Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 54
________________ મહાશ્રમણ ભગવાન મહાવીરની બાહા-આખ્યતર તપ સાધના શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર કુશળ અને અનુભવી વૈદ્ય જેમ વિવિધ પ્રકારના ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણ ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે એકમાત્ર ઉત્તમકોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે. પ્રબુધ્ધ કરુણાના કરનાર મહાશ્રમણે પોતાના નિજી જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત ઉપર કર્યો પછીજ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી. પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવનની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઈન્દ્રિયો સાધનામાં બાધક થઈ જાય છે. બાહ્ય તપશ્ચર્યાથી સંયમ આવવાથી ચેતના જાગૃત થશે અને મન તથા શરીર સાધનામાં પ્રવૃત્ત થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળને આગળ વધી શકાશે માટે જ ભગવાન મહાવીરે બાહ્યતાનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા અંગુલિનિર્દેશ કર્યો. શ્રી આચારાંગ સૂત્રના નવમાં ઉપધાન શ્રત અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ભગવાનની અનશન, ઉણોદરી, રસ પરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી ગવેષણા વિધિ, ધ્યાન સાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતા જણાશે કે પ્રભુની તપ સાધના આહાર પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી. તેમની ઉત્કૃષ્ટ તપ સાધનામાં સતત જાગૃતિ, ચેતના અને ધ્યાનમગ્નતા અભિપ્રેત હતી. ભગવાનના સહજ થઈ જતાં બાહ્ય તપ સાથે આવ્યંતર તપના અનુસંધાનનું અદ્ભુત સાયુજ્ય રચાતું. ભગવાને બે માસથી વધારે તો ક્યારેક છ મહિનાથી વધુ ચૌવિહારા ઉપવાસ કર્યા હતા. ઠંડા તુચ્છ કે તપાધિરાજ વર્ષીતપ (૪૨)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72