીકના ભવિષ્યમાં કુમારના હાથે કોઈ પુણ્યકાર્ય જરૂર થવાનું છે !
ઉત્કૃષ્ટ સાધના અને તેની સિદ્ધિ કેટલી સમીપ હોય છે, એના ઉદાહરણ રૂપ જાણે હોય તેમ હસ્તિનાપુર નગરીના મહાભાગ્ય જાગતાં
તપાધિરાજ વર્ષીતપ
(૮)